________________
પk
શારદા શિખર દિશામાંથી આવી હતી તે દિશામાં ચાલી ગઈ. પરંતુ રાજા-રાણી બેસી રહ્યા. દેશના સાંભળ્યા પછી મનમાં ઉઠેલા પ્રશ્નો મુનિને પૂછે છે-અહે હે ભગવંત! આ જીવ અનંતકાળથી રખડે છે શા માટે? જીવ પરિતસંસારી બની મેક્ષમાં વહેલું કેવી રીતે જાય? કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે ને કેવી રીતે વૃદ્ધિ થાય છે? તથા કર્મને ક્ષય કેવી રીતે થાય છે? વિગેરે પ્રશ્નો પૂછયા. હવે મુનિ રાજાને આ પ્રશ્નોના શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા સુદ ૮ ને બુધવાર
તા. ૧-૯-૭૬ : અનંત કરૂણાના સાગર, વીતરાગ પ્રભુએ કર્મની જાળમાં વીંટળાયેલા આત્માઓ ઉપર અનુકંપ લાવીને અમૃતવાણીને અખલિત પ્રવાહ વહેવડાવતાં કહ્યું કે હે ભવ્ય ! મહાન પુદયે તમને દેને પણ દુર્લભ એ માનવભવ મળે છે. તેમાં દરેક આત્માઓએ જાગૃત બનવાની જરૂર છે.
આપણે જે અધિકાર ચાલે છે તેમાં સ્વપ્ન પાઠકેએ કુંભરાજા પાસે સ્વપ્નનાં ફળની રજુઆત કરી. સ્વપ્નના ફળ સાંભળી રાજા-રાણી ખૂબ આનંદ પામ્યા. તેમજ આખી મિથિલા નગરીમાં સર્વત્ર અલૌકિક આનંદ અને શાંતિ છવાઈ ગઈ. રાજ્યના ભંડારમાં ધનની વૃધ્ધિ થઈ અનની વૃધ્ધિ થઈ. ઉદાસીન બનેલા મનુષ્યોનાં હદય આનંદથી પુલક્તિ બની ગયા. જ્યારે તીર્થંકર પ્રભુનો આત્મા દેવલોકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે મતિ-શ્રુત-અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને આવે છે. અને પૃથ્વી ઉપર પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય છે. મહાન પુરૂષ માતાના ગર્ભમાં હેય પણ તેમના પુણ્યને પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે. જેમ સૂર્યને ઉદય થતાં પહેલાં પૃથ્વી ઉપરથી અંધકાર નષ્ટ થાય છે. પછી સૂર્યને ઉદય થાય છે. તેમ તીર્થંકર પ્રભુને જન્મ થતાં પહેલાં પૃથ્વી ઉપર સુખ-શાંતિ અને પ્રકાશ પથરાય છે. તીર્થકર ભગવંતેની અથાગ પુનાઈ હોય છે.
પુણ્યવંતી પ્રભાવંતી માતાની કક્ષામાં પુણ્યવાન છવ આવ્યું છે. માતા ગર્ભનું ખૂબ સાવધાનીપૂર્વક પાલન કરે છે. દરેક કાર્યમાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. માતા જેવા વિચારે કરે છે તેવી અસર ગર્ભના જીવ ઉપર પડે છે. કહ્યું છે કે માતા સંતાનનું જે ઘડતર કરી શકે છે તે સે શિક્ષક નથી કરી શકતા. ભારત દેશમાં પવિત્ર માતાઓ થઈ છે ને તેમણે પુત્રના ઘડતર કેવા ઘડયા છે ! જેને તમે ભીષ્મ પિતામહ તરીકે ઓળખે છે તે ગંગાદેવીના પુત્ર હતા. તે માતા કેવી પવિત્ર હતી ?