SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ મારા શિખર તમારા બાજુવાળા પૈસાદાર થઈ ગયા હેય ને તમે ગરીબ રહી ગયા હો તો તમારા જીવનમાં દુઃખનું વેદના થાય છે પણ અનંતા છ સિધ્ધ થઈ ગયા, કેવળી થયા અને હું આ સંસારમાં રઝળતે રહ્યો? બંધુઓ ! વધુ શું કહું? જ્ઞાનીની દષ્ટિએ દશ લાખ સુભટને જીતીને દુર્જય એવા સંગ્રામમાં જીત મેળવનાર કરતાં પિતાના આત્મા ઉપર જીત મેળવનાર સાચે વિજેતા છે. આત્મા અનંત ગુણનો ખજાનો છે. અનંત વૈભવ રૂપ જ્ઞાન-દર્શન સુખ-વીર્ય આદિ અનેક ગુણે આત્મામાં રહેલા છે. એ ગુણેને પ્રાપ્ત કરવાના છે. નિજ સ્વરૂપનું મહાસ્ય સમજાય તો જડનું મહાભ્ય ઘટે, જેને આત્મસ્વરૂપનું ભાન નથી તેને તો જડમાં આનંદ આવે છે. જ્યારે આત્મામાં સાચું સુખ છે એવી વાત હૈયામાં બેસશે ત્યારે તેમાં મગ્ન બનશે. જેમ જેમ આત્મામાં મગ્ન બનતા જશે તેમ તેમ દુનિયા ભૂલાતી જશે. આત્માની સાધના જેટલી કરશે તેટલી સાથે આવવાની છે. ભૌતિક સુખો તો તમારી હાજરીમાં પણ કયારેક ચાલ્યા જશે. પુન્નાઈ ફરતાં શું બનશે તેની ખબર નથી. તમે આજે જુઓ છે ને કે એક વખતના ભલભલા શ્રીમંતો આજે જેલમાં પૂરાઈ રહ્યા છે. મેટર-ગાડી, બાગ-બગીચા બધું અહીંનું અહીં રહી જશે. અથવા તમે રહી જશે ને એ ચાલ્યું જશે. ત્યારે દુઃખી થવું પડશે. માટે સમજીને સાવધાન બની જાવ તો દુઃખી નહિ થવું પડે. તમારું સાચું સુખ તમારા અંતરમાં છે. આત્માને પ્રકાશ અંદર જશે તે મળશે. પરંતુ અનાદિકાળથી જે આવું સુખ પ્રાપ્ત ન કરી શક્યા હોઈએ તો તેનું એક જ કારણ છે કે જે દિશામાંથી સુખ મળવાનું હતું તેના કરતાં ઉલ્ટી દિશામાં જીવે પ્રયાણ કર્યું છે. ધર્મ કરતી વખતે પણ આચરણ શુધ્ધ રાખ્યું નથી. કહેવત છે ને કે “હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા.” તેવી દશા છે આજના માનવની. ઉપરથી ધમ, દાનવીર અને દયાળુ દેખાય પણ તેના અંતર જીવનમાં ડેકીયું કરીએ તો રાગદ્વેષની રમખાણ ચાલતી હોય છે. કોધ-માન-માયા લેશે તો જમ્બર જમાવટ જમાવી હોય છે. આ બધી દિશામાં આત્મા ફસાઈ જાય છે ત્યારે તેને ભાન નથી હોતું કે આ બધા મને દગો દેશે. ખરેખર કર્મો આત્માને રમાડે છે. ક્યારેક ભૌતિક સુખના શિખરે ચઢાવી દે છે તો કયારેક દુઃખની ખીણમાં ધકેલી જાય છે. પણ આત્માને પિતાની શક્તિનું ભાન નથી તેથી અનંત વૈભવને સ્વામી જડ સુખ માટે ભીખ માંગી રહ્યો છે. આત્મા તો શહેનશાહને પણ શહેનશાહ છે; પણ પર દ્રવ્યમાં સ્વપણું માની ભૌતિક સુખની પાછળ ભિખારી બની ગયા છે. બંધુઓ ! આત્માનું શાશ્વત ઘર મોક્ષ છે. એ મોક્ષને મેળવવા માટે સર્વપ્રથમ તે જીવે વીતરાગ વચન ઉપર શ્રધ્ધા કરવી પડશે. ભગવંતે મોક્ષમાર્ગ નામના ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy