________________
વ્યાખ્યાન ન. ૧૧
શ્રાવણ વદ અમાસ ને મગળવાર
તા. ૨૪-૮-૦૬
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેનો !
અનંતજ્ઞાની મહાન પુરૂષો પડકાર કરીને કહે છે કે હે ભવ્ય જીવા ! આત્મસ્વરૂપની પીછાણુ કરવા માટે પર્યુષણ પર્વના મંગલકારી દિવસેા ચાલી રહ્યા છૅ. તેમાંથી મંગલકારી એ દિવસેા તો પસાર થઈ ગયા. આજે ત્રીજો દિવસ છે. પર્યુષણ પર્વ પ્રમાદમાં પડેલા માનવીને પડકાર કરીને કહે છે કે અવની ઉપર જન્મ ધરીને જડ દેહની ઉપાસના તો ઘણી ઉપાસના કર. સાચી સમજણના અભાવે જડનો ભિખારી બનીને સ'સારમાં ભમે છે. અનંતશક્તિનો સ્વામી પેાતાની શક્તિને પરમાં પરમાં જેટલી જાગૃતિ અને સાવધાની છે તેટલી આત્મા માટે નથી.
હું ચેતન ! તેં આ કરી. હવે તું તારી જીવ અન ંતકાળથી વેડફી નાંખે છે.
તમારે બહારગામ જવુ' હાય તો કેટલા વહેલા જાગૃત થાઓ છે ! સાડા પાંચ વાગ્યાની ટ્રેઈન હોય તો માથે ઘડીયાળનુ એલામ મૂકીને સૂઈ જાઓ છે. તેથી અધિક તમારા શ્રીમતીને કહી મૂકે કે કદાચ હું ન જાગી શકું તો મને જગાડજો, ચાર વાગ્યા પહેલાં જાગીને તૈયાર થઈને પાંચ વાગે તો સ્ટેશન ઉપર પહોંચી જાઆ છે. ટ્રેઈન પકડવા માટે કેટલું કયુ ? એલામ મૂકયુ ને ઘરવાળાને ભલામણ કરી. પણ કાઈ દિવસ તમે તમારા ઘરવાળાને એમ કહે છે ખરાં કે હું ધર્મને ભૂલી જાઉં ત્યારે મને ધમ કરવા માટે જગાડજો. અગર ઘાટકોપરને આંગણે સંત-સતીજી પધારે ને હું ઉપાશ્રયે ન જાઉં તેા મને ટકેર કરીને પરાણે લઈ જજો. જો આત્મા તરની દૃષ્ટિ હશે તો આવું કહેવાનુ મન થશે. જીવની જેટલી પુદ્ગલ તરફની ઢોટ છે તેટલી આત્મા તરફની નથી. ઘણીવાર ગૌચરી જતાં મેં જોયું છે કે મારા શ્રાવક ભાઈ એ સ્ટેશને જતાં ાય ત્યારે એમની દૃષ્ટિ સ્ટેશન તરફ હાય. એવી એકાગ્ર દૃષ્ટિ હોય કે સાધુ-સાધ્વી એને સામા મળે તે પણ ભાઈને ખખર ન હેાય, કદાચ દૃષ્ટિ પડી જાય તો પણ ઉભા ન રહે. શા માટે? જલ્દી સ્ટેશને જઈને ગાડી પકડવી છે. સ્હેજ વાર વંધ્રુણા કરવા કે શાતા પૂછવા ઉભા રહું' તે ટ્રેઇન ચૂકી જવાય. હવે હું તમને પૂછું કે તમે દોડાદોડ સ્ટેશને જઇ રહ્યા છે. રસ્તામાં જમાઈરાજ મળી ગયા. તમારી ને એની દૃષ્ટિ એક થઈ. તો શું કરશેા ? ગાડી પકડશે કે જમાઈને લઈને ઘેર આવશે, (શ્રોતામાંથી અવાજ) જમાઈ મળે એટલે ઉભા રહેવું પડે ને તેમની સાથે ઘેર જવુ પડે. ત્યાં ટ્રેઈન ચૂકી જવાય તો પરવા નહિ. પણુ યાદ રાખો કે તમારા જમાઈથી અધિક પર્વાધિરાજ આત્મ સ્વરૂપની પીછાણુ કરવાને