SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ શા શિખર મને હવે મદ મારા જ્ઞાનને, થડ થેડે રંગ વિજ્ઞાનને, હવે યુગો એ અજ્ઞાનને, સાચે લાગે સંગ ભગવાનને, મનથી નમન કર્યું મેં પ્રભુને, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ કઈ હે મિત્ર! મને મારા જ્ઞાનનો છેટે ગર્વ હતો. પણ તારા જેવા સજજન મિત્રના સંગથી મારા અંતરમાં રહેલે અજ્ઞાન રૂપી હવાથી ભરેલું અભિમાનન કુ ફૂટી ગ. મારા જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. તું મારો ભગવાન છે. એમ કહીને મિત્રના ચરણમાં નમી પડયે ને પિતાનું જીવન સુધાર્યું. બંધુઓ ! જ્ઞાનને ગર્વ એ જીવની અજ્ઞાન અવસ્થા છે. આત્મામાં રહેલા અનંત જ્ઞાનને અજ્ઞાન રૂપી પડદે ઢાંકી દે છે. તમને કદાચ એમ થશે કે આત્મામાં રહેલા અનંત જ્ઞાનને અજ્ઞાન કેવી રીતે ઢાંકી શકે? તેનું સમાધાન કરતાં જ્ઞાની કહે છે કે સમગ્ર જગતને પ્રકાશિત કરનાર સૂર્ય ઉપર એક વાદળી આવે તે તેને પ્રકાશ ઢંકાઈ જાય છે. તથા જે આંખે દ્વારા સંસારમાં રહેલી પ્રત્યેક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ પણ તે આંખ ઉપર મોતી આવવાથી વસ્તુ આપણે જોઈ શકાતી નથી. તેવી રીતે જ્ઞાનને અનંત પ્રકાશ આત્મામાં હોવા છતાં તેના ઉપર અજ્ઞાનને પડદે પડવાથી જીવ પુણ્ય, પાપ, બંધ, મેક્ષ આદિ તનું સમ્યફજ્ઞાન કરી શકતો નથી. અને દુર્લભ માનવ જીવનને વ્યર્થ ગુમાવે છે. એક કવિએ કહ્યું છે કે, પડા પરદા જહાલત ક, અલકી આંખ પર તેરે! સુધા કે ખેતમેં તૂને, જહરકા બીજ ક્યાં બોયા છે? અરે મતિમંદ અજ્ઞાની, જન્મ પ્રભુ ભકિત બિન ખેયા ! જ્યાં સુધી અજ્ઞાન રૂપી પડદે જ્ઞાન રૂપી ચક્ષુ ઉપર પડેલો રહે છે ત્યાં સુધી મનુષ્યને આત્માને ઉધાર થાય તેવું જ્ઞાન થતું નથી. એટલા માટે કવિ કહે છે કે હે મૂખ! તે અમૃતના ખેતરમાં વિષનું બીજ શા માટે વાવ્યું ? એટલે કે જે અમૂલ્ય માનવભવ પામીને તારે સમ્યક સાધના કરીને મુકિત રૂપી અમૃતને પ્રાપ્ત કરવાનું હતું તે જીવનમાં તે કુકર્મો કરીને દુર્ગતિ રૂપી વિષનું વૃક્ષ કયાં વાગ્યું ? પ્રભુ ભક્તિ કર્યા વિના તે માનવ જીવનને વ્યર્થ ગુમાવી દીધું. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે આપણને ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તે પણ અભિમાન આવવું ન જોઈએ. અભિમાન એ મુક્તિના બીજને બાળનાર અગ્નિ છે. આત્માને પ્રગતિના પંથે ચઢતાં પછાડનાર શત્રુ છે. બાવીસ પરિષહમાં એક પ્રજ્ઞાનો પરિષહ છે. જ્ઞાનના ગર્વને ભગવાને પ્રજ્ઞા પરિષહ કહેલ છે. માનના માંચડે ચઢીને કેટલા મહાન પુરૂષ નીચે પટકાઈ ગયાં છે. અને ઘણાં મહાન પુરૂષે જીવનમાં નિરાભિમાનતા કેળવીને મુક્તિના શિખરે પહોંચીને માનવ જીવન સફળ બનાવી ગયા છે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy