________________
મારા પ્રિખર
મુમુક્ષુ આત્માઓ ! જાગે. વીતરાગવાણીરૂપી પાણી, સમ્યકત્વરૂપી સનલાઈટસાબુ લઈ સમતાનીશીલા ઉપર, ધર્મરૂપી ધેકા વડે આત્મારૂપી પડાને ધોઈને સ્વચ્છ બનાવી દે. પર્યુષણ પર્વ અજ્ઞાનમાં આથડતા જીવોને નત્રયનું નેલે જ પ્રાપ્ત કરવાની કેલેજ છે. ને ભવરોગને નાબૂદ કરવાની ડીસ્પેન્સરી છે. દેહના દર્દ દૂર કરવા આજે નાકે નાકે દવાખાના છે. પરમ ઉપકારી ભગવંતે પણ ભવરોગ નાબૂદ કરવા માટે આ હોસ્પિતાલ ખોલી છે. અને સંતો રૂપી ડોકટરો મોકલ્યા છે. તમારા ડૉકટર તે ફી પણ લે છે. જ્યારે સંતો તો કી ઓફ ચાર્જમાં દવા આપે છે. આ પ્રાયવેટ હોસ્પિતાલ નથી પણ જનરલ છે. જેને દાખલ થવું હોય તે થઈ જાવ. અને દાન-શીયળ-તપ અને ભાવનાની ઔષધિ લઈને ભવરોગ નાબૂદ કરો. - આ પર્યુષણ પર્વના દિવસોમાં મોહ ઓછો થાય, વિષયેનું વમન, કષાનું શમન, અને ઈન્દ્રિઓનું દમન થાય તે વિચારવાનું છે. આપણાં પર્યુષણ તો ઘણાં ગયા, તેમાં જીવ સમજે નહિ. પણ હવે જે આવ્યા છે તેમાં જેટલી બને તેટલી આરાધના કરી લો તે પણ પર્યુષણ પર્વ સફળ થશે. જેમ બને તેમ આશ્રવનું ઘર છેડી સંવરના ઘરમાં આવે. આખા દિવસભરમાં કરેલા પાપનું પ્રક્ષાલન કરવા બે વખત પ્રતિક્રમણ કરો. જે શુધ્ધ ભાવ સહિત પ્રતિક્રમણ કરો તે તે કર્મોની નિર્જરા કરવામાં હેતુભૂત બને છે. ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં શિષ્ય ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત!
पडिक्कमणेणं भंते जीवे कि जणयइ ? पडिक्कमणेणं वयछिद्दाणि पिहेइ, पिहियवयछिद्दे पुण जीवे निरुध्धासवे असबल चरिते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुपणिहिए विहरइ ॥११॥
પ્રતિક્રમણ કરવાથી આ જીવને શું લાભ થાય છે ? ત્યારે ભગવંતે કહ્યું કે પ્રતિક્રમણ કરવાથી તેમાં પડેલાં છિદ્રો ઢંકાય છે. પછી શુધ્ધ વ્રતધારી થઈને આશ્રને રોકે છે. આઠ પ્રવચન માતામાં સાવધાન થવાય છે. અને જીવ શુદ્ધ ચારિત્રનું પાલન કરતા સમાધિપૂર્વક સંયમ ભાવમાં વિચારે છે. પ્રતિક્રમણ કરવામાં આ મોટો લાભ છે. પણ એ પ્રતિક્રમણ કેવું થવું જોઈએ? આ લાભ કયારે થાય ? પ્રતિક્રમણ કરતાં જ્યાં ને ત્યાં મનને ફરવા દેવાનું નહિ. અનુયોગ દ્વાર સૂત્રમાં ભગવંત કહે છે કે કોઈ માણસ ખૂબ શુધ્ધ ઉચ્ચાર સહિત પ્રતિક્રમણ કરતે કે કરાવતું હોય પણ જો તેમાં તેને ઉપયોગ અને ભાવનું જોડાણ ન હોય તે તે દ્રવ્ય પ્રતિક્રમણ છે પણ ભાવ પ્રતિક્રમણ નથી. શુધ ઉચ્ચારની સાથે જે ઉપગનું જોડાણ થાય તે આ પ્રતિક્રમણ કર્મોની કાલિમાને જોવાનું સાધન બની જાય છે. - વધુ શું કહું! પયુંષણ પ્રતિક્રમણનું અને પ્રત્યાખ્યાનનું પર્વ છે. પ્રતિક્રમણ