________________
હારા શિખર તેની ચર્ચા વિચારણા કરવા લાગ્યા. આ વાતની ગામમાં ખબર પડી. તેથી જેમને ઘેર પિલા ધર્મીષ્ઠ શેઠ આવ્યા છે તેમને ઘેર તે જિજ્ઞાસુ ની ભીડ જામવા લાગી. શેનું જ્ઞાન જોઈને સૌ તેમના ચરણમાં ઝૂકી પડતા. કેવી સુંદર વાતે દાખલા ને દલીલ દ્વારા આપણને સમજાવે છે. સૌ શેઠનું સ્વાગત કરવા લાગ્યા. ઘણું દિવસ શેઠ તે ગામમાં રહ્યા. લેકેની જિજ્ઞાસા ખૂબ વધવા લાગી. એક તો શેઠનું જ્ઞાન ખૂબ હતું, પોતે પવિત્ર અને ચારિત્ર સંપન હતા એટલે તેમની પ્રતિભા ખૂબ પડતી, લકે તેમની વાણી સાંભળવામાં મુગ્ધ બની જતા. સૌ શેઠની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે શેઠ કહેતાં ભાઈ! મારામાં શું છે? હું તે સંસારી જીવડે છું. હું ત્યાગીની તોલે રેતી ભાર પણ ન આવી શકું. તમે ત્યાગી સંત પુરૂષની પાસે જઈને આ જ વાત સાંભળશે તે વિશેષ આનંદ આવશે. કારણકે ત્યાગી પુરૂષોમાં જે તાકાત છે તે મારામાં નથી.
બંધુઓ ! સંસારી જીવ ગમે તેટલે વિદ્વાન હોય, પણ બીજી બાજુ ત્યાગી નવદીક્ષિત સંત તે હજુ કાંઈ ખાસ ભી નથી પણ આઠ પ્રવચન માતાનું બરાબર પાલન કરતા હોય તે સંત કાલીઘેલી ભાષામાં બે શબ્દ બેલશે ને તેની જે અસર થશે તે સંસારીના વચનથી નહિ થાય. કારણ કે ત્યાગમાં એવી તાકાત છે. ત્યાગી સંતે જે કંઈ વાત કરે છે તે જીવનમાં આચરણ કરીને પછી કહે છે એટલે આચાર સહિતના ઉચ્ચારની સામી વ્યક્તિ ઉપર ખૂબ સારી અસર પડે છે. (અહીં એક સંત અને ભદ્રિક ભરવાડનું દષ્ટાંત આપ્યું હતું)
સંતના ઉપદેશની જે અસર પડે છે તે સંસારીના ઉપદેશથી પડતી નથી. પેલા પુણ્યવાન ધમી ઠ શેઠની લેકે ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે શેઠે નમ્રતાપૂર્વક સરળતાથી કહ્યું–હે ભાઈ! આ બધે મારા ગુરૂને પ્રતાપ છે. તેમની પાસેથી સાંભળતાં તમારા હદયનું જે પરિવર્તન થશે તે મારાથી નહિ થાય. આ શેઠને તો પ્રશંસા કરનાર અને નિંદા કરનાર બંને પ્રત્યે સમભાવ છે. આ શેઠની ઘરઘરમાં પ્રશંસા થવા લાગી. તે એક ઈર્ષાળુ માણસથી સહન ન થઈ. એના મનમાં થયું કે આ હનિયા કેવી છે ! જેનાં ગુણ ગાય તેનાં જ ગાય છે. બસ, એનામાં જ વિદ્વતા છે! અને એનામાં જ ગુણ છે કે બધા એના વખાણ કરે છે ને બીજાના કેમ નથી કરતા? શું બીજા કેઈનામાં એવા ગુણ નથી !
બંધુઓ ! આ દુનિયામાં કંઈક માનવીઓ બીજાની આબાદી અને પ્રશંસા સહન કરી શકતા નથી. કોઈ માણસ સમાજમાં આગળ આવે એટલે તેના ઉપર ઈર્ષ્યા કરનારા નીકળે છે. કહેવાય છે ને કે જ્યાં સેનું ત્યાં પિત્તળ, પંડિત ત્યાં મૂર્ખ, હીરાની સામે પથ્થર આ રીતે હોય છે. એકબીજાના પ્રતિસ્પધી ન હોય તો સાચાની પારખ કયાંથી થાય? પેલે ઈર્ષાળુ માણસ શેઠની પાસે આવે ને કહેવા