________________
શારદા શિખર પ્રત્યક્ષ તેમનાં ગુણોથી જાણી લીધું કે આ મારી પુત્રી કેવી ગુણવાન છે! મલ્લીકુમારી માતાપિતાને અત્યંત વહાલા છે. ખૂબ સુખપૂર્વક દિવસે જતાં તે મલીકુમારી યુવાન થયા. તે ત્રણ જ્ઞાન દેવલોકમાંથી સાથે લઈને આવેલા છે. તેમના જ્ઞાનથી તેઓ હવે શું જોશે ને શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત શ્રી સીમંધરસ્વામી નારદઋષિને કહે છે તે વાત આપણે ચાલી રહી છે.
જુઓ, સત્સંગનો મહિમા કે છે! બંને ભાઈઓ સંતના દર્શન કરવા ગયા તે આ વાત જાણવા મળી. પૂર્વના સ્નેહને કારણે તે ચંડાલ અને કૂતરીનું પ્રેમથી પાલન પિષણ કરતું હતું અને પેલા બંને ભાઈઓને પૂર્વના માતા-પિતાની આ દશા જેઈને ખૂબ દુઃખ થાય છે તેથી તે બંને ભાઈઓ તેમનું ભાવિ સુધારવા પ્રયત્ન કરે છે.
મણિભદ્ર ઔર પૂર્ણભદ્ર ચલ, સુની સ્વપાલ પે આયે, ગુરૂ દત્તોપદેશ દેને કે, ભિન્ન ભિન્ન કર સમજાય -શ્રોતા.
ગુરૂની પાસે તેમણે ઉપદેશ સાંભળે હતે છતાં તેની વિસ્મૃતિ ન થાય તે માટે બંને ભાઈએ અવારનવાર તેની પાસે જઈને ગુરૂના ઉપદેશનું વારંવાર સ્મરણ કરાવવા લાગ્યા. તેથી ચંડાલ અને કૂતરીને જૈન ધર્મ પ્રત્યે દઢ શ્રદધા થઈ અને તેમણે ભાવપૂર્વક આરાધના કરી. - ચાંડાલ દેવ બન્યો અને કૂતરી કુંવરી બની - જ્યારે આ બંને ધર્મ પામ્યા ત્યારે ચંડાલનું આયુષ્ય એક મહિનાનું બાકી હતું ને કૂતરીનું આયુષ્ય સાત દિવસનું બાકી હતું. સાત દિવસ શ્રધ્ધાપૂર્વક દુર્ગતિ વિનાશક ધર્મની આરાધના કરીને કૂતરી તે નગરના રાજાની પુત્રીપણે ઉત્પન થઈ. અને કૂકર્મનું આચરણ કરનાર ચાંડાલે એક મહિના સુધી ભાવપૂર્વક ૧૨ વ્રતની આરાધના કરી. તેના પ્રભાવથી અંતિમ સમયે અનશન કરીને પહેલા દેવલોકમાં પાંચ પલ્યોપમની સ્થિતિવાળે મહર્થિકદેવ થશે. ત્યાં દેવલોકમાં બત્રીસ પ્રકારના નાટકના ધમકારા ચાલે. છે ને દેવીઓ તેને ખમ્મા ખમ્મા કરે છે. આવા ઉત્તમ પ્રકારનાં મહાન સુખે લેંગવે છે, અને અહીં કૂતરી રાજાને ત્યાં પુત્રીપણે જન્મીને ખમ્મા ખમ્મા થાય છે.
દેવાનુપ્રિયે! ધર્મને પ્રભાવ તે જુઓ, છેડે સમય ધર્મની આરાધના કરી તેના પ્રભાવે પાપીમાં પાપી ચંડાળ જેને અહીં કોઈ પૂછતું પણ ન હતું. ખાવાના સાંસા હતા તે ચંડાલ દેવલોકનાં મહાન સુખ ભોગવવા લાગે અને ઘેર ઘેર ભટકીને રોટલાનાં બટકાં ખાનારી કૂતરી રાજાને ત્યાં કુંવરી બની. તેમાં પણ આ રાજાને એક પણ સંતાન ન હતું. આ પહેલવહેલી પુત્રીપણે જમી હતી એટલે રાજા રાણને હર્ષનો પાર ન હતો. ચંદ્રની કળાની માફક કુંવરી દિનપ્રતિદિન મેઢી થવા