________________
સાદા શિખર તમને એમ થાય કે આનાં પુત્ર, પત્ની બધા કેવા સદ્ગુણી છે ! માં એનું કહ્યું કરે છે. એનું કેટલું માન સાચવે છે ને મારું તે મારા ઘરમાં કે આવું માન સાચવતું નથી આમ કેમ ? તે વિચાર કરજે. આ કર્મની કરામત છે. આ જગતમાં કે રાજા તે કઈ રંક, કેઈ નિર્ધન તે કઈ ધનવાન, કેઈ રોગી તે કઈ નિરંગ, આ બધું કર્મના ઉદયથી છે. જીવ કર્મની જંજીરમાં જકડાઈ ગયા પછી તેને કર્મના ઈશારા પ્રમાણે ચાલવું પડે છે. દા.ત. તમે ટ્રેઈનમાં બેસી ગયા અને અધવચ્ચે તમને વિચાર આવે કે હવે સ્ટેશન આવતાં પહેલાં મારે આ ટ્રેઈનમાંથી ઉતરી જવું છે તે તમે નહિ ઉતરી શકે. બીજા સ્ટેશન સુધી તે તમારે જવું પડશે. એ જ બીજો દાખલૈ. તમે પ્લેનમાં બેઠા. પ્લેન ઉડવા લાગ્યું. પછી તમને એમ થાય કે મને હવે પ્લેનમાં ગમતું નથી. મારે ઉતરી જવું છે. તે ત્યાં તમારું નહિ ચાલે. સમજાયું ! પ્લેન તમે પસંદ કર્યું. ટિકિટના પૈસા ખર્ચા પણ તેમાં બેઠા પછી એને આધીન બનીને રહેવું પડશે. જ્યારે તેનું સ્ટેશન આવશે ત્યારે ઉતરાશે.
બંધુઓ! અહીં આપણે એ વાત સમજવાની છે કે આપણે આત્મા પણ કર્મરૂપી વાહનને આધીન બની ગયા છે. એટલે તે કર્મરૂપી વાહનમાં બેસી ગયો છે. તેથી તેને કર્મ પ્રમાણે ઉયન કરવું પડે છે. તમે કહેશે કે મારે આમ નહિ ચાલે તે ત્યાં કાંઈ ચાલશે નહિ. તમારે કર્મરાજાના કહ્યા પ્રમાણે ચાલવું પડશે. આઠ કર્મોની પ્રકૃતિએ ભિન્ન ભિન્ન છે અને તેની પરિણતિએ પણ ભિન્ન ભિન્ન છે. અને તે પરિણતિઓ પ્રમાણે જીવનનાવ ચાલે છે. આ કર્મવાદ ને બરાબર સમજાઈ જાય તે આત્મા કેણે બનાવ્યું. પહેલાં કે હતું, જ્યારે થયે વિગેરે પ્રશ્નો તમને નહિ થાય ને આત્માના અસ્તિત્વને અનુભવ થશે. આખું જગત કર્મની અસર પ્રમાણે કામ કરે છે. આત્મા જેમ જેમ કર્મના ભારથી ભારે બને છે તેમ તેમ વધારે સંસારમાં પરિભ્રમણ કરે છે. અને જેમ જેમ કર્મોને ખપાવે છે તેમ તેમ તે હળવે બનતો જાય છે.
મનુષ્યભવ એ કર્મોના બંધનથી મુક્ત બનવાનું સ્થાન છે. જે માનવ જમ્બર સમ્યફ પુરૂષાર્થ ઉપાડે તે વહેલે મોક્ષે જાય છે ને મંદ પુરૂષાર્થ કરે છે. લાંબા સમયે મોક્ષે જાય છે. જેમ કેઈ સીંદરીને બાળવી છે પણ તેને એક છેડેથી સળગાવશે તે ધીમે ધીમે બળશે ને જે તેને ગુંચળું વાળીને અગ્નિમાં નાંખશે તે જહદી બળી જશે. કેઈના માથે લાખ રૂપિયાનું દેવું હોય ને તે મહિને ૧૦૦) રૂ. ભરે તો તેને દેવામાંથી મુક્ત થવા માટે વધારે સમય લાગે. અને વધારે પૈસા ભરે તે જહદી દેવું ચૂકવાઈ જાય. આ રીતે કર્મનું છે. આપણા માથે અનંતકાળથી કર્મના દેવાં પડેલા છે તેને ભરપાઈ કરવા માટે એક સામાયિક કરે. કયારેક ઉપવાસ, આયંબીલ અને