SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શારદા શિખર હવે મહેન જાહલનો પત્ર વાંચીને નવઘણને ખાલપણની ખધી સ્મૃતિ તાજી થઈ. તેણે નક્કી કર્યુ કે મારું ગમે તે થાય. મારા પ્રાણના ભેાગે પણ મારે જાહલને સુમરાના સકંજામાંથી છેડાવી તેના શીયળનું રક્ષણ કરવું. પેાતાનું સૈન્ય તૈયાર કર્યું. તે સિવાય આખા સૌરાષ્ટ્રમાંથી તેણે બધા શૂરવીર લડવૈયાને ખેલાવી નવલાખનું સન્ય ભેગું કરીને સિંધ ઉપર લડાઈ કરવા જુનાગઢ છેડીને ચાલી નીકળ્યેા. રા'નવઘણનું સૈન્ય પાણીના પ્રવાહની માફક ારત ગતિથી ચાલ્યું જાય છે. ચાલતાં ચાલતાં ખાડ નામના એક ગામને પાદરે સૈન્ય પહેાંચ્યું. આ સમયે વરૂડી નામની એક ચારણની કરી તેની સરખી સાહેલીઓ સાથે રમતી હતી તે રા’નવઘણની આડે ઉભી રહી. ત્યારે નવઘણે કહ્યું. બહેન ! તું અમારા માથી દૂર જા. અમારે જલ્દી જવાનું છે. નવઘણની પાછળ આખું સૈન્ય અટકી ગયું. વરૂડી કહે છે આ મારા નવઘણુ વીરા ! તને જમાડયા વિના નહિ જવા દઉં. ત્યારે નવઘણે કહ્યું– બહેન ! હું એકલા નથી. મારી સાથે તે નવલાખનું સૈન્ય છે. તે બધાને તું કેવી રીતે જમાડીશ ? ત્યારે વરૂડીએ કહ્યું. બધુ થઈ રહેશે. તું શ્રધ્ધા રાખ. વરૂડીની વાત સાંભળીને રા'નવઘણ કંઈ ખોલી શકયા નહિ. તેણે આમ ત્રણ સ્વીકારી લીધું. લશ્કર ત્યાં થેાભાળ્યું. તે વખતે વરૂડીએ એક કુલડીમાં ચાખા રાંધ્યા. તેના ઉપર કપડું ઢાંકી દીધું ને બે હાથ જોડીને ખોલી. મારી જાહલ ખહેન જો સાચી સતી હોય તે તેના શીયળના પ્રભાવે આ કુલડીમાંથી મારે નવઘણ વીર અને તેનું આખું સૈન્ય જમે તેટલુ પકવાન અને અધું ભેાજન મળજો. આમ કહીને અંદરથી મીઠાઈ એ બહાર કાઢી. આખુ સૈન્ય જમ્યુ. પણ ભેાજન ખૂટયું નહિ. આ જોઈને નવઘણુને વરૂડી ઉપર શ્રધ્ધા બેઠી અને તેને નમીને હમીર સુમરા ઉપર ચઢાઈ કરવા જવાની આજ્ઞા માંગી. ત્યારે વીએ કહ્યું-વીરા ! તું સતીની વહારે જઈ રહ્યો છું. તારેા જરૂર વિજય થશે. તું વિજયડંકા વગાડી મારી જાહલ ખહેનને લઈને વહેલા આવજે, જાહલને છ મહિનામાં ફક્ત એક બે દિવસ બાકી હતા તે સિધમાં પહાંચી ગયા. ત્યાં જઈને હમીર સુમરાના શહેરને ફરતા ઘેરે નાંખ્યા. સૌરાષ્ટ્રનું સૈન્ય અચાનક પેાતાના ઉપર ચઢી આવ્યું. જાણીને હમીર સુમરે ગભરાઈ ગા. બંને વચ્ચે લડાઈ થતાં સુમરાનું સૈન્ય ચપટીમાં ચાળાઈ ગયું. હમીર નવઘણના શરણે આવ્યેા. રા'નવઘણુ વિજ્ય વાવટા ફરકાવી હષ ભેર પોતાની વહાલસેાયી બહેનડી પાસે આબ્યા. જાહલે ભાઈના ઉમળકાભર્યો એવારણા લીધા. ભાઈને ઘણાં વર્ષે જોઈ તેની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. ને ખોલી-વીરા ! તું નઆવ્યેા હત તો મારુ શું થાત ? અરે બહેન ! આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારી બહેનના વાળ વાંકા નહિ થવા દઉં.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy