SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૫૮૭ એક દિવસ એક પારધી રાજા પાસે આવીને કહેવા લાગ્યું કે હે મહારાજા ! નદી કિનારાની પાસે એક સુંદર વન છે. ત્યાં શિકાર કરવા ગ્ય અનેક મૃગલાએ રહેલા છે, ત્યાં જે જાય છે તેનું મન પ્રસન્ન થઈ જાય છે. માટે આપ ત્યાં શિકાર ખેલવા માટે જાઓ તે તમે દુઃખને ભૂલી જશે ને તમને આનંદ આવશે. તેથી પાછું રાજાનું મન શિકાર કરવા માટે ઉત્સુક બન્યું અને ઘણાં માણસો સાથે રાજા શિકાર ખેલવા માટે વનમાં આવ્યા. અને તેમણે ચારે બાજુથી પાશ નાંખીને વનને ઘેરી લીધું, ને ધનુષ્યનો ટંકાર કરવા લાગ્યા. આથી વનમાં વિચરતા નિર્દોષ મૃગલાઓ ભયભીત બનીને દેડવા લાગ્યા. સસલાએ પિતાના પ્રાણનું રક્ષણ કરવા માટે સંતાવાની જગ્યા શોધવા લાગ્યા. મેટા મેટા હાથીઓ પણ ભયથી ચીસો પાડવા લાગ્યા. આ રીતે શાંત વનનું વાતાવરણ ભયભીત બની ગયું ને વનમાં ખળભળાટ મચી ગયે. આ સમયે એક દિશામાંથી બુલંદ અવાજ આવ્યું કે હે રાજન! આ નિર્દોષ પશુઓની હત્યા કરવામાં તને શું આનંદ આવે છે ? તને આ કાર્ય કરવું શેભતું નથી. માટે આ કાર્ય કરવું છેડી દે. જે દિશા તરફથી અવાજ આવતું હતું તે તરફ રાજાએ દષ્ટિ કરી તે ધનુષ્ય બાણ ધારણ કરેલાં અને સાક્ષાત કામદેવ સમાન ભતાં એક તેજસ્વી તરૂણ પુરૂષને જો. “શિકાર સામે કરેલો પડકાર” : આ યુવાનને જોઈને રાજાએ કહ્યું કે વનમાં વિચરતા પશુએ શિકાર કરવા ચોગ્ય છે. હું તેમને શિકાર કરું છું તેમાં તેને શું વાંધો છે? તું મને શા માટે અટકાવે છે ? ત્યારે તે યુવાને કહ્યું–હે મહારાજા ! આ વન નિર્ભય છે. આવા નિર્દોષ પ્રાણીઓનું તમારે રક્ષણ કરવું જોઈએ. બધાને જીવવું ગમે છે. ત્યારે રાજાએ કહ્યું- હે બાળક! શિકાર કરવામાં તારે આ ખોટે બકવાદ છે. શિકાર તે સર્વ ક્ષત્રિઓને પ્રિય હોય છે, ને તેમાં કેટલે આનંદ આવે છે તેની તને શી ખબર પડે? માટે તું તારે બકવાદ છેડીને મારામાં શિકાર કરવાની કેવી ચતુરાઈ છે તે તું જે. રાજાના શબ્દો સાંભળીને પેલા યુવાનને ક્રોધ આવ્યા ને બેલી ઉઠ હે રાજા ! તને તારી ધનુર્વિદ્યાને ખૂબ ગર્વ છે. પણ જો તારે શિકાર કરી હોય તે બીજા કેઈ સ્થળે ચાલ્યા જા. હે નિર્દય ! તને ધિક્કાર છે. ધનુર્ધારી થઈને બિચારા આ નિરપરાધી પ્રાણીઓને મારવા તે તે વ્યાનું કામ છે. તે તને કરતાં શરમ નથી આવતી? તું આ વનના જીવેને ભેદવા આવ્યો છું પણ તેનું ફળ હમણાં તને ચખાડું છું. એમ કહીને બાણ માર્યું જેથી રાજાનાં રથની ધ્વજા ભેદીને નીચે નાંખી દીધી. બીજું બારું સ્વપ્નમહ મંત્રને પ્રવેગ કરીને રાજાના સાથીને માણ્યું તેના મારથી તે મૂછિત થઈને પડયે. કેટલાયે માણસે ઘાયલ થયા. આથી રાજાને ખૂબ ક્રોધ આવે ને લાલચોળ આંખો કરીને તે યુવાન ઉપર અગણિત બની વર્ષા વરસાવી. તે બધા બાણને જેમ પવન વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખે તેમ આ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy