________________
શારદા ઉપર હતું. આજે ધનવાન તે ઘણું જોવામાં આવે છે પણ ધર્મવાન બહુ ઓછા જોવામાં આવે છે. કોડેની સંપત્તિ ઘણને ઘેર છે પણ ધર્મ કેટલાની પાસે છે ? આજે તે ધન વધતું ગયું ને ધર્મ ઘટતે ગયે. અરહનક વણિક આહંત આગમને અનુરાગી અને શ્રમને સેવક હતે. એ ધમષ્ઠ હતું. એટલે કે ધમષ્ઠ હતો ?
જીવ-અજીવ–પુણ્ય–પાપ-આશ્રવ–સંવર-નિર્જરા–બંધ-મેક્ષ વિગેરે નવતત્વનો જાણકાર હતા. જિનવચન પ્રત્યે તેને પૂર્ણ શ્રદ્ધા હતી. શ્રાવક કેવો હોય ? મહાર जीवा जीवे
दीर्घदर्शी विशेषज्ञ : कृतज्ञो लोकवल्लभ ।।
सलज्ज : सदय : सौम्य : परोपकृति कर्मठ ॥ ભગવાનને શ્રાવક દીર્ઘદર્શી–આગળ પાછળનો વિચાર કરીને કાર્ય કરે. આ સાચું છે કે આ બેઠું છે. આ કાર્યમાં મારું હિત છે અને આ કરવાથી અહિત છે. તેમ સમજનારે હેય. પછી લોકપ્રિય હોય. પિતાના સદાચાર–સત્ય–સેવા આદિ ગુણોથી જનતાને પ્રેમ સંપાદન કરે. કૃતજ્ઞ એટલે પિતાના ઉપર કેઈએ સહેજ ઉપકાર કર્યો હેય તેને ઉપકાર કદી ભૂલે નહિ. સમય આવ્યે તેને બદલો વાળવા તત્પર રહે. શ્રાવક લજજાવાન હેય. શ્રાવકપણમાં જે કાર્ય કરવા લાયક નથી તેવા અનુચિત કાર્યો કરવામાં લજજાવાન હોય. એટલે અનુચિત કાર્યો ના કરે. શ્રાવકના દિલમાં દયાના ઝરણું વહેતાં હોય. જ્યાં હિંસાનું કામ હોય ત્યાં તેને અરેરાટી છૂટે કે અરેરે.હું સંસારમાં રહ્યો છું તે પાપનું કાર્ય મારે કરવું પડે છે ને ? શ્રાવકની પ્રકૃત્તિ સૌમ્ય હેય. જ્યારે જુઓ ત્યારે સાચા શ્રાવકને મુખ ઉપર શાંતિ અને પ્રસનતા હોય પણ મુખ ઉપર તીવ્ર ક્રોધની રેખા ન હોય. પોપકાર કરવામાં તત્પર હોય અને બીજાની સેવા કરવાનો અવસર આવે ત્યારે પ્રેમથી સેવા કરે પણ સેવા કરવામાં પાછી પાની ન કરે.
આપણે અહંનક શ્રાવકની વાત કરવી છે. શ્રાવકને યોગ્ય બધા ગુણે અહંનકમાં હતા. પિતાના ગુણેથી તેમણે કપ્રિયતા મેળવી હતી. તમે બધા પણ શ્રાવક છે ને? તે તમારા જીવનમાં પણ આવા ગુણે છે કે નહિ તે તમે સમજી લેજે. પણ એક વાત નક્કી છે કે જે સાચા શ્રાવક બનવું હોય તે ઉપરોક્ત ગુણે તમારે પ્રગટ કરવા પડશે અહંનક શ્રમણોપાસક બધા વહેપારીઓમાં મુખ્ય હતું તેથી તેનું નામ આપવામાં આવ્યું છે. બીજા બધાને શ્રાવક નથી કહ્યા. કારણ કે જેટલા વહેપારીઓ હતા તે બધા શ્રાવકે ન હતા. એક દિવસ અરહનક પ્રમુખ બધા સાયત્રિક પિતવણિકે કેઈ સ્થળે એકઠા થયા અને તેઓએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો.
" सेयं खलु अम्हं गणिमं, धरिमं च मे च परिच्छेिज्जं च भंडगं गहाय लवण समुई पोतवहणेणं ओगाहित्तए।"