SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શારા શિખર ઉત્તરે ? તમારે સ્ટેશને જવું છે, કઈ વાહન ના મળ્યું તેથી ચાલીને જવું પડ્યું. ચાલતાં ચાલતાં થાકી જાવ ત્યારે મનમાં થાય ને કે કયારે સ્ટેશન આવે ? આ બધા વિચાર આવે છે પણ કદી વિચાર થાય છે કે હવે હું ભવ ભ્રમણથી થાક્યો છું તે હે ભગવાન! હવે મોક્ષનું સ્ટેશન ક્યારે મળશે ? - અજ્ઞાની જીવને સંસારના સુખને રાગ અને વિષય રાગ છૂટો ઘણે મુશ્કેલ છે. એને મનગમતા સુખ અને વિષે મળે ત્યારે તેમાં ઓતપ્રેત બની જાય છે. પછી એને એ કડવા ઝેર લાગે ક્યાંથી ? વિષયભોગ કડવાને બદલે પ્રિય લાગવાનું કારણ મિથ્યાદર્શન છે. તે અસત્ વસ્તુને સત્ માનવાની પ્રેરણા આપે છે. મિથ્યાદર્શન એ આત્માને અવગુણ છે. અને સમ્યક્દર્શન એ આત્માનો ગુણ છે. સમ્યક્દર્શનને અટકાવનાર મિથ્યાત્વ મેહનીય છે. મિથ્યાત્વ મોહનીય જીવને સાચાને સાચું માનવા દેતે નથી. મિથ્યાત્વ મેહનીયના ઉદયથી જીવ સાચાને ખોટું માને છે. અને ખોટાને સાચું માને છે. હેય ઉપાદેય લાગે છે ને ઉપાદેય હેય લાગે છે. જેને સર્વ ભગવાનનું શાસન નથી મળ્યું તેને સર્વસના બતાવેલા માર્ગ ઉપર શ્રદ્ધા ન થાય અને અસર્વજ્ઞના કહેલા કલ્પિત તત્ત્વ કે જે ખરેખર અતત્વ રૂપ છે એને બંધ મળવાથી એની શ્રધ્ધા થાય છે. એને એ તત્વ સાચા છે એમ લાગે છે. આ બધું મિથ્યાત્વ મોહનીય કર્મના કારણે થાય છે. અન્ય દર્શનમાં ભતૃહરિ, પતંજલીની વાત આવે છે. જૈનદર્શનમાં તામલી તાપસની વાત આવે છે. આ બધા વૈરાગ્ય રંગે રંગાઈ ઘરબાર, વૈભવ વિલાસ, તથા સંસારના સુખે છેડી વનવાસી બન્યા હતા. તેમના ધર્મના નિયમ પ્રમાણે કિયા કરતા હતા પણ સર્વજ્ઞ ભગવાનનું અનુપમ દર્શન હેતું મળ્યું. તેથી સમ્યકતત્વ નહિ મળવાથી સમ્યગદર્શન પામ્યા ન હતા. પરંતુ તે બધાએ વિષયરાગ એટલે બધે દબાવેલ હતું કે એમને દેવકના સુખની પણ ઝંખના નહિ. - તે તામલ તાપસને ભવનપતિના દેવ-દેવીઓએ પિતાના ઈન્દ્ર થવા માટે નિયા કરવા માટે ઘણું ઘણું કહ્યું, કાલાવાલા કર્યા છતાં તામલિ તાપસે નિયાણું ન કર્યું. તેથી ત્યાંથી કાળ કરીને ઈશાન દેવકને ઈન્દ્ર થયે. ને ત્યાં જલદી સમ્યગદર્શન પ્રાપ્ત થયું. વિષયરોગને દબાવી તેમને વૈરાગ્ય સતેજ થયું હતું તે બીજા ભવે મિથ્યાત્વ દૂર થઈ સમ્યકત્વ પ્રાપ્ત થતાં વાર ન લાગી. બંધુઓ ! આજે વીતરાગ પ્રભુનું ધર્મશાસન મળ્યું છે છતાં જીવ સમ્યગ્દર્શન પામે છે ખરે? અને જો પામે છે તે એ બરાબર ટકી રહ્યું છે ખરું? તેનો આપણે દાવો કરી શકીએ છીએ ખરા? અનંતાનુબંધી ચેકડી, સમ્યકત્વ. મોહનીય મિષાવ મેહનીય અને મિશ્ર મેહનીય એ ૭ પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે પલ્મ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy