SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ રાશા હવા - સાતે અણગારે અહીંયા ઉગ્ર તપની સાધના સાધીને ગયા છે. શાસ્ત્ર સિદ્ધાંત રૂ૫ વાણુના અમૃત ઘૂંટડા પીને અને શુધ્ધ સંયમ પાળીને ગયા છે તેથી ત્યાં પણ જ્ઞાન ચર્ચામાં સમય પસાર કરે છે. તેમાં ૩૨ સાગરની સ્થિતિ કયાં પૂરી થાય તે પણ ખબર પડે નહિ, બંધુઓ ! ત્યાં ૩૨૦૦૦ વર્ષે દેવને આહારની ઈચ્છા થાય છતાં એક નવકારશીને લાભ મળતો નથી. અહીં એક નવકારશી કરે, એક વિગયને ત્યાગ કરો, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ કે ઉપવાસ આદિ ગમે તે તપ કરે તો કર્મની ભેખડો તૂટી જશે. જ્યારે તે દેવને ૩૨૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છતાં આ એકે તપમાં નંબર લાગે ખરે? ના. સમકિતી દે તો એ વિચાર કરે છે કે ધન્ય છે માનવને કે જે અમૂલ્ય સમયને લાભ લઈ જીવનની સાધના કરે છે. આપણે પણ જલ્દી માનવભવ પામીને સ્વ કલ્યાણ કરીશું ને બીજાનું કરાવશું. આ રીતે શુભ ચિંતવણા અને નય-નિક્ષેપાની ચર્ચા વિચારણામાં પોતાને સમય પસાર કરે છે. બંધુઓ ! આત્માના ગુણ-દેણની કમાણીને આધાર સત-અસત્ પુરૂષાર્થ ઉપર છે. સારો પુરૂષાર્થ કરે તે ગુણે આવતા જાય ને ખરાબ-અસત્ પુરૂષાર્થ કરે તે દે વધતા જાય. કહેવત છે ને કે “આપ ભલા તો જગ ભલા.” આપણે જાતે ભલાઈ રાખીએ તે આપણું માટે આખું જગત સરવાળે ભલું દેખાય છે. ગુણી માણસ સામાના હજાર અવગુણ હોય તે પણ તેમાંથી ગુણ દેખે છે. તેવા ગુણવાન, સજ્જન અને ધમષ્ઠ માણસના પગલાં થાય તે બીજાનું જીવન પણ સુધરી જાય છે. એક શહેરમાં એક સજજન માણસ એક ભાઈને ત્યાં ગયા. જે ભાઈ તેના દૂર દૂરના સગા થતા હતા. આ ઘર એવું હતું કે સાસુ વહુ ઝઘડયા કરે. ઘડીક પણ શાંતિ નહિ, નજીવા કારણની બાબતમાં સાસુ-વહુ ઝઘડયા કરે. લાખોની કે કરોડોની સંપત્તિ હોય પણ જે ઘરમાં સંપ-સ્નેહ અને શાંતિ નથી તે સંપત્તિ શું કામની ? સાસુ-વહુ રાત-દિવસ લડયા કરે. જ્ઞાની કહે છે સંસારમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ભરચક કારણે પડેલા છે. દેરાણી જેઠાણીને પૂછયા વિના તેની સાડી પહેરી પછી જેઠાણીને ખબર પડી ત્યારે તેના મનમાં થયું કે મને પૂછયા વિના દેરાણીએ મારી સાડી પહેરી લીધી. આ વિચાર આવે તે આર્તધ્યાન. પ્રતિક્રમણમાં રોજ બેલે છે ને કે ચાર ધ્યાનમાંથી આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયા હોય, ધર્મધ્યાન, શુકલધ્યાન ન થાયા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. રોજ બોલી જાય છે પણ ધ્યાનનું સ્વરૂપ શું છે તે તે જાણતા નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વિશેષ કરીને જીવને દુર્ગતિ તરફ લઈ જાય છે. ને ધર્મધ્યાન અને શુકલધ્યાન સુગતિને પ્રાપ્ત કરાવે છે. આ ધ્યાનથી બચવા માટે આત્મા જેટલું શાસ્ત્ર વાંચન કરશે તેટલે તેનાથી બચી શકશે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy