________________
ચાર શિખર
૫૮૫ રાજાએ ગંગાદેવીને પૂછયું–હે પ્રિયા ! આ અલૌકિક સૌંદર્યવાન આપણું પુત્રને હજુ મૂછને દેરે પણ ફૂટ નથી, હજુ તે પૂરે યુવાન થયેલ નથી તે પહેલાં તેનામાં આવું પરાક્રમ ક્યાંથી આવ્યું ? એ જોઈને મને તે આશ્ચર્ય થાય છે. વળી તે આ વનમાં ક્યાંથી આવે? આ પરાક્રમી કેવી રીતે થયું ? ને તેં તેનું પાલન કેવી રીતે કર્યું? તે મને કહે. ત્યારે ગંગાદેવીએ કહ્યું–હે રાજન ! સાંભળો. જ્યારે તમે મારા વચનને ભંગ કરીને શિકાર ખેલવા ગયા ત્યારે હું એને લઈને મારા પિતાને ઘેર આવી. ત્યારથી પાંચ વર્ષ સુધી તો એ વિદ્યાધરેના ખોળામાં રમ્યો છે. પછી પવનવેગ નામના એના મામા છે તે સમગ્ર વિદ્યાઓમાં કુશળ છે. તે એને વિદ્યા ભણાવવા લાગ્યા. તેની બુધ્ધિ અતિ તીવ્ર હોવાથી થોડા દિવસમાં તે સંપૂર્ણ - શાસ્ત્રો ભર્યો. તેમાં ધનુવિધા તો એવી ભયે કે એના ગુરૂ જે પવનવેગ છે તે પણ આશ્ચર્ય પામી ગયા. એણે એવો તો અભ્યાસ કર્યો કે બધા વિદ્યારે તેની પાસે તૃણ જેવા દેખાવા લાગ્યા. એ મારા પિતાને ઘેર આનંદ વિનોદ કરતો રહેવા લાગ્યો. સમય જતાં બળ તથા વિદ્યાના મદથી ઉધત થઈને એના મામા અને કુટુંબીજને સાથે તે લડાઈ કરવા લાગ્યું. એના આવા તોફાનને લીધે રખેને કઈ મહેણું મારે કે આ કેન કરે છે કે તે બધાને હેરાન કરે છે. આવા ભયથી મેં પિયરમાં રહેવાનું પસંદ ન કર્યું અને આ કજીયાખોર છોકરાને લઈને જ્યાં આપની સાથે મારું લગ્ન થયું હતું ત્યાં આવીને રહી છું. ને જિનેશ્વર પ્રભુનું સ્મરણ કરું છું. આ જંગલમાં પુત્રને ચારણ મુનિઓને ભેટે થતાં તેમની પાસે ધર્મ સાંભળીને તે દયા ધર્મનું પાલન કરવા લાગ્યું, ને કેઈ નિરપરાધી પ્રાણીઓનો વધ કરે નહિ તેવી પ્રતિજ્ઞા કરી અને આ અઠ્ઠાવીસ ગાઉનું વન બનાવી તેમાં નિરપરાધી પ્રાણીઓનું રક્ષણ કરવા લાગ્યો છે. ગાંગેયના ભયથી કોઈ પણ શિકારી આ જંગલમાં આવી શકતો નથી. વનમાં વાઘ, સિંહ આદિ હિંસક પ્રાણીઓ તથા ગાય-ભેંસ આદિ અહિંસક પશુઓ વસે છે, પણ એવું અહિંસામય વાતાવરણ બની ગયું છે કે આ હિંસક અને અહિંસક પશુઓ એકબીજાના જન્મજાત વૈરને ભૂલીને મિત્રની જેમ રહે છે. કેઈ કેઈને મારતું નથી.
મા દીકરાને રાજ્યમાં આવવાની રાજાની વિનંતી" -ગંગાદેવીના મુખેથી આ વાત સાંભળીને રાજાને ખૂબ આનંદ થયો ને રાજાએ ગંગાદેવીની માફી માંગીને કહ્યું-દેવી! હવે હું કદી શિકાર નહિ કરું. તું આ પુત્રને લઈને મારી સાથે ચાલ. ત્યારે ગંગાદેવીએ કહ્યું–હે સ્વામીનાથ ! હવે તે મારું મન ધર્મના રંગે રંગાઈ ગયું છે. મને હવે સંસારના સુખની તૃષ્ણ નથી. મારે તે હવે ધર્મમય જીવન ગાળવું છે. માટે હું તે નહિ આવું. પણ આ તમારા પુત્રને લઈ જાઓ અને સુખેથી રાજ્ય કરે. આમ કહી પોતાના પુત્ર સામું જોઈને બેલી-બેટા ! હવે તું તારા પિતાની