SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ મા શિખર કહે. પર્યુષણ પર્વનું સ્વાગત કરવા માટે શું કરવું જોઈએ? આપણું આત્મા ઉપર અનંતકાળથી ક્રોધ-માન-માયા-લોભ આદિ કષા અને વિષયોનો જે કચરો ભર્યો છે તેને સમતાના નિર્મળ જળથી ધોઈને સાફ કરવા પડશે. શ્રદ્ધાનો દિપક પ્રગટાવી, ભાવનાની ધૂપસળી વડે ગંદા વાતાવરણને શુધ્ધ બનાવવું પડશે. વિષય-કષાયરૂપી ડાકુઓએ આપણા આત્માનું સામ્રાજ્ય છીનવી લીધું છે. અને મેહ મમતાના ગાઢ બંધનથી છવ બંધાઈ ગયા છે. અને રાગદ્વષના ગાઢ અંધકારમાં આથડ્યા કરે છે. તેમાંથી મુક્ત કરવા માટે પર્યુષણની પધરામણ થઈ છે. જેમ કેશરીસિંહનું આગમન થતાં ઘેટાનું ટે ભાગી જાય છે તેમ પર્યુષણ પર્વનું આગમન થતાં આપણે પ્રબળ પુરૂષાર્થ ઉપાડીને વિષય-કષાય રૂપી ડાકુઓને ભગાડવાના છે. રાગ-દ્વેષનાં બંધનો તેડી આત્માને મુક્ત કરવાનો છે. વસંતઋતુનું આગમન થતાં વૃક્ષો નવપલ્લવિત બને છે. તેમ પર્યુષણ પર્વનું આગમન થતાં ધમષ્ઠ મનુષ્યને આત્મબાગ ખીલી ઉઠે છે. પર્યુષણ પર્વ વર્ષમાં એક વખત આવે છે. પ્રત્યેક વર્ષ ધમજનોને નૂતન તાજગી ને નૂતન પ્રેરણા આપતા જાય છે. પર્યુષણ પર્વની પધરામણી થતાં તપના યજ્ઞ શરૂ થાય છે. શીયળના સરોવર છલકાય છે, દાનની પર મંડાય છે અને અનેક ભવ્ય છ માસખમણ, સેળભથ્થુ, અઠ્ઠાઈ આદિ ઉગ્ર તપ આદરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે. અનુકંપાદાન, સુપાત્રદાન અને જ્ઞાનદાનનો પ્રવાહ વહેવા માંડે છે. કેટલાક પુણ્યાત્માઓ હિંસા-અસત્યચારી નહિ કરવાની, અભક્ષ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરે છે. કંઈક મનુષ્ય પાપકારી વહેપારનો ત્યાગ કરે છે. કંઈક નાન-શણગાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે. પર્યુષણ પર્વમાં કંઈક આવી સાધના કરે છે અને તેઓ પર્યુષણ પર્વ ચાલ્યા ગયા પછી પણ આવી સુંદર ધર્મ ક્રિયાઓમાં રત રહે છે. પર્યુષણ પર્વ આવવાથી ઘણાં છે હિંસા છેડીને અહિંસક અને દયાળુ બન્યા છે. ક્ષમાશીલ અને તપસ્વી બન્યાં છે. એકબીજાનાં પરસ્પર વૈર ભૂલીને પ્રેમનું સર્જન કર્યું છે. બંધુઓ ! આવા પુનિત પર્યુષણ પર્વ આપણે આંગણે રમઝમ કરતા આવી ગયા છે. આપણે મહિનાના ધરના દિવસથી પર્યુષણ પર્વની રાહ જોતાં હતાં. ત્યાર પછી પંદરનું ધર આવ્યું અને આજે અઠ્ઠાઈધર આવી ગયું. હવે આવશે કલ્પધર અને પછી આવશે તેલાધર. એકેક ધર આત્માને જાગૃત બનાવે છે. આજે તે તમે બરાબર જાગૃત બન્યા છે ને ? પર્યુષણ પર્વ એ કર્મને કાપવાનું અમેઘ શા છે. જેમ લોખંડને કાપવા માટે શસ્ત્ર છે, કાચને કાપવા માટે શસ્ત્ર છે. તેમ આ પર્વના આઠ દિવસો આઠ કર્મને કાપવાનાં શસ્ત્ર સમાન છે. સર્વ ને શાંતિ આપનારું જે કઈ પર્વ હેય તે પર્યુષણ પર્વ છે. દુનિયામાં
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy