SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ માંડવીએ અમારે મહાલતાં, બાધવ દીધેલ બોલ, કરવી કાપડાની કાર, જાહલને જૂનાણું ધણી. મારા લગ્ન વખતે વીરા ! તું મને માંડવામાં કાપડું દેવા આવ્યું હતું. હે બાંધવા ! તું યાદ કર. તે સમયે મેં કહ્યું હતું–વીરા ! અત્યારે મને પિતાજીએ ઘણે કરિયાવર કર્યો છે. તારા કાપડાની મને અત્યારે જરૂર નથી. મારે જરૂર પડશે ત્યારે માંગી લઈશ. તારે ત્યાં અત્યારે થાપણ તરીકે મૂકી રાખજે. તે મને જરૂર પડે માંગવાને કેલ આપે છે. તે વીરા ! હવે મને એ કાપડાની જરૂર પડી છે. અમે અહીં જીવવાની આશાથી આવ્યા હતા. અને જીવન નિર્વાહ કરતા હતા. પણ અત્યારે હૈયાનું હીર સૂકાઈ ગયું છે. બધાના જીવ ચપટીમાં છે. હમીર સુમરાએ મારા તંબુને ફરતી કી મૂકીને મને ઘેરી લીધી છે. તેથી અમે નીકળી શક્તાં નથી. હું ક્યાં જાઉં? અત્યારે તે તારા સિવાય મને કઈ છેડાવનાર નથી. હે વીરા! મોસાળમાં મામા નથી. માતા-પિતા સ્વર્ગે ગયા છે. હવે પિયરમાં ભાઈ પણ નથી. વીર વગરની બહેનડી એકલી નૂરે છે. તેના માથે આભ ફાટ છે. તું જુનાગઢને મોટે મહારાજા બન્યો છું. તે તારા આપેલા વચન પ્રમાણે આભને થીંગડુ દેવા વહેલો આવજે. મેં હમીરને છ મહિનાનું વચન આપ્યું છે. છ મહિના ઉપર એક દિવસ જશે તે તારી બહેનડી જાહલ જીભ કરડી, ગળે ટૂંપો દઈને પ્રાણ ત્યાગ કરશે. તારી બહેનને તું મૂલ્ય ન હોય ને સાચે પ્રેમ હોય તે પ્રેમની પ્રતીતિ કરાવવા તું વહેલે આવજે. બંધુઓ! જાહલને પહેલાંની વાત યાદ કેમ કરાવવી પડી? એને જુનાગઢ જવાનો મેહ ન હતો. આટલું દુઃખ પડ્યું, દુષ્કાળ પડયો ત્યારે વગડો વેઠવા તૈયાર થઈ પણ ભાઈને ઘેર જવાની તેણે ઈચ્છા કરી નથી. આજે ભાઈને કેમ યાદ કર્યો? આ બધું લખવાનું પ્રજન હોય તે એક જ કે તે પિતાના શીયળનું રક્ષણ કરવા માટે. કારણ કે નવઘણ રાજસુખમાં જાહલને વીસરી ગયો છે. તે સમજતી હતી. આ બધું ન લખે તે તેને જાહલ યાદ આવે કે ન આવે. કોણ જાણે કેણ હશે? એમ માની લે તેથી વિગતવાર પત્ર લખ્યો છે. પત્રમાં જાહલનાં આંસુના ટીપા પડયા હતાં. બહેનને પત્ર વાંચતાં નવઘણનું લેહી ઉકળી ગયું ને આંખમાં આંસુ આવી ગયા. અહે! આવા કપરા દુષ્કાળમાં મેં બહેનને યાદ ન કરી ત્યારે તેની આ દશા થઈને ? તેને સોરઠ છોડીને સિંધમાં જવું પડયું ને ? જેણે મારા માટે જાન દે તેટલું દુઃખ, વેડ્યું છે એ ઉપકાર તું કેમ ભૂલે ? હવે તે બહેનનું રક્ષણ કરવા જલદી જાઉં. હવે રાનવઘણ મોટું સૈન્ય લઈને જાહલને સુમરાના સકંજામાંથી મુક્ત કરી સાચી વીરપસલી આપશે તેના ભાવ અવસરે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy