SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર આનું નામ દૈવી લક્ષમી છે. જે જીને પુણ્યના પ્રકાશથી બંગલે મળે પણ બંગલામાં રહીને ધર્મ નથી કરતે તે અંધકારમાં જવાનો છે. જે આ પૂર્વે ધર્મની આરાધના કરીને આવ્યા છે ને આ ભવમાં ધર્મની આરાધના કરે છે તેવા પુણ્યવાન પ્રકાશમાંથી આવ્યા ને પ્રકાશમાં જવાના છે. કદાચ પાપના ઉદયે ભલે ધન ન મળે પણ કદી ધર્મને છોડશે નહિ. ઘઉં વાવનાર ખેડૂતને ઘાસ હેજે મળી જાય છે તેમ જે ધર્મ કરે છે તેને ધન સહેજે મળી જાય છે. માટે ધનની ચિંતા ન કરશે. પણ ધર્મની ચિંતા કરજો. આપણે આગળ પેલા બે ભાઈની વાત કરી કે દેવ તેમના ઉપર પ્રસન્ન થયે તેથી સૂર્ય ઉદય સમયે રત્નદ્વીપે લાવીને મૂકયા. અને સૂર્ય અસ્ત થાય ત્યારે રત્નપથી પાછા તેમના સ્થાને મૂકી જવાની શરત કરી હતી. તે દરમ્યાનમાં જેટલા રત્નો લેવાય તેટલા લઈ લેવાના હતા. તે આ બાબતમાં આપણે પણ વિચાર કરવાનું છે. પુણ્યરૂપી દેવે આપણને માનવભવરૂપી રનદ્વીપમાં લાવીને મૂક્યા છે. તેણે શરત કરી છે કે જ્યાં સુધી તમારા આયુષ્યરૂપી સૂર્યનો ઉદય છે ત્યાં સુધીમાં હે ભવ્ય છે! તમે આ માનવભવરૂપી રનડ્રીપમાંથી જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય રતન તમારાથી જેટલા લેવાય તેટલા લઈ લે. દેવે તે બંને ભાઈઓને રીપમાં રહેવા માટે સુંદર મહેલ બનાવી આપે. હરવા ફરવા માટે બગીચે, અને ખાવા પીવા માટે એક એકથી ચઢિયાતા ભેજનની સગવડ કરી આપી. ત્યાં જઈને બે ભાઈએ વિચાર કરવા લાગ્યા કે અહીં તે સ્વર્ગ જેવા સુખો છે. આપણે શું કરવું ? મેટે ભાઈ તે કદી નહિ ખાધેલા એવા પકવાન અને ફરસાણ ખાવામાં લલચાઈ ગયે. એણે પેટ ભરીને ખાધું ત્યારે નાના ભાઈએ ડું ખાધું, બહુ ખાવાથી પ્રમાદ આવે છે. એટલે ભૂખ મટે ને કામ થાય તે રીતે થોડું ખાધું. પછી પિતાના ગાડામાં રનો ભરવા લાગ્યો. આખું ગાડું રત્નોથી ભરી તેના ઉપર કપડું ઢાંકીને નિરાંતે સૂઈ ગયે અને મેટાભાઈએ તે પેટ ભરીને મીઠાઈઓ ખાધી. પછી બગીચામાં ફરવા ગયે. ઉંઘ આવી એટલે ઉંઘી ગયે. એના નાના ભાઈ એ એને બે-ત્રણ વખત જગાડ ને કહ્યું-ભાઈ! તમે શું ઊંઘે છે? ઉઠને જલ્દી ગાડામાં રત્ન ભરી દે. હમણાં રાત પડી જશે ને દેવ આપણને આપણું ઘર ભેગાં કરી દેશે. ત્યારે મેટે ભાઈ કહે છે ભાઈ! શી ઉતાવળ છે? હમણાં રન લઈ લઉં છું. ગાડામાં રત્નો ભરતાં શી વાર? જીવ્યા કરતાં જોયું ભલું. આવું ખાવાપીવાનું ને હરવા ફરવાનું કયાં મળવાનું છે? માટે ભાઈ ખાવાપીવામાં ને હરવા ફરવામાં રહી ગયે. સૂર્યાસ્ત થતાં દેવ હાજર થયા ને કહ્યું. તમે તમારા ગાડામાં બેસી જાઓ, ત્યારે મેટે ભાઈ કહે છે થોડીવાર ખમે. હું
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy