SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન શારદા–શિખર પ્રગટ કરતી વખતે આપણા સ્થા. જૈન સાધુ-સાધ્વીજીમાં ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, જૈન શાસનના ઝળહળતા સિતારા મા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદામાઈ મહાસતીજીની અમૃતમય વાણીનુ શ્રવણુ કરવું એ પણ જીદગીના એક અમૂલ્ય લ્હાવા છે. આ જગતના ઉપવનમાં અનેક આત્માએ ખીલે છે ને કરમાય છે પરંતુ તેમાં કંઈક આત્માઓ ગુલામના પુષ્પાની માફક પોતાનું જીવન સુવાસિત મઘમઘતું બનાવી સ'સારના જીવાને પણ સૌરભ આપે છે. તેવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા ખા. બ્ર. મહાવિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી. જેમણે જૈન શાસનનેા ડકા દેશના ખૂણે ખૂણે વગાડી અનેક આત્માઓને આધ્યાત્મિક માર્ગે વળ્યાં છે, 'એમની વ્યાખ્યાન વાણીનુ શ્રવણ કરતા શ્રેાતાના મુગ્ધ બને છે અને પ્રત્યક્ષ વાણીના લાભ ન લઇ શકનાર જિજ્ઞાસુએ પૂજ્ય મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહાના પુસ્તકા દ્વારા પ્રેરણા મેળવી રહ્યા છે. આ પ રેછે! આવા પરમ ઉપકારી પ્રેક, તત્વચિંતક જીવનસુધારક મા. બ્ર. શારદાબાઈ મહાસતીજીનું સંવત ‘૨૦૩૨નું ચાતુર્માસ ઘાટકે પર મુકામે થનાર છે તેસમાચારથી અમાને ઘણા જ હર્ષ થર્યા. પૂજ્ય ખા. બ્ર. શારદાખાઈ મ. સ. ઠા. ૧૩ પાટકેપિર ચાર્તુમાસાથે" પધાર્યો તેમની પ્રેરણાદાયી વ્યાખ્યાન વાણીના અમને અમૂલ્ય લાભમળ્યા. પૂજ્ય મહાસતીજીના મુખેથી જિનવાણીની રસગ ંગાનું પયપાન કર્યું એટલે દિલમાં લાગવા માંડયું કે વારવાર આ આધ્યાત્મિક સરિતાના નિળ નીર પીધા જ કરીએ. મા. પ્ર. પૂજ્ય શ્રી શારદાખાઇ મ. સ. ના મુખેથી અમે જ્યારે જિનવાણી સાંભળી ત્યારે દિલમાં થતુ કે આવી અમૃતમય વાણીને ગ્રંથરૂપે પ્રકાશીત કરી હાય તા કેવું સારું! અમારા પૂજ્ય મમતાળુ માતા મણીબહેનની ભાવનાથી આ પુસ્તક પ્રકાશીત કરવાની અમને જિજ્ઞાસા થઈ. આ પુસ્તકા પ્રકાશીત કરવા શ્રી ઘાટકોપર સંઘના કાય વાહકોની શુભ પ્રેરણા અને તેમની અનુમતિથી આ વ્યાખ્યાન સંગ્રહ પ્રસિધ્ધ કરવાની અમને જે તક મળી છે તે માટે અમે સૌના ઋણી છીએ. 47 4 આ પ્રવચન પુસ્તકમાં બે મુખ્ય પ્રવાહે છે. જેમાં એક છે જ્ઞાતાજીસૂત્રને મહીનાથ ભગવાનને અધિકાર. અને બીજો છે પ્રદ્યુમ્ન ચરિત્રના અધિકાર. જે ખૂબ રસપ્રદ, એધદાયક અને વૈરાગ્યરસિક છે. જે સાંભળતા શ્રોતાજનાના હૃદય હચમચી ઉઠતા. ઘડીભર વૈરાગ્યના રંગે રંગાઈ જતા. જે વાણીના પ્રભાવથી ઘટકોપરમાં તષ-ત્યાગના પૂર ઉમટ્યા હતા. આબાલવૃધ્ધ ધર્મ મય બન્યા હતા. હું વાંચકે ! આપ પણ આ પુસ્તક વાંચીને આપના જીવનમાં નવીન પ્રેરણામેળવશે, આ કાર્યોંમાં શ્રી ઘાટકેાપર સંઘે અમને સારા સહકાર આપેલ છે તે બદલ તેમના તથા જે ભાઈબહેનેાએ અગાઉથી પુસ્તકના ગ્રાહક તરીકેના નામેા નાંધાવ્યા છે તે માટે સૌના આભારી છીએ, લી. મનસુખલાલ છગનલાલ દેસાઈ (ટ્રસ્ટી)
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy