________________
વ્યાખ્યાન નં-૪૦ શ્રાવણ વદ ૪ ને શુક્રવાર
તા. ૧૩-૮-૭૬ અનંત કરૂણાનીધિ સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિધાંત. અનંતકાળથી ભવાટવીમાં ભૂલેલા જીને ભગવંતે સિધ્ધાંત દ્વારા મોક્ષમાં જવા માટેનું માર્ગદર્શન કરેલું છે. “gયા વીરા મારી આ સિદ્ધાંત વાણી ઉપર શ્રધ્ધા કરીને આ મહાન મેક્ષમાર્ગમાં અનેક મહાપુરૂષોએ સંયમમાં પોતાનું બળ પરાક્રમ ફેરવીને સંસારના પરિભ્રમણ રૂપ, જન્મ-મરણ રૂપ દુઃખાને તથા આઠ કર્મોને નાશ કરીને શાશ્વત સુખનું સ્થાન એવા મેલને પ્રાપ્ત કરેલ છે. આ વાણું ઉપર શ્રદ્ધા કરી ભૂતકાળમાં પણ અનંત જીવે મોક્ષમાં ગયા છે.
જ્યાં સુધી વીતરાગ વાણીમાં યથાર્થ શ્રધ્ધા નથી થઈ ત્યાં સુધી મેક્ષ ઘણે દૂર છે તે સમજી લેજે. જે ખરેખર તમે સમજે તે ભગવંતે સિધ્ધાંતમાં જ્ઞાનના લાડુ પીરસ્યા છે. પણ ગળામાં કુશંકારૂપી પ્લેગની ગાંઠ થઈ હોય તે લાડ ગળે ક્યાંથી ઉતરે? ભગવાનની વાણી તે લાડુથી પણ અધિક મીઠી અમૃત જેવી છે. પણ અશ્રધ્ધાને કારણે જીવ સંસારમાં ભમે છે. મિથ્યાત્વી જીવ પણ નવરૈવેયક સુધી તે જાય છે. પણ તેથી તેનું પરિભ્રમણ અટકતું નથી. એક વખત સમ્યકદર્શનને દિવડે પ્રગટી જાય તે જીવને મેક્ષમાં જવાનું સટીફીકેટ મળી જાય. પછી એને વધુમાં વધુ અર્ધ પુગલ પરાવર્તનકાળથી વધુ સંસારમાં ભમવાનું રહેતું નથી. તમારા દીકરાને સારી કેલેજના પ્રવેશનું એડમીશન મેળવવા માટે કેટલી દોડાદેડ કરે છે? સાંભળ્યું છે કે પંદર-વીસ ને પચીસહજાર રૂપિયા ડેનેશન આપીને પણ કોલેજનું એડમીશન મેળવે છે.
બંધુઓ ! હું તમને પૂછું છું કે તમે દોડાદોડી કરીને તમારા દીકરાને દાખલ કરવા માટે ડોનેશન આપીને એડમીશન મેળવ્યું. પણ દીક ભણ્યા પછી કે થશે તે તે જ્ઞાની જાણે. પાસ થશે કે નાપાસ? તે પણ ભાગ્યની વાત છે. છતાં તમને કેટલી હોંશ છે ! પણ અમારા મહાવીર પ્રભુની મેડીકલ કોલેજમાં તમારા દીકરાને દાખલ કરવાનું મન થાય છે? અહીં તમે દાખલ કરવા આવશે તે ડોનેશન આપવું નહિ પડે. આ કેલેજમાં દાખલ થયા પછી આત્માનું કલ્યાણ છે. છતાં જીવનું કેવું ભયંકર અજ્ઞાન છે કે રામ સુંદર ભવ્ય માર્ગ હોવા છતાં આ માર્ગે આવવાનું મન થતું નથી. તમારા અબજો રૂપિયામાં કે મોટી ડીગ્રીમાં મોક્ષનું સર્ટીફીકેટ આપવાની તાકાત છે? હોય તે મને બતાવે. એ તાકાત તે સમ્યક્દર્શનમાં છે. માટે સમતિ પ્રાપ્ત કરવા માટે આ ભવમાં ભગીરથ પુરૂષાર્થ કરે. મિથ્યાત્વ કેને કહેવાય