________________
શાહા શિખા નમ્રતાથી વિનંતી કરી. બળા પાથર્યા, તેના પગમાં પડી પણ અધિકારી માન્ય નહિ એટલે માજી ઉભા થયા. રડતા રડતાં કહે છે તે મારા દીકરા ! તને જરૂર પછી પૈસા આપીશ. પણ પૈસાના મેહમાં પડેલા અધિકારીનું હૃદય પીગળ્યું નહિ. ઉપરથી કોલ આવ્યો ને માજીને ધક્કો માર્યો.
- આઠ નવ દિવસનાં ભૂખ્યાં અને વૃધ્ધ માજી ધક્કો વાગતાં પડી ગયા. પથ્થરના એટલા સાથે સાથે અથડાતાં માથું ફૂટી ગયું ને ધેરી નસ તૂટી જતાં પડતાંની સાથે પ્રાણુ ઉડી ગયા. આજુબાજુના માણસે દેડીને આવ્યા અને ખૂન ખૂન કરીને બૂમો પાડવા લાગ્યા. તરત પિલીસે આવીને પંચકેશ કર્યો. અધિકારીને ખૂની તરીકે પકડવામાં આવ્યું. અધિકારી ફફડવા લાગ્યું કે મારું શું થશે ? જેમ બિલાડીના મુખમાં ગયેલું પારેવું ફફડે તેમ અધિકારી ફફડવા લાગ્યું કે હવે મારું શું થશે ? મને ખબર નહિ કે આવું બની જશે ! દીકરો તે ચોધાર આંસુએ રડવા લાગ્યા. અરેરે.હું કે પાપી ! મારી માતાએ દુઃખ વેઠીને મને માટે કર્યો, ઘંટીના પૈડા ફેરવીને ભણાવ્યો. તેને હું સુખ ન આપી શકો ? જિંદગીભર તે મારી ચિંતા કરતી ગઈ. અરેરે....મારી નોકરી માટે માંગણી કરતાં મારી માતાએ પ્રાણ ગુમાવ્યા ! છોકરો મા પાછળ કાળા પાણીએ રડે છે. બીજી બાજુ અધિકારીને કેર્ટમાં કેશ ચાલ્યા ને આખરે ચુકાદો થતાં અધિકારીને ફાંસીની સજા ફરમાવવામાં આવી. . છોકરો કર્મના ઉદયથી ગરીબ હતો પણ તેનામાં માનવતાને દીવડે બૂઝા ન હતું. માતાએ ધર્મના સંસ્કારનું સિંચન કર્યું હતું એટલે તેને વિચાર આવ્યું કે અધિકારીને ફાંસી થવાથી મારી માતા અને પાછી મળવાની નથી. જે થવાનું હતું તે થઈ ગયું. તેણે હાઈકોર્ટમાં કહ્યું કે સાહેબ! ચુકાદે પાછો ખેંચી લે. મારી માતા તે મહિનાથી બિમાર હતી અને છેલ્લા આઠ-દશ દિવસથી તેણે કંઈ ખાધું ન હતું તેથી ભૂખ અને બિમારીના કારણે ચક્કર આવતાં પડી ગઈ. તેના માથામાં પથ્થર વાગે ને તે મૃત્યુ પામી છે. આ સાહેબને બિલકુલ ગુન્હ નથી. સાહેબ તે અમારા ઓળખીતા છે. તે બહુ ભલા છે, એ મારી માતાનું ખૂન કરે તેવા નથી. તેમણે મારી માતાનું ખૂન કર્યું નથી. આ પ્રમાણે જુબાની આપવાથી અધિકારીને ફાંસીની સજા રદ થઈ. છેકરાની ઉદારતા જોઈને અધિકારીનું હૃદય પલટાઈ ગયું. તેને ગરીબ છોકરા પ્રત્યે માન થયું.
બંધુઓ ! આજે ઉપકાર ઉપર ઉપકાર કરનારા ઘણું મળે છે. પણ અપકાર ઉપર ઉપકાર કરનારા બહુ અલ્પ હોય છે. આ છોકરાએ અપકાર ઉપર ઉપકાર કર્યો. અધિકારીની આંખ ખુલી ગઈ અને તેના દિલમાં વસી ગયું કે આ છોકરો નર નહિ પણ નારાયણ છે. તેણે આવી જુબાની આપી હોત તે હું આજે ખલાસ થઈ