________________
"RY
શારદા શિખર ઘરમાંથી મહાવીરના ઘરમાં લાવવાનો છે. જે સદા રતનત્રયીમાં રમણતા કરે તે શીવસુદરી સાથે સદા રમણતા કરે. રત્નત્રયી આત્માને શીવસુંદરી સાથે ભેટો કરાવનાર છે. રત્નત્રયી એટલે શું ? એ તો તમે જાણે છે ને? સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્ર એ ત્રણ વસ્તુને રત્નત્રયી કહેવામાં આવે છે.
તમે એકાગ્ર ચિત્ત કરીને ભગવાનને પ્રાર્થના કરતા હો તે સમયે જે તમને કંઇ માંગવાનું મન થાય તે રત્નત્રયીની માંગણી કરજે. બીજું કંઈ ન માંગતા, કારણ કે જેની પાસે જે હોય તે મળે છે.
દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની, અમે માંગનારા કરીએ નાદાની, " પારસની પાસે અમે પથરાએ માંગીએ, તમે જેને ત્યાગ કર્યો એ જ અમે માંગીએ.
ભગવાને જેનો ત્યાગ કર્યો તેનો આપણે રાગ કરીએ છીએ ને તે માંગીએ છીએ. પણ માંગવું હોય તે રત્નત્રયી માંગવા જેવી છે.
આપણા ત્રિકાળી વીતરાગ ભગવંતોએ ભૂતકાળમાં અનંત આત્માઓને રત્નત્રયીને રાહ બતાવ્યું છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી પ્રમુખ વીસ વિહરમાન તીર્થકરે કરોડો માનવીઓને રત્નત્રયી પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવી રહ્યા છે. તીર્થકર ભગવંતો પાસે રત્નત્રયીની માંગણી કરી શકાય. પણ તમે શું માંગી રહ્યા છો ? બોલે તો ખરા. તમે તો લાડી-વાડી–ગાડી અને ધન આ બધું માંગ છે ને? પણ એનાથી આત્મા હળ નહિ બને. પાસે ધન ન હોય તો તમને સંસારે સુખમાં ઉણપ લાગે છે. પણ જ્ઞાની કહે છે તે આત્મા ! રત્નત્રયી વિના તેને જીવનમાં ભારે ઉણપ લાગવી જોઈએ. પાસે ગમે તેટલો વૈભવ હોય પણ એક રત્નત્રયી ન હોય તો સમકિતી આત્મા તેને તણખલા તુલ્ય ગણે. રત્નત્રયી વિના સમકિતી આત્માને જીવન ‘બેકાર લાગે. રત્નત્રયીની આરાધના સતત અને ભગવાને શાસ્ત્રમાં કહેલી વિધિથી થવી જોઈએ. રત્નત્રયીની રક્ષા માટે કામ-ક્રોધાદિ શત્રુઓથી સદા સાબદા રહેવું પડે. જિનેશ્વર ભગવંત અને જિનેશ્વર પ્રભુના વચનને પૂર્ણ વફાદાર રહી શાસ્ત્રના સ્વાધ્યાયમાં રક્ત બનવું જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જીવન સાથે જડી દેવી જોઈએ. વિકથા, વાસના, વિકાર અને વિલાસને જીવનમાંથી વિદાય આપવી પડશે. સશુરૂના ચરણે જીવન સમર્પિત કરી દેવું પડે અને કષ્ટોથી કંટાળવું ન જોઈએ.
દેવાનુપ્રિયે ! કષ્ટ એ કર્મને કાંટે કાઢવાનું શ્રેષ્ઠ સાધન છે. સમજણપૂર્વક સમભાવથી કોને સહન કરવાથી કર્મની નિર્જરા થાય છે. કષ્ટ વિના કર્મ નિર્જરાની ‘કમાણી નહિ થાય. જ્ઞાની કહે છે કે – “ કષ્ટથી કંટાળે તે કંગાળ છે. આવેલા કષ્ટને કંકુને ચાંલ્લે કરીને આવકારે તે કષ્ટમય સંસારને જલ્દી