________________
શારદા શિખર
બંધુઓ ! શબ્દમાં કેવી તાકાત છે ! “શબ્દ શબ્દ કયા કરો, નહિ હાથ નહિ પાવ, એક શબ્દ ઘા રૂઝવે, એક શબ્દ કરે ઘા” શબ્દ ને હાથ કે પગ નથી. પણ એનામાં એવી તાકાત છે કે માણસ એક શબ્દ બેલે તે માંદે માણસ બેઠે થઈ જાય. તેને અડધે રેગ ચાલ્યા જાય અને બીજે માણસ એક શબ્દ એ બોલે તે સાજે માણસ માંદા જે થઈ જાય તેના હૈયામાં ગેળી વાગે તેમ વચનની ગળી વાગતાં માણસ પડી જાય છે. આવી શબ્દમાં તાકાત છે. માટે ભગવાન કહે છે તમે બોલે તે વિચાર કરીને બોલજો. સામાનું દુઃખી દિલ શાંત થાય તેવી મધુર ભાષા બોલજે પણ સુખે બેઠે હેય ને તેના દિલમાં દુઃખ થાય તેવી કર્કશ ભાષા બોલશે નહિ. બની શકે તે કેઈનું ભલું કરજે પણ બૂરું કરશે નહિ.
યદિ ભલા કિસીકા કરી ન શકે તે, બુરા કિસીકા મત કરના, યદિ ફૂલ કભી ન બની શકે તે, કાંટા બન ન વિખર જાના.
આ માનવદેહ મળે છે તેમાં અને તે કેઈનું ભલું કરજો પણ કોઈનું બૂરું ન કરશે. બની શકે તે ફુલ જેવા કે મળ બનીને સુગંધ આપજે પણ કેઈના સુંવાળા માર્ગમાં કાંટા ન વેરશે. તમે શ્રાવક છે. શ્રાવકનું જીવન સાધુ જેવું પવિત્ર હેવું જોઈએ. અગાઉના શ્રાવકે એવાં હતાં કે સાધુને દષ્ટાંત રૂપ બની જતા. તેના જીવનને દાખલે આપીને બીજાને સમજાવતા હતા.
અરહનક શ્રાવક આદિ વહેપારીઓ પરદેશ ધન કમાવા જવા માટે તૈયાર થયા. તે પહેલાં જેની સાથે વૈર હતું તે બધાને ખમાવી બધા સાથે મૈત્રીભાવ કર્યો. પછી માટે ભેજન સમારંભ ગોઠવ્ય. બધાં ભેગાં બેસીને પ્રેમથી જમ્યા ને જમાડયા. અને સૌ સૌના વડીલનાં આશીર્વાદ લઈને ગાડા તથા ગાડીમાં બધો માલ ભરાવી વહાણમાં બેસવાનું બંદર હતું ત્યાં આવ્યા. હવે તેઓ બધા વહાણમાં માલ ભરાવશે ને પછી શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - પ્રદ્યુમ્નકુમારનું અપહરણ કેમ થયું તે તમે સમજી ગયાં ને ? એણે પૂર્વભવમાં પત્નીને વિગ પડાવ્યે તે આ ભવમાં તેને માતાથી વિખૂટા પડવું પડયું. નારદજી પ્રદ્યુમ્નકુમારને જોઈને દ્વારકા આવી ગયા. કૃષ્ણજી અને રૂક્ષમણું તે નારદજીના મુખેથી પુત્રના સમાચાર સાંભળવા અધીરા બની ગયા હતા. નારદજીએ શ્રી સીમંધર ભગવાનના મુખેથી જે જે વાત સાંભળી હતી તે બધી કૃષ્ણ અને રૂકમણીને કહી સંભળાવી. બંનેને પ્રદ્યુમ્નકુમારના કુશળ સમાચાર સાંભળીને અત્યંત આનંદ થયે.
નારદજીએ કહ્યું – રમણ ! તારા લાડકવાયાને જોઈને આવ્યો છું. તારે નંદ ખૂબ તેજસ્વી છે. એનું લલાટ જોતાં મને લાગ્યું કે તે ભવિષ્યમાં મહાન