SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર નિરાશામાં આશાનું એક કિરણ ફૂટયું. કેઈ એક કરૂણવંત ગર્ભશ્રીમંત માનવી ત્યાંથી તીકળે છે. અને માણસોનું ટોળું જોઈ ઉભું રહે છે. લોકોને પૂછે છે. અહીંયા શું છે? પૂછતાં ખબર પડી કે એક બાળક આ રીતે રડે છે. આ વાત સાંભળી શેઠનું હદય પીગળી ગયું. અને હૃદયમાંથી શબ્દો સરી પડયા. અહા-જ્યાં શ્રીમંતના હાસ્ય છે ત્યાં ગરીબની હાય છે. તરત શેઠે ૧૦૦ રૂ.ની નોટ આપી. લે બેટા. જા ઘેર જ. હું તને ૧૦૦) રૂપિયા આપું છું તે લઈ લે. જેને માતાના સિંચનથી અમીરીના અંકુર ફૂટેલા છે, દુઃખના પહાડ સામે વૈર્યનું બખ્તર પહેલું છે એવો પુત્ર કહે છે. બાપુજી! કચોરી વેચવી છે. પણ કોઈનું દાન નથી લેવું. હું આપના ૧૦૭ રૂ. લઈ શકતા નથી કારણ કે તે દાન છે. મને ફક્ત ૧૦ રૂ. આપ ને આ કચેરી લઈ લે. આ વાતથી શેઠને ઘણું આશ્ચર્ય લાગ્યું. ખાવા અનન નથી, પહેરવા સારાં વચ્ચે નથી, રહેવાને માટે સારું ઘર નથી. છતાં આ બાલુડો શું વિચારી રહ્યો છે? ધન્ય છે એની માતાને ને ધન્ય છે તેની ભાવનાને ! તેના ઉપર શેઠને ખૂબ કરૂણા આવી. બાળકને લેવા માટે ખૂબ સમજાવ્યું પણ જ્યારે તે ન માન્યા ત્યારે છેવટે શેઠે કહ્યું કે જા, આ નેટના છૂટા કરી લાવ. દશ રૂપિયા તું લઈલે ને ૯૦ મને પાછા આપજે. અને કચેરી ગરીબ માણસને વહેંચી દેજે. આ સાંભળી બાળક હાંશ ભેર દેડ. શેઠ ત્યાં ઉભા છે. કુદરતની કળા ન્યારી છે. એક રસ્તે વટાવી બીજે રસ્તે વટાવી જ્યાં જાય છે ત્યાં જેને લક્ષ્મીને નીશે ચઢયે છે તેવા શેઠ બેફામ રીતે ગાડી ચલાવી રહ્યા છે તે ગાડીની ઝડપમાં આ બાળક આવી જાય છે. અને તેને માથામાં ઘણું વાગે છે. લેહી દડદડ વહે છે. પડતાંની સાથે તે બેશુદ્ધ બની ગયે. છતાં ગર્ભશ્રીમંત પાછું વાળીને જેવા ન રહ્યો. સેંકડો માનવીઓ ભેગા થઈ ગયા. બોલનારા ઘણું નીકળ્યા પણ સેવા કરનાર કેઈ ન નીકળ્યું. એક દયાળુ માનવી ત્યાંથી નીકળે છે. તે બાળકને હેસ્પિતાલમાં લઈ જાય છે. ને ડેકટરને ટ્રીટમેન્ટ આપવા કરગરે છે. દયાળુ માનવીના દિલની ભાવના જોઈને ડોકટરનું હૃદય પીગળે છે. તે બાળકને જીવાડવા બધા પ્રયત્ન શરૂ કરે છે. પરિણામે બેશુધ્ધ અવસ્થામાંથી સહેજ ભાન આવતાં પોતાની માતાનું નામ ને ઠામઠેકાણું બેલે છે. તેને સમાચાર આપવા દયાળુ માનવી જાય છે. એ સમયે ટાઈમ થવા છતાં દીકરો ઘેર નહિ આવવાથી શેાધીશોધીને થાકી ગયેલી મા-દીકરી છાતી ફાટ રૂદન કરતી પિકાર કરે છે. અરે...મને કોઈ મારો લાલ બતાવે. પાગલની માફક શેરીમાં ઘૂમતી માતા બોલે છે અરે દયાળ મા–બાપ! મારે દીકરે કેઈએ જોયો ? કચોરી વેચવા ગયેલે મારો લાલ પાછા આવ્યું નથી. આમ રૂદન કરતી ને ગૂરતી માતાને જોઈ આવેલે દયાળુ માનવી સમજી ગયો કે આ જ એની માતા છે. તે કહે છે મા !
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy