________________
આનંદધનની યાદ આવી જાય છે. આત્મા યાદ આવતાં અનંત શક્તિનો પંજ નજર સમક્ષ ખડે થઈ જાય છે. અફાટ શક્તિને સાગર આનંદના મોજાં ઉછાળ , ઉત્સાહમાં વધારો કરતો દેખાય છે. આત્માનું શુદ્ધ તિર્મય સ્વરૂપ આંખ સામે આવીને આનંદની લહેરીની લહાણ કરી જાય છે. અનંત સુખના સિંધુમાં સદા સહેલ કરતો કોઈ મસ્ત સહેલાણી નજર સમક્ષ તરે છે. સાત રાજલક ઉચે રહેલી નિરંજનોની (સિધ્ધ પરમાત્માની) નગરી તરફ નજર જાય છે ને સિધ્ધ ભગવંતની યાદ તાજી થાય છે. પવિત્રતાને પ્રકાશ ચોમેર ફેલાવતાં કેઈ અપૂર્વ સહસ્ત્ર રશ્મિના પવિત્ર દર્શન થાય છે. મેરૂ ગિરિ જેવા સ્થિર પરમાત્માના પરમતત્વની ઝાંખી થાય છે તે પૂર્ણતાની ટોચે ઉભેલાં પૂર્ણ આત્મા પૂર્ણ બનવાની પ્રેરણા આપી જાય છે.
જ્ઞાતાજી સૂત્રના અધિકારમાં મહાબલ રાજાને પણ આત્મસ્વરૂપની ઓળખાણ થઈ ગઈ છે. એટલે હવે સંસારને સીમાડે ઓળંગી સિધ્ધિના શાશ્વત સુખ મેળવવા તેમનું મન તલપાપડ થઈ રહ્યું છે. એટલે આત્માને શું કહે છે.
અવિનાશી અનુપમ પદ તારું, મેળવ મુક્તિનું બારું, સિદધેનું સુખ છે અનેરું (૨) સજી લે સમજણુને શણગાર, બની જા સાચે તું અણગાર એની... આત્મા સગુણને ભંડાર, સત્ય શિયળને શણગાર-એની શોભા અપંરપાર..
હે આત્મા ! તું અવિનાશી છે. કદી નાશ પામનારો નથી. તું અનુપમ છે. તારા મહાન પુણ્યોદયે તને અનુપમ વીતરાગ શાસન અને ધર્મઘોષ જેવા સદ્ગુરૂને વેગ મળે છે. તારે જહદી સિદ્ધિના સુખ મેળવવા હોય તે વિભાવના વંટેળ દૂર કરી સમજણને શણગાર સજીને તું સાચે અણગાર બની જા. મહાબલરાજા અણગાર બનવા તૈયાર થયા છે. ધર્મશેષ અણગાર પાસેથી નીકળી પિતાના મહેલમાં આવ્યા ને પિતાના મિત્રોને બોલાવી પિતાને દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યારે તેમના મિત્રોએ પણ કહ્યું હે મિત્ર! તમે અમારા પૂજનીક છે, વડીલ છે. તમે સંસાર છોડીને સંયમી બને તે અમે તેના આધારે રહીએ ? અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું. અમારે સંસારમાં રહેવું નથી. મહાબલરાજાએ પિતાના મિત્રોને કહ્યું છે મિત્રો ! તમે મારી સાથે દીક્ષા લેવા તૈયાર થયા છે એ બહુ આનંદની વાત છે. પણ આપણે નિર્ણય કર્યો છે કે આપણે બધું કાર્ય સાથે કરવું એ રીતે દીક્ષા નથી લેતાં ને ? સંયમ ખાંડાની ધાર છે. ખૂબ સમજીને પગલું ભરજે. મિત્રો કહે છે હે મહારાજા! અમે પણ આપની માફક સમજીને સંયમ લેવા તૈયાર થયાં છીએ.