________________
છે
.)
૪૩૫
ધારા શિખર આદિ સાત અણગારોએ સંયમ લઈને પ્રથમ તે આશ્રવના દરવાજા બંધ કર્યો એટલે નવા શત્રુઓ અંદર પેસી જતાં અટકી ગયા. પણ તે પહેલાં જે અંદર પેસી ગયેલા છે તે શત્રુઓને દૂર કર્યા વિના શાંતિ નહિ મળે. એટલા માટે તેઓ તપ કરવા લાગ્યા. એ તપ પણ કે ? જ્ઞાન સહિત તપ હતું. તેમણે દીક્ષા લઈને સૌથી પહેલાં બાર અંગનું જ્ઞાન મેળવ્યું. અને જ્ઞાન સહિત તપ કરે છે. જ્ઞાન દ્વારા જાણીને તપ દ્વારા કર્મના કચરાને સાફ કરે છે. સંવર દ્વારા નો કચરો બંધ કર્યો ને તપ દ્વારા જુને કચરો સાફ કરે છે. તપથી આત્મા તેજસ્વી, નિર્મળ અને પવિત્ર બને છે. જેટલી આત્માની નિર્મળતા થાય છે તેટલો આત્મા હળ બને છે. કંઈક છે બહારથી પવિત્ર અને ધમઠ દેખાતા હોય છે પણ અંદરથી મલીન હોય છે. ભગવંત કહે છે કે બહારની ગમે તેટલી શુદ્ધિ કરે પણ અંદરની પવિત્રતા નહિ હોય તે વર્ષો સુધી ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરશે તે પણ કલ્યાણ નહિ થાય. માટે જેવા બહારથી પવિત્ર દેખાવ છો તેવા અંદરથી પવિત્ર બને તે તેની અસર બીજા ઉપર પણ પડશે. તેથી પિતાનું ને પરનું બંનેનું કલ્યાણ થશે. અન્ય-દર્શનમાં પણ આત્માની પવિત્રતાનું કેટલું મહત્વ બતાવ્યું છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું. “સાચે ધમ અને પવિત્ર આત્મા કેણુ છે તેની દેવે કરેલી પરિક્ષા.” * સાચે પવિત્ર અને ધર્માત્મા કેણ છે તેની પારખ એના બાહ્ય દેખાવથી નથી થતી પણ તેના આચરણ ઉપરથી થાય છે. એક મંદિરમાં એક દિવસ ચમત્કાર થયે. સવાર પડતાં મંદિરને પૂજારી ભગવાનની પૂજા કરવા ગયા. ત્યાં તેણે એક થાળી પડેલી જોઈ. તે જોઈને પૂજારી આશ્ચર્યચક્તિ થઈને થાળી સામું જોઈ રહ્યો છે. તેના મનમાં વિચાર થયે કે રોજ ભગવાનની પૂજા કરું છું. તેથી ભગવાને મારા ઉપર પ્રસન્ન થઈને મારા માટે આ થાળી મૂકી લાગે છે. હું તેને લઈ લઉં. એમ વિચાર કરીને થાળી લેવા જાય ત્યાં આકાશવાણી થઈ કે હે પૂજારી ! જે કઈ સાચો ધમષ્ઠ હશે તે આ થાળી લઈ શકશે. તે સિવાય બીજો કોઈ માણસ આ થાળીને હાથ અડાડશે તે થાળી લોઢાની બની જશે. આ સાંભળીને પૂજારીના મનમાં થયું કે હું રોજ ભગવાનની પૂજા કરું છું, પ્રભુનું ભજન કરું છું અને આ ગામના શેઠ-શાહકાર અને રાજા બધા મારા ચરણમાં નમે છે તે મારા જેવો પવિત્ર ધર્માત્મા બીજે કોણ છે? હું આ થાળી ઉપાડી લઉં. પીળું દેખીને પૂજારીનું મન શીળું થયું. આગળ પાછળ નજર કરી તે કઈ દેખાયું નહિ એટલે પૂજારીએ પેલી થાળી ઉપાડી. ત્યાં તે ઝગારા મારતી થાળી લેખંડની બની ગઈ. તેથી તેને દુઃખ થયું કે અહો ! હું રોજ ભગવાનની પૂજા પાઠ, મંત્ર, જાપ બધું કરું છું છતાં હું ધમીડ નથી! આ વિચારમાં ધ્રુજી ઉઠયો ને હાથમાંથી થાળી પડી ગઈ. અને જમીન સાથે અથડાતાં થાળી