SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૬ શા શિખર કૃષ્ણપક્ષની પ્રતિજ્ઞા છે તેમ મારે શુકલપક્ષની છે. આ સાંભળી વિજ્યા શેઠાણીને ખૂબ હર્ષ થયો. અહો! હું કેવી ભાગ્યવાન! આવા પતિને પરણીને મને જીવનભર બ્રહાચર્ય પાળવાને અવસર મળ્યો. તેણે કહ્યું કે સ્વામીનાથ! આપની પ્રતિજ્ઞાના પાલનમાં મારે પૂરો સહકાર છે. હું તે સ્ત્રી જાતિ છું. મને તે મહાન લાભ મળે છે. પણ આપને કૃષ્ણપક્ષની છૂટ છે તે આપ રાજીખુશીથી લગ્ન કરી શકે છે. ત્યારે વિજય શેઠે કહ્યું કે તું આ શું બોલે છે? આપણે આજે મહાન ભાગ્યશાળી બન્યા છીએ કે બંનેના મનોરથ પૂરા થયા. જ્યારે માતા-પિતા જાણશે ત્યારે આપણે દીક્ષા લેશું. આહાહા આ કેવા પવિત્ર આત્માઓ! દેવાનુપ્રિયે! વિજ્ય શેઠ અને વિજ્યાશેઠાણીનાં બ્રહ્મચર્યનાં ખુદ તીર્થકર ભગવાને વખાણ કર્યા છે. બ્રહ્મચારી ભગવાન તુલ્ય છે. બ્રહ્મચર્યનાં તેજ આગળ સહસ્રરમિ-સૂર્યનાં તેજ પણ ઝાંખા પડે છે. પૂ. ચંદનબાઈ મહાસતીજી તથા પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે ૨૬ મે ઉપવાસ છે ને ભાવનાબાઈ મહાસતીજીને ૧૧ ઉપવાસ છે. તપસ્વીઓને જોઈને તપની ભાવના વધારજે. આવતી કાલે સંવત્સરીને પવિત્ર દિન છે. વૈર ઝેરની ક્ષમાપના કરવાની છે. ક્રોધ કષાયની આગને બૂઝવવાની છે. તે માટે સૌ સજાગ બનો વધુ ભાવ અવસરે. ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત ચાલી રહી છે. તેમાં પેલા બ્રાહાણુના બે પુત્રોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. શ્રાવકના ૧૨ વ્રત તે શુધ્ધ પાળે છે. એક વખત તેમને જ્ઞાનને ઘમંડ હતે પણ સાચા ધર્મની શ્રધ્ધા થતાં તેમનો ઘમંડ ગળી ગયા. જ્યાં સુધી તેમને ધર્મની પીછાણ ન હતી ત્યાં સુધી જૈન ધર્મની હેલના કરી. સંતને મારવા પણ આવ્યા. પણ સમજ્યા પછી પિતાની ભૂલોને ખૂબ પશ્ચાતાપ થય ને દઢ પ્રતીતિ થઈ કે દેવામાં અરિહંત દેવ, સર્વ ગુરૂઓમાં નિગ્રંથ ગુરૂ અને સર્વ ધર્મોમાં કેવળી પ્રરૂપિત ધર્મ શ્રેષ્ઠ છે. એટલે તેઓ જૈન ધર્મનો ફેલાવો કરવા લાગ્યા. જૈન ધર્મના ગુણગ્રામ કરવા લાગ્યા. પુત્રોનું આ વર્તન જોઈને એના પિતા તે બળી જવા લાગ્યા અને જૈન ધર્મની ઠેરઠેર નિંદા કરવા લાગ્યા.. માતા પિતા પુનઃ બને મિથ્યાત્વી, દેનાં સુત વ્રત પાલા, પહેલે સ્વર્ગમેં પાંચ પલ્યોપમ, પાયા આયુ રસાલ છે? જૈન ધર્મની ખૂબ હેલના કરી તેમજ સાધુને મારી નાંખવાનું શીખવાડયું હતું. તે બધા મહાન પાપ કરી મિથ્યાત્વી બનીને નરકમાં ગયા. બંને પુત્રોએ સુંદર રીતે બાર વ્રતનું પાલન કર્યું. તેથી ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પહેલા સૌધર્મ નામના દેવલોકમાં પાંચ પાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાં દેવલેકનાં ઉત્તમ સુખે ભેગવવા લાગ્યા. બંને દેશનું પાંચ પપમનું આયુષ્ય પૂરું થતાં ત્યાંથી ચવે છે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy