SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પણ શિખર ૫૦૫ છે જાણી જાણીને જાણ્યું તે મેં જાણ્યો નહિ જાણનારે રે, .. - એક જાગ્યો ન આતમ તારે, તે નિષ્ફળ છે જન્મારે.. .. આજનું વિજ્ઞાન કેટલું આગળ વધ્યું છે. અરે, ચંદ્રલોક સુધી પહોંચે. માણસનું હાર્ટ બદલતાં શીખે. હાર્ટની વાત પણ બદલાવે છે. ટૂંકમાં આવી બધી શાળ કરી, બધું જાણ્યું પણ આ બધાને જાણનારો એક આત્માને તેં જાણ્યો નથી. જે પિતાના આત્માને ભૂલીને પરમાં રમે છે તેને જન્મારો વ્યર્થ છે. જે આત્માને જાણે છે તે સર્વને જાણી શકે છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે . जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ । જે એકને જાણે છે તે સર્વને જાણે છે. અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. જૈન દર્શનમાં વસ્તુને અનંત ધર્માત્મક માનવામાં આવે છે. એક દીપકથી માંડીને આકાશ સુધીના સમસ્ત પદાર્થોમાં અનંત ધર્મો રહેલા છે. એ અનંત ધર્માત્મક વસ્તુના સ્વરૂપને સંપૂર્ણપણે જાણી લેવું એટલે સારા એ સંસારના પદાર્થોને જાણી લેવા. જેવી રીતે સંસાર અનંત છે તેમ પદાર્થને ગુણ-પર્યાય પણ અનંત છે. એટલે કહેવાનો આશય એ છે કે જે અનંત ધર્મોને જાણે છે તે એક પદાર્થને જાણે છે. એક પદાર્થને સંપૂર્ણપણે જાણવા માટે કેવળજ્ઞાનની જરૂર છે. જે સર્વજ્ઞ છે તે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકે છે. અને જે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણી શકે છે તે સર્વજ્ઞ બની જાય છે. ટૂંકમાં આત્મતત્વની પીછાણ વિના સર્વજ્ઞ બની શકાતું નથી. સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાનો મૂળ પાયે સમ્યફદર્શન છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભ એ ચાર કષાય, સમ્યકત્વમેહનીય, મિથ્યાત્વમેહનીય અને મિશ્રમોહનીય એ સાત પ્રકૃત્તિને કઈ ક્ષય કરે, ઉપશમ કે પશમ કરે અને સમ્યગદર્શન પામે છે તેનો જન્મારે સફળ બની જાય છે. આવું સમ્યકત્વરત્ન પામ્યા પછી જીવની દશા બદલાઈ જાય છે. પછી એ જીવ ચારિત્રમેહનીય કર્મના ઉદયથી કદાચ દીક્ષા ના લઈ શકે પણ તેનું મન તો મેક્ષ તરફ હાય. પછી એને આ તમારા ટી.વી., ફ્રીઝ, કે એરકંડીશન રૂમ એ કંઈ યાદ ન આવે. એ તો એક જ સમજે છે કે આ બધું મારા આત્માથી પર છે. આ દેહને પણ એક દિવસ જલાવી દેવાનો છે તો બીજાની તો વાત જ ક્યાં? - બંધુઓ! તમે તમારી કાંધે ચઢાવીને ઘણને સ્મશાનમાં લઈ ગયા. પછી ભલે તે ચમરબંધી હોય કે ચીંથરેહાલ હેય, ધનવાન હોય કે ભિખારી હેય, પણ એના દેહને જલાવી દેવાનો તે તે નક્કી છે ને? તમે તો કંઈકને જલાવી આવ્યા પણ હજુ તમારા હૃદયનું પરિવર્તન થતું નથી. તમારું કાળજું તો જાણે લોઢાનું બની ગયું
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy