SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ જ8 આ ત્રણે શૂનમૂન ઉભા હતા ત્યાં મહારાજા પધાર્યા. રાજાએ મંદિરમાં પ્રવેશ કરતાં જ હસમુખા ગણાતા નગરશેઠ, હાજર જવાબી પિતાના પ્રધાન અને ધર્મની ચર્ચા કરતા પૂજારીજી આ ત્રણે ને એકદમ ગમગીન ઉભેલા જોઈને પૂછયું કે આજે તમે બધા કેમ ગમગીન બનીને ઉભા છે? ત્યારે તેમણે સોનાની થાળીની રાજાને વાત કરી. આ સાંભળી રાજાએ કહ્યું–તમારામાં ગમે તેમ બન્યું. પણ હું થાળીને અડકીશ તે એવું નહિ બને. કારણ કે મેં ઘણાં દાન-પુણ્ય કર્યા છે. ગરીબની સંભાળ લેવામાં છૂટા હાથે ધન વાપર્યું છે. સંત મહાત્માની સેવા કરું છું. સવાર સાંજ પ્રભુનું ભજન કરું છું. આમ કહીને રાજાએ થાળી ઉપાડી. પણ રાજાનો હાથ અડતાં થાળી ઝાંખી પડવા લાગી ને પળવારમાં લેઢાની થઈ ગઈ. રાજા તે થાળી સામે જોઈ રહ્યા. થાળીને રંગ બદલાતાં રાજાના મુખને રંગ પણ બદલાઈ ગયો. અને રાજા સેનાની થાળી જમીન ઉપર પટકીને મંદિરમાં ન રોકાતાં પિતાના મહેલમાં જઈ પિક મૂકીને રડયા. અહો ! આટલું બધું કરવા છતાં હું સાચે ધર્માત્મા નહિ! આ વિચારથી રાજાના દિલમાં ભારે આંચકે લાગ્યું. સોનાની થાળીની વાત ધીમે ધીમે આસપાસના ઘણાં ગામ સુધી પહોંચી ગઈ. જે લોકે પોતાને ધર્માત્મા માનતા હતા તે બધા મંદિરમાં આવી ભગવાનના દર્શન કરીને થાળી ઉપાડતાં ને થાળી લોઢાની બની જતી. અને તેઓ થાળીને જમીન ઉપર ફેંકતા કે સેનાની બની જતી હતી. મંદિરમાં પૂબ ભીડ જામવા લાગી. જેમ નાટક કે રામલીલા આવે ત્યારે માણસને ગમે તેટલું કામ હોય તે પણ તે છેડીને જેવા ઉભા રહે પણ અહીં છે કે કલાક મોડું થાય તે ઉંચો-નીચો થઈ જાય. આ મંદિરમાં પણ દૂર દૂરથી ભજનમંડળીઓ આવી. કેઈ વેદના મંત્ર ઉચ્ચારતાં આવ્યા તે કઈ ધૂન મચાવતાં આવ્યા. અને જેનારા ઉત્સુકતાપૂર્વક જેવા લાગ્યા કે આ બધામાં સાચો ધર્માત્મા કેણ છે? સાચા ધમષ્ઠ પુરૂષની કસોટી કરવા માટે કેઈ દેવે આ થાળીને મંદિરમાં મૂકી હતી. કેને કુતૂહલને પાર ન રહ્યો. ખુદ મહારાજાની સ્વારીમાં, સરકસ કે સિનેમામાં ભીડ ન જામે તેથી અધિક ભીડ આ મંદિરમાં જામવા લાગી. સૌ પોતપોતાની કરણીના વખાણ કરતાં થાળી ઉપાડવા માટે જતા. ને થાળી લેઢાની બની જતી. એટલે ગુસ્સાથી થાળી જમીન ઉપર ફેંકી દેતાં ને થાળી સેનાની બની જતી. “અમે મહાન સંત છીએ, ધર્મીષ્ઠ આત્માએ છીએ તેમ સૌની માન્યતા * ત્યારપછી વૈષ્ણવ ધર્મના સંન્યાસીઓ આવવા લાગ્યા. કેઈ કહે અમે બાલપણામાં સંન્યાસી બન્યા છીએ, કેઈ કહે અમે તપસ્વી છીએ. એમ પિતાના વખાણ કરીને શાળી ઉપાડવા જતાં ને થાળી લોઢાની બની જતી. સૌ ભેઠા પડી જતા હજી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy