________________
પ૭૪
શારદા શિખર સહેજ પણ ઓછું આવવા દેતું નથી. શેઠાણ પણ તેને પુત્રની માફક રાખે છે. ઘરનું કામકાજ ગુરખે સંભાળે છે ને પેઢી પર મુનિજી સંભાળે છે. બંને બરાબર કામ કરે છે. આમ કરતાં શેઠને દીકરો પ્રવીણ ચૌદ વર્ષનો થયો. માણસનું મન ગમે તેટલું સારું હોય પણ ધનની મમતા ક્યારે કેવી બુધ્ધિ કરાવે છે તેની ખબર પડતી નથી. ગુરખ તે ખૂબ ધર્મ પામેલ હતું તેથી તેને ધનની મમતા થતી નથી. જે એ ધારત તે ઘણું ધન લૂંટી શકત કારણ કે શેઠની તિજોરીની તમામ ચાવીઓ તેના હાથમાં હતી. એ ગમે તેટલું લઈ જાય તે પણ કેઈ ને ખબર પડવાની ન હતી. પણ તેની નીતિ ખૂબ ચેખી હતી. પરંતુ મુનિમની દાનત બગડી. તેણે એક દિવસ ગુરખાને પિતાની પાસે બેલાવીને કહ્યું–હે ગુરખા ! હું તને એક વાત કરું પણ તારે કદી કોઈને વાત કરવાની નહિ. તે હું કહું. ગુરખાના મનમાં એમ કે એ બીજી વાત શું કરશે ? એમ માનીને કહ્યું. તમે કહે હું કેઈને નહિ કહું. ત્યારે મુનિએ કહ્યું કે જે, તું શેઠના ઘરની મિલ્કત જાણે છે કે હું પિઢીની મિલ્કત જાણું છું. જે તું માને આપણે પ્રવીણને ખતમ કરી નાખીએ અને શેઠની બધી મિલ્કતના આપણે માલીક બની જઈએ. તેમાં આઠ આની તારે ભાગ ને મારો આઠ આની. સમજાણું? ધનની મૂછ કેવા પાપ કરાવે છે ! આવા પાપ કરનારની કેવી દશા થાય છે તે આ દૃષ્ટાંત ઉપરથી તમે સમજી શકશે. કહ્યું છે કે શરીર વૃદ્ધ થાય છે પણ તૃષ્ણા વૃધ થતી નથી.
जीर्यन्ते जीर्यता केशा, दन्ता जीर्यन्ति जीयत ।
जीर्यतश्चक्षुषी श्रोत्रे, तृष्णैका तरुणायते ॥ માણસ જ્યારે વૃધ્ધ થાય છે ત્યારે તેને દાંતને, વાળને, આંખ, કાન વિગેરે ઈન્દ્રિઓને ઘડપણ આવે છે પણ એક તૃષ્ણાને ઘડપણ આવતું નથી. એ તે જ્યારે જુએ ત્યારે તરૂણ-યુવાન હોય છે.
ધન દેખી નિમની બુદ્ધિ બગડી : આ રીતે પેલા મુનિમની તૃષ્ણ તરૂણ બની તેથી તેણે પ્રવીણને મારીને શેઠની મીક્ત પચાવી પાડવાની ગુરખાને વાત કરી. ગુરખે મુનિમ જે ન હતું. મુનિમની વાત સાંભળીને તેને ક્રોધ આવ્યો. તેણે કહ્યું-મુનિમજી ! તમે આ શું બોલી રહ્યા છે? જે શેઠે આપણું ઉપર વિશ્વાસ મૂકી વહાણ તરાવ્યા. જેમને આપણું ઉપર મહાન ઉપકાર છે. શેઠે આપણને ઘણું આપ્યું છે. તે આપણું મહાન ઉપકારી છે. તેમના મૂળ ઉખેડવા તમે તૈયાર થયાં છે? શું આ તમને શોભે છે? તમે નશ્વર નાણાં માટે શેઠના લાડકવાયા પુત્રનું ખૂન કરવા તૈિયાર થયા છે? જરા વિચાર કરે. આવા કાળા કૃત્ય કરીને ક્યાં જશે? ને સાથે શું લઈ જશે? શેઠની પાસે કરડેની સંપત્તિ હતી પણ સાથે શું લઈ ગયા? એ