SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ચારદા શિખર ગાળીશું અને એક વર્ષ પછી અહી સુકાળ થશે એટલે આપણે પાછા આવી જઈશું'. મારા માટે આપનું મન ઘણું દુભાય છે. મને સાથે લઈ જવાની આપની મરજી નથી પણ મારે તા સાથે રહેવું છે. મારે પિયર જઇને શુ કરવુ' ? જાહલની મક્કમતા જોઇને સિંધદેશમાં જવાનું નક્કી કર્યું", ખંધુએ ! જાહલની મક્કમતા કેટલી છે! આજની સ્ત્રીએ જો પેાતાનો ભાઈ આવા માટા રાજા હાય તેા વગડાના દુઃખ વેઠવા તૈયાર ન થાય. અહી તે જુનાગઢનો રા'નવઘણ જેવા ખળીયા જેનો અંધવા હતા, જાહલ જેવી હજારા સ્ત્રીએ અને તેના પતિ જેવા હજારો પુરૂષષ જિંદગીભર જેના રાજ્યમાં રહે તેા પણ તેને ત્યાં કાઈ વાતનો તૂટો આવે એમ ન હતું. જાહલનું નામ સાંભળીને નવઘણ ખુલ્લે પગે સામા દોડીને આવે ને જેના પડતા ખેલ ઝીલવા તૈયાર રહે તેમ હતું અને જેની છાયામાં એક તેા શુ સે’કડા દુષ્કાળ પડે તે પણ ઉની આંચ આવે તેમ ન હતું. એવા સ્થળે પણ દુઃખના વખતમાં જાહલને જવું યાગ્ય લાગ્યું નહિ. ત્યાં જવું તે સુખમાં જવું પણ દુ:ખમાં નહિ. આખા દેશ દુષ્કાળનો ભાગ ખની ગયા હતા. આખા દેશના લોકો અન્નપાણી વિના ટળવળતા હતા. આવા કટોકટીનો સમય હતેા. આવા કપરા સમયમાં નવઘણુ રાજવૈભવના આનદમાં પોતાની વહાલી બહેન જાહલને ભૂલી ગયા. આ સંસાર એ વિચિત્ર છે કે માણસ પેાતાના સુખમાં મગ્ન બને છે ત્યારે ખીજા સુખી છે કે દુઃખી તેનો તેને વિચાર સરખા પણુ આવતા નથી. જાહુલ, તેનો પતિ અને તેમના આખા નેસડામાં વસતા આહીરેશ પોતપેાતાનુ કુટુંબ અને પશુધન સાથે લઇને સિધદેશમાં જવા તૈયાર થયા. સઘળા સારા દેશ, રાતા રાતા પાણીએ, હલકી હાલ્યા વિદેશ, ધનથી તનને પોષવા. પેાતાનું વતન છેડીને કાઈ ને ખીજે જવુ ગમતુ નથી. આવા કટોકટીના સમયમાં પાપી પેટને પાષવા ખાતર જતી વખતે જાહલનું હૈયું ભરાઈ આવ્યું. પશુ ગયા વિના છૂટકો ન હતા. કાં તેા દેહનો નેહ છેડવા પડે કાં મરણની શરણાગતિ સ્વીકારવી પડે. એમાંથી એક રસ્તા લીધા વિના ચાલે તેમ નથી. બધા આહીરાને પણ દુ:ખ થયું. આખા નેસડાના આહીરા જાણે એક કુટુંબના હોય તેમ ભેગા થઇને સિધ દેશમાં જવા તૈયાર થઈ ગયા. સારડ છેડીને સિંધમાં જવા કદમ ઉઠાવ્યાં તે વખતે પેાતાના પશુએને જાહલ કહે છે. ચાલા, આ દેશમાં આપણા કોઈ આધાર નથી. એટલે પરદેશનો આશ્રય લેવા પશે. આટલુ ખેલતાં તેની આંખામાંથી ચૈાધારા આંસુ વહેવા લાગ્યા. બધા આહીરા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy