________________
૫૮
શારદા શિખર "एवं खलु सामी! अहं अन्नया कयाई तुभं दोच्चे णं मिहिलं रायहाणिगए तत्थणं मए कुंभगस्सरन्नो धूयाए पभावईए देवीए अत्तयाए मल्लीए संवच्छर पडिलेहणगंसि दिव्वे सिरिदामगंडे दिट्ठपुव्वे ।"
હે સ્વામીન ! એક વખત આપના દૂત તરીકે હું મિથિલા રાજધાનીમાં ગયે હતું. ત્યાં મેં કુંભક રાજા અને પ્રભાવંતીદેવીની અંગજાતક પુત્રી મલ્લીકુમારીના જન્મોત્સવ પ્રસંગે ખૂબ નવાઈ પમાડે તે શ્રીદામકાંડ જે હતો. | હે મહારાજા ! એ દામકાંડની શી વાત કરું? શું એની મનેહરતા! શું એની મહેંક ! એને ભપકે, એનો રંગ, અને એની રચના કેઈ અદૂભૂત હતી. મેં મલ્લીકુમારીના જન્મોત્સવ વખતે જે દામકાંડ લટકાવેલે જો હવે તે મારી નજર સમક્ષ દેખાય છે. તેની સુગંધ તે મારા નાકમાંથી હજુ જતી નથી. એ દામકાંડ અલૌકિક હતો. તેની સામે પદ્માવતીદેવીને આ શ્રીદામકાંડ લક્ષાંશ પણ નથી. એટલે સુગંધ કે સૌંદર્ય બંનેની દષ્ટિએ મલીકમારીના જન્મોત્સવ પ્રસંગના શ્રીદામકાંડની સામે આ પદ્માવતીદેવીને શ્રીદામકાંડ કાંઈ ન ગણાય.
સુબુદિ પ્રધાનના મુખેથી આ વાત સાંભળીને પ્રતિબુધ્ધિ રાજાના કાન ચમક્યા. હે પ્રધાનજી ! જેના જન્મોત્સવ વખતે આ મોટે શ્રીરામકાંડ કુંભક રાજાએ બનાવ્યું. હતો તે એ વિદેહ રાજપુત્રી કુમારી કેવી હશે ? તમે એ મલીકમારીને જોઈ છે ખરી? જે આત્મા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરીને આવેલો હોય, જેને જન્મોત્સવ ઉજવવા માટે ઈન્દ્રો અને છપ્પન કુમારીકા દેવીઓ આવી હોય તેના રૂપમાં ને ગુણમાં શું ખામી હોય ? પ્રતિબુધિ રાજાએ સુબુધ્ધિ પ્રધાનને પૂછયું કે તમે એ રાજકુમારીને જોઈ છે? તે કેવી છે? હવે પ્રધાન રાજા પાસે મલલીકુમારીના રૂપનું વર્ણન કરશે. આ પ્રતિબુધ્ધિ રાજાને તેની સાથે પૂર્વને સ્નેહ છે તે સ્નેહ કેવી રીતે જાગૃત થશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : “રાજાની માંગણી” : જેના શરીરમાં કામવર પેદા થયો તે મધુરાજા મંત્રીને કહે છે બટનરેશ તે ચાલ્યા ગયે. હવે ઈદુપ્રભા આપણા હાથમાં છે. હવે તેને મારી પાસે લઈ આવે તે મારા મનને શાંતિ વળે. ત્યારે મંત્રીએ કહ્યું. સાહેબ! જરા સૂર્યની તે શરમ રાખો. દિવસ પૂરા થવા દે. પણ હું તમને એક વાર તે જરૂર કહીશ કે આપ હજુ સમજી જાઓ. હજુ દૂધ ફાટી ગયું નથી. તમે જે રીતે રાખી છે તે રીતે તેનું સન્માન કરીને પાછી મોકલી દે. પરસ્ત્રીગમન કરવાથી બૂરા હવાલ થાય છે. તમારા હિત માટે કહું છું. પણ મધુરાજાની મતિ સુધરી નહિ. એને તે એક જ લગની લાગી છે કે જ્યારે રાત પડે ને ક્યારે ઈન્દુપ્રભા મને મળે.