________________
ચાર શિખર
૨૮૩ બરાબર છે ને ? તેમ જે આત્માઓ વીતરાગવાણીને ધધ હૃદયમાં ઝીલી ઉત્કૃષ્ટ ભાવે ધર્મારાધના કરે છે તેના કર્મના ગાબડાં પડી જાય છે. એટલે કર્મોના બંધન તૂટી જાય છે. પણ જે રંગલાવેડા કરે છે તેના શું કર્મો ધવાય ખરા? “ના.”
સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે હે જંબુ! ભગવાન પાસેથી સાંભળ્યું હતું તે તને કહું છું. “ઝrgબેન માવો” જેમ વહેપારી વહાણ દ્વારા સમુદ્રને પાર કરે છે ને તેના ધારેલા સ્થળે પહોંચે છે, તે રીતે તીર્થકર ભગવંતે બતાવેલા મોક્ષ માર્ગને આશ્રય લઈ ને ભૂતકાળમાં ઘણાં જ સંસાર સાગરને પાર પામ્યાં છે. એટલે કે ધારેલું સ્થળ સિધગતિને પામ્યા છે. સિદ્ધગતિને પ્રાપ્ત કરવામાં મોક્ષના બીજા રૂપ સમ્યક્ત્વની જરૂર છે. અને સમ્યકત્વ પ્રાપ્ત કરવા સદ્દગુરૂને આશ્રય લે પડે છે. અનંતાનુબંધી ચેકડી તથા દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ એ સાત પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને અનંતાનુબંધી ચોકડી, અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની એ ત્રણ ચોકડીની બાર પ્રકૃતિ અને દર્શન મેહનીયની ત્રણ એ પંદર પ્રકૃતિના ક્ષપશમથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યાં સમ્યકત્વ હોય ત્યાં ચારિત્રની ભજન છે પણ જ્યાં ચારિત્ર હોય ત્યાં સમ્યકત્વ તથા જ્ઞાન નિયમ છે. જ્યાં સમ્યફવ છે ત્યાં જ્ઞાન છે. અને જ્ઞાન છે ત્યાં સમ્યકત્વ છે. મનુષ્ય જન્મમાં વીતરાગવાણી, ધર્મને સુગ, સમ્યકત્વ અને ચારિત્ર એ ચારેયની આરાધનાથી જ્યારે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે.
જેમ ઉપર ચઢવા માટે સીડી સહારે છે તેમ મોક્ષ મંઝીલે ચઢવા માટે સિધાંતના વચન સહારા રૂપ છે. સિદ્ધાંતનું વચન છે કે જેને જલદી મેક્ષમાં જવું હોય તે ચારિત્ર અંગીકાર કરે. ચારિત્ર એ મોક્ષની ઉત્કૃષ્ટ સાધના છે. જો એ ન બને તે મધ્યમ આરાધના બાર વ્રત છે. શ્રાવકે બાર વ્રત અંગીકાર કરવા જોઈએ. બ્રાહ્મણને જનોઈ વિના ન ચાલે, વૈષ્ણવ ધર્મમાં કંઠી વિના ચાલતું નથી, તેમ જૈનકુળમાં જન્મેલાને બાર વ્રત અંગીકાર કર્યા વિના ન ચાલે, બાર ત્રત પણ જે તમે ન લઈ શકે તે છેવટે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, સંવર કરે, રાત્રી ભેજનને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળે ને યથાશક્તિ તપ કરે. જેમાં તમારી દુકાનમાં જાતજાતનો ને ભાતભાતને માલ હેય છે તેમ અમારા વીતરાગ ભગવાનની દુકાનમાં અનેક પ્રકારનો માલ ભરેલો છે. કાપડની મેટી દુકાનમાં કઈ મોટા શેઠાણી ખરીદી કરવા માટે આવ્યા. શેઠાણીને જઈ વહેપારી ખુશ થઈને કહે છે આ બહેન આવે! તમારે શું જોઈએ? શેઠાણી કહે મારે સાડી જોઈએ છે, રંગીલે વહેપારી રંગમાં આવીને એક એકથી ચઢીયાતી મૂલ્યવાન સાડીઓ ઉકેલીને બતાવે છે. ૫૦-૬૦ સાડીઓ ઉકેલીને બતાવી પણ શેઠાણીએ એક પણ સાડી ખરીદી નહિ. દેઢ કલાક પણ સાડી વેચાઈ નહિ ત્યારે વહેપારી શું બેલે છે? અરેરે.... તું જ બેણીમાં કયાંથી આવી? મારે