________________
૪૮૬
શારદા શિખર धम्मो ताणं धम्मो सरणं, धम्मो गइ पइट्ठाय ।
धम्मेण सुचरिएण, लब्भइ अयरामर ठाणं ॥ ધર્મ ત્રાણુ અને શરણરૂપ છે. ધર્મ ગતિ અને આધાર રૂપ છે. ધર્મની સમ્ય) આરાધના કરવાથી જીવ અજર અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. આ ઉત્તમ કલ્પવૃક્ષ અને રત્નચિંતામણી સમાન આપણને ધર્મ મળે છે. આ ધર્મ ફરીફરીને નહિ મળે. તપ-ત્યાગનાં તેરણ બાંધી અને શ્રધ્ધાના સુમો ખીલાવી માનવ જીવનને શણગારે. ધર્મ એ આત્માનો સાચે શણગાર છે. ગુલાબમાં સુવાસ છે તે તેની કિંમત છે. પણ સુગંધ વિનાનું કુલ ગમે તેટલું મનોહર અને આકર્ષક હોય તે તેની કિંમત નથી. તેમ જ્ઞાની કહે છે કે ધર્મ વિનાનું જીવન પણ સુગંધ વિનાના પુષ્પ જેવું છે. ભલે, પૈસાથી માનવી બીજાને આકર્ષી શકે પણ તેમના જીવનમાં ધર્મના અભાવે શાંતિ કે આનંદ હોતે નથી. ધર્મથી માનવીની કિંમત છે.
બંધુઓ ! તમારે જે આ માનવ જીવનને સફળ બનાવવું હોય તે તમારા જીવનમાં, વાણી-વર્તન અને વ્યવહારના દરેક કાર્યોમાં ધર્મને વણી લે. વહેપાર કરતાં હે ત્યારે એ વિચાર ન કરશે કે વહેપાર અને ધર્મને શું લાગેવળગે છે? ઈમાનદારી, પ્રમાણિક્તા, અને સત્ય એ વહેપારનો ધર્મ છે, અને સમ્યગૂ ચારિત્ર એ સમગ્ર જીવનનો ધર્મ છે. ચારિત્ર ધર્મ વિનાનું જીવન શૂન્ય છે. મહાત્મા ભતૃહરિએ પણ કહ્યું છે કે,
येषां न विद्या न तपो न दानम्, न चापि शीलं न गुणो न धर्मः । ते मृत्युलोके भुविभारभूता, मनुष्य रुपेण मृगाश्चरन्ति ॥
જેના જીવનમાં વિદ્યા નથી. આ વિદ્યા એટલે આજનું ભણતર નહિ પણ જે જન્મ અને મરણના ફેરામાંથી સદાને માટે મુક્ત અપાવે તેવી વિદ્યા નથી. જેના જીવનમાં કર્મની તમામ વર્ગણાઓને બાળીને ખાખ કરી નાંખે તેવું બાહ્ય કે આત્યંતર તપ નથી, પિતાનું સુખ જતું કરીને પણ બીજાનું ભલું કરવાની નિઃસ્વાર્થ ભાવનાવાળું દાન નથી, અને જેના જીવનમાં દયા, ક્ષમા, વિનય આદિ સદ્ગુણે નથી, અને જેનું શીલ ચેપ્યું નથી તેવા છે આ પૃથ્વી ઉપર ભારરૂપ છે. જંગલમાં ચરતાં મૃગલાઓ અને આવા જમાં કઈ તફાવત નથી. જેના જીવનમાં ધર્મ છે તે સાચે માનવ છે.
બંધુઓ ધર્મના પ્રતાપે તમને માનવ જન્મ અને સુખસામગ્રી મળી છે. પણ તેમાં લુબ્ધ ન બને. એક શેઠને બે દીકરા હતા. બંને કર્મના ઉદયથી ખૂબ ગરીબ હતા. ગરીબાઈ ટાળવા માટે તેમણે અઠ્ઠમ તપ કરીને દેવને આરાધ્ય. ને કહ્યું કે અમને સુખી કરે. દેવ તેમના ઉપર પ્રસન્ન થયે. ને તે બંનેને રદ્વીપમાં લઈ ગ, તમને પણ રન બહુ ગમે છે ને ? અહીં કેઈ આવીને એમ કહે કે અમુક