SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ક્રિખર જ્યાં એક છે ત્યાં ખખડાટ નથી. રાણીઓનાં કંકણને અવાજ સાંભળીને નમીરાજ પૂછે છે આટલે બધો અવાજ શેને થાય છે? ત્યારે પ્રધાને કહ્યું- મહારાજા ! આપના શરીર વિલેપન કરવા માટે રાણીએ ચંદન ઘસે છે. તેમના હાથના કંકણને અવાજ આવે છે. ત્યારે નબીરાજે કહ્યું- મારાથી આ અવાજ સહન થતો નથી. તેથી પ્રધાને રાણીઓનાં હાથે સૌભાગ્યના ચિન્હ પૂરતું એકેક કંકણ રખાવી બધા ઉતરાવી નાંખ્યા એટલે ખખડાટ બંધ થઈ ગયે. એક વખત નમીરાના પિતાની રાણીઓનાં હાથે રહેલાં, કંકણને રણકાર અને પગમાં પહેરેલાં ઝાંઝરનો ઝણકાર સાંભળી સુગ્ધ બનતા હતા. અહે! કે મધુર અવાજ આવે છે ! એમાં આનંદ આવતું હતું પણ શરીરમાં રોગ આવતાં સુખકારી અવાજ દુઃખકારી બની ગયે. અવાજ બંધ થયું એટલે નમીરાજે પૂછયું કે શું ચંદન ઘસવાનું કામ બંધ થઈ ગયું ? ત્યારે પ્રધાને કહ્યું- ના સાહેબ! કામ તે ચાલુ જ છે. પણ એકેક કંકણ રાખી બીજા કંકણુ ઉતરાવી નાંખ્યા એટલે અવાજ આવતે બંધ થયો. આ સાંભળીને નમીરાજે કહ્યું–અહો! એક છે ત્યાં કેવી શાંતિ છે ! બે છે ત્યાં બગાડ છે. આ નિમિત્ત મળતાં નમીરાજ એકત્વ ભાવના ઉપર ચઢયા. અહો! એકમાં આનંદ છે. “રાય મg” આ સંસારમાં પ્રત્યેક પ્રાણી એકલે જન્મ લે છે ને એક મરે છે. અને“g a gવપુલોદ તુર” પોતે કરેલા કુકર્મનું ફળ દુઃખ એક ભોગવે છે. “g કદમણિ ન મે મરિય , ચાદમવિ કરતા ” હું એક છું. આ જગતમાં મારું કઈ નથી અને હું પણ કેઈને નથી. “grો સારો મા મારો આત્મા એક શાશ્વત છે. બાકીના બધા પુદ્ગલે અશાશ્વત છે. રાણીઓના કંકણુના અવાજનું નિમિત્ત મળતાં નમી રાજાનું ઉપાદાન જાગ્યું ને એકત્વ ભાવનાં ભાવતાં વૈરાગ્ય આવ્યે ને દીક્ષા લીધી. પદમાવતીદેવીને નાગ મહોત્સવ ઉજવવાનો હર્ષ છે. એને ઘેર જાણે લગ્ન પ્રસંગ ન હોય ! તે આનંદ છે. હર્ષઘેલી બનેલી પદ્માવતીએ કૌટુંબિક પુરૂષોને કહ્યું કે તમે સુગંધી પદાર્થો નાંખેલા સુગંધિત જળ વડે આખા નગરમાં ને બહાર છંટકાવ કરાવો કે જેથી ચારે તરફ સુગંધ-સુગંધ ફેલાય. આખા નગરનું વાતાવરણ સુગંધમય બની જાય. આવી આજ્ઞા કર્યા પછી કૌટુંબિક પુરૂષોએ આ પ્રમાણે કરીને રાણીને કહ્યું હે માતા ! આપની આજ્ઞા પ્રમાણે બધું કાર્ય પૂરું થયું છે. तए णं सा पउमावई देवी दोच्चंपि कोडुंबिय खिप्पामेव लहकरण जुत्ता० जावजुत्तामेव उवठ्ठावेह तए णं तेविं तहेव उवहावेह । ત્યારબાદ પદ્માવતી દેવીએ બીજી વાર કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા, અને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે સત્વરે શીધ્ર ગતિવાળો બળદ જોતરીને એક
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy