________________
વારતા શિખર
પહ ટૂંકમાં પિતાના સુખ ખાતર ગાંગેયકુમારે ભીષણ પ્રતિજ્ઞા કરી. જેથી તેઓ ભીષ્મ પિતામહ કહેવાયા. આ સંસ્કાર પુત્રમાં કયાંથી આવ્યા ? કહેવત છે ને કે કૂવામાં હોય તે હવાડામાં આવે. તેમ આ સંસ્કારી માતાને પ્રતાપ છે.
પ્રભાવતી રાણી ગર્ભ ધારણ કરતા ધર્મારાધનામાં સમય પસાર કરતા, ગર્ભના ત્રણ મહિના પૂરા થતાં એ દેહદ થયે કે તે માતાએ ધન્ય છે કે જેઓ જળ અને સ્થળમાં ઉત્પન્ન થએલા અને ખીલેલાં પાંચ વર્ણનાં ઘણાં પ્રમાણમાં એકઠાં કરેલા પુષ્પના થરથી ઢંકાયેલી. શૈયા પર બેસે છે અને તેના પર સુખેથી શયન કરે છે? ગુલાબ, મલ્લિકા, ચંપક, અશોક, પુનાગ, નાગ, મરુ, દમનક, સુંદર કુકનાં પુષે પુષ્કળ પ્રમાણમાં છેજેને સ્પર્શ અત્યંત સુખદાયી અને જે દષ્ટીને આનંદ આપનાર છે અને તૃપ્તિ કરનાર સુંગધી ગુણવાળાં પુદ્ગલેને જે ફેલાવી રહ્યા છે, એવા અદ્વિતીય, સર્વોત્તમ, શ્રીદામ કાંડની (સુંદર માળાઓ ને સમુહ) સુવાસ અનુભવતી પિતાના ગર્ભ મને રથની (દેહદની) પૂર્તિ કરે છે. તે માતાએ ખરેખર ધન્ય છે. હવે સૂત્રકાર શું કહે છે
"तीसे पभावतीए देवीए इमेयास्वं दोहिलं पाउब्भूयं पासित्ता अहासन्निहिया वाणमंतरा देवा खिप्पामेव जल थलय ० जाव दसध्धवन्नं मल्लं कुंभगस्सो य'भारग्गसोय कुंभगरस्स रन्नो भवणंसि सांहरंति ।"
પ્રભાવંતીદેવીને આ દેહદ ઉત્પન થયે છે એવું જાણી તેમની પાસે રહેનારા વાણવ્યંતર દેવેએ તરત જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પાંચ વર્ણનાં પુષ્પોને કુંભ પરિમાણમાં અને ભાર પરિમાણમાં કુંભક રાજાના ભવન ઉપર લાવીને મૂકી દીધા. તીર્થકર દેવને કે પ્રભાવ છે ! તીર્થંકરની સેવામાં દેવે હાજર રહે છે. હવે પ્રભાવંતી દેવી તેમને દેહદ કેવી રીતે પૂરે કરશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ અધ્યા નગરીની બહાર ઉદ્યાનમાં મહેન્દ્રમુનિ નામના મોટા જ્ઞાની મુનિરાજ પધાર્યા છે. રાજા-રાણી, શેઠ-શેઠાણી બધા તેમની વાણી સાંભળવા માટે આવ્યા છે. વાણી સાંભળ્યા પછી રાજાએ પ્રશ્ન પૂછયા હતાં કે કર્મ કેવી રીતે બંધાય છે ને કેવી રીતે વૃદ્ધિ પામે છે? તથા કર્મો ક્ષય કેવી રીતે થાય છે? ત્યારે મુનિરાજે કહ્યું કે હે રાજન ! આ જગતમાં જીવને કર્મબંધનનાં પાંચ કારણે છે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને ગ. આ પાંચ કારણથી છવ કર્મ બાંધે છે. તીવ્ર પરિણામથી નિબિડ કર્મ બંધાય છે. મિથ્યાત્વથી કર્મ લાંબા સમય ટકી રહે છે. ને સમ્યક્ત્વથી કર્મને ક્ષય થાય છે. આ પ્રમાણે કર્મની પ્રકૃત્તિઓનું મુનિએ વિસ્તારપૂર્વક વર્ણન કરીને કર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્યારપછી દશ વિધ યતિ ધર્મનું અને શ્રાવકના બાર વ્રતનું સ્વરૂપ સમજાવીને ઉપદેશ આપે કે જે પુણ્યવંત જીવને