SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શારદા શિખર તેજસ્વિતા પ્રાપ્ત કરી તે કારણથી તને જલાવવામાં આવે છે ને મને પહેરવામાં આવે છે. બંધુઓ ! બોલે, તમારે હીરા જેવા બનવું છે કે કોલસા જેવા ? જે તમારે હીરા જેવા બનવું હોય તે કઈ ગમે તેટલી વાત કરે, કઈ નિંદા કરે છે તેમાં પડશે નહિ. પણ જ્યાં જ્યાં જાઓ, જે જે દેખે તેમાંથી ગુણ ગ્રહણ કરે ને અવગુણેને છોડી દેજો. એમ વિચાર કરજે કે ગુણ મારા છે ને અવગુણ મારાથી પર છે. ગુણાનુરાગ જીવનમાં આવી જશે તે બેડે પાર થઈ જશે. તમે ચંદ્રમાને તે જુઓ છે ને ? ચંદ્રમાના જીવનના ઉતાર અને ચઢાવથી બાધ ગ્રહણ કરે. ચંદ્રના જીવનમાં કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ એમ બે પક્ષ આવે છે. શુકલ પક્ષમાં પ્રકાશ હોય છે ને કૃષ્ણપક્ષમાં અંધકાર હોય છે. શુકલપક્ષના ચંદ્રમાની જેમ દિનપ્રતિદિન જીવનમાં ગુણેનીવૃદ્ધિ કરતા જાઓ અને કૃષ્ણપક્ષના ચંદ્રમાની જેમ દુર્ગને દિનપ્રતિદિન દૂર કરતાં રહે તે તમારું જીવન ઉજજવળ અને તેજસ્વી બનશે. ગુણને કલર વેત છે ને અવગુણને કલર કાળો છે. વીતરાગી સંતેના કપડાને કલર પણ શ્વેત હોય છે. પહેલા અને છેલા તીર્થકરના સંતેને વેત કપડાં હતા અને વચલા બાવીસ તીર્થંકરના સંતે ભલે રંગીન વસ્ત્રો પહેરતાં હતાં પણ તેમના પરિણામમાં તે ઉજજવળતા હતી. સરળતા હતી. સરળ હદયના માનવી વેત કલર સમાન ગુણને ગ્રહણ કરે છે. ને અવગુણને છોડી દે છે. આપણે આત્મા ખુદ તીર્થકર ભગવાનના સસરણમાં ગમે ત્યાં પણ તેણે અવગુણ ગ્રહણ કર્યા ને પિતાનું પકડેલું નાડું છેડયું નથી તેના કારણે ચતુર્ગતિ સંસારમાં રખડે છે. આ સંસારમાં બે પ્રકારના મનુષ્ય રહેલા છે. એક પક્ષી જેવા અને બીજા વાંદરા જેવા. વૃક્ષની એક ડાળે વાંદરો બેઠે છે ને બીજી ડાળ પક્ષી બેઠું છે. જ્યારે ખૂબ વાવાઝોડું થાય, વૃક્ષની ડાળ તૂટવાની અણી ઉપર હોય તે વખતે પક્ષી સમય સૂચકતા વાપરીને વૃક્ષની ડાળ ઉપરથી ઉડી જાય છે ને વાંદરો પડી જવાના ભયથી એ ડાળને ચીટકી જાય છે. જેથી પકડી રાખે છે. તે વૃક્ષ પડતાંની સાથે વાંદરો તેની નીચે દબાઈને મરી જાય છે ને પક્ષી ભય આવ્યે જાણે પિતાનું સ્થાન બદલીને સુરક્ષિત સ્થાનને આશ્રય લે છે. આ રીતે જે મનુષ્યની પ્રકૃત્તિ વાંદરા જેવી છે. તેઓ મારા ધન-વૈભવ અને ભેગો ચાલ્યા જશે એવા ભયથી તેને છોડવાના સમયે તેમાં વધુ ચોટતા જાય છે. અને જે મનુષ્ય પક્ષી જેવા છે તેઓ વહેલા કે મેડા એક દિવસ બધું છોડવાનું છે. હું નહિ છોડું તો એ મને છોડીને ચાલ્યા એમ સમજીને પિતાની જાતે ભોગને છોડી દે છે. અને ધર્મનું શરણું અંગીકાર કરે છે. જંબુસ્વામી સુધર્માસ્વામીને કહે છે કે ભગવાને ક્યા ભાનું પ્રકાશન કર્યું છે?
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy