SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શારદા શિખર માટે જે દિવસની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો. આજના દિવસને આપણે સંવત્સરીને દિવસ કહીએ છીએ. આ પવિત્ર દિન વર્ષમાં એક વખત આવે છે. પર્યુષણ પર્વના આઠ દિવસે પવિત્ર છે. પણ આજના દિવસની વિશેષ મહત્તા છે. સંવત્સરીને દિવસ આવતાં પહેલાં તમને જાગૃત કરવા માટે પાંચ સિગ્નલ આપવામાં આવ્યા. આજથી ૨૯ દિવસ અગાઉ પહેલું સિગ્નલ મહિનાનું ધર, બીજું સિગ્નલ પંદરનુંધર, ત્રીજું સિગ્નલ અઠ્ઠાઈધર, ચોથું સિગ્નલ કલ્પધર અને પાંચમું સિગ્નલ તેલાધર. હવે તમે વિચાર કરે કે જે દિવસની મંગલ પધરામણી થતાં પહેલાં પાંચ પાંચ સિગ્નલ આપવામાં આવે તે દિવસ કે પવિત્ર હશે ! આજનો દિવસ સર્વ જીવને ક્ષમાને મંગલ સંદેશ આપે છે. ક્ષમા એ આત્માને અમર બનાવનાર અમૃત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨મા અધ્યયનમાં ભગવંતને પ્રશ્ન પૂછે છે હે પ્રભુ! વિનgi મને નવે fiા કાય? ક્રોધ ઉપર વિર્ય મેળવવાથી જીવને શું લાભ થાય છે ? વિગપn નિત નાયા ત્યારે ભગવંતે કહ્યુંહે ગૌતમ ! ક્રોધ ઉપર વિજય મેળવવાથી જીવ ક્ષમા ગુણને પ્રાપ્ત કરે છે, જૈન દર્શનમાં ક્ષમાનું ઘણું મહત્વ છે. ક્ષમા દ્વારા મનુષ્ય કઠીનમાં કઠીન કાર્યો સહેલાઈથી કરી શકે છે. અન્ય દર્શન-મહાભારતમાં પણ ક્ષમાનું મહત્વ બતાવતાં કહ્યું છે કે क्षमा बह्म, क्षमा सत्यं, क्षमा भूतं च भावि च । क्षमा तपः क्षमा शौचं, क्षमयदं धृत जगत् ॥ . ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત અને ભવિષ્યવત્ છે, ક્ષમા તપ છે, ક્ષમા શુધિ છે અને ક્ષમાએ આ જગતને ધારણ કરી રાખ્યું છે એટલે કે ક્ષમાવાન પુરૂષોથી આ જગત ટકી શકયું છે. જે આત્મા કષાયના પ્રસંગમાં ક્ષમા રાખે છે. સહન કરે છે તે જગતને કંઈક આપી શકે છે. જે સહન નથી કરતા તે કંઈ આપી શક્ત નથી. વૃક્ષ સૂર્યને તાપ સહન કરીને શીતળ છાયા આપે છે. આંબો પથ્થરના ઘા સહન કરીને મીઠાં ફળ આપે છે. કુહાડાનાં ઘા સહીને લાકડાં આપે છે અને ભૂખથી પીડાતાને રેજી અપાવી પોતાની ફરજ અદા કરીને સંતોષ માને છે. ભગવાન મહાવીસ્વામીએ દીક્ષા લઈને સાડાબાર વર્ષ ને પંદર દિવસ સુધી ઉગ્ર સાધના કરી. તે દરમ્યાનમાં તેમને કેટલા ઉપસર્ગો અને પરિષહ નડ્યા. ત્યારે કેવી અદૂભૂત ક્ષમા રાખીને ક્ષમા વીરસ્ય ભૂur! એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું અને જગતના સર્વ જી આગળ પૂરવાર કરી આપ્યું કે વૈરથી વર શમતું નથી. અગ્નિથી અગ્નિ શાંત થતું નથી પણ ક્ષમાના નીરથી વૈરના અગ્નિ બૂઝાઈ જાય છે. ચંડકૌશિક જેવા દષ્ટિવિલ સપને ક્રોધ રૂપી અગ્નિ ભગવાને ક્ષમાના નીરથી ભૂઝવીને તેને શીતળ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy