________________
-૨૫૬
શારદા શિખર જાગે રે આત્મા આશ જાગી, મુક્તિના અમૃતની પ્યાસ જાગી, અભિલાષ જાગી...જાગ્યો - જ્યારે તમને વડે જાગે, ત્યારે વિભવ અળખામણું લાગે, લાગે ખારે સંસાર, લાગે પ્યારે અણગાર, એને સંયમના પંથની લગની લાગી... જાગે રે...
જેનો અંતરાત્મા જાગી ઉઠે છે તેને સંસાર દુઃખમય લાગે છે. જેલ જે લાગે છે. જેલીના મનમાં રાત-દિવસ ક્યારે જેલમાંથી છૂટું એવી ઝંખના હોય છે. તેથી પણ અધિક વૈરાગી આત્માને ક્યારે સંયમ લઉં તેની લગની હોય છે. સંસારના સર્વ પદાર્થો તેને ઝેર જેવા લાગે છે. એની એક ક્ષણ નકામી અવતમાં જાય તે એને ગમતું નથી. એને મધુર સૂર પણ વિલાપ જેવા લાગે છે. सव्वं विलवियं गीयं, सव्वं नर्से विडम्बिध ।
જો શામજી મા, સ ામાં હીંવહા | ઉત્ત. સૂ, અ. ૧૩ ગાથા ૧૬
વૈરાગી આત્માને સંસારના સુરીલા ગીત વિલાપ જેવા લાગે છે. તે ગીત સંસારીને મધુર લાગે છે. ફિલ્મના ગીત સાંભળતાં તમારું માથું ધુણતું હોય છે. અહીં ધર્મનું ગીત ગવાતું હોય પણ રાગ ફિલ્મનો હોય તે તમને તરત ફીલમનું ગીત યાદ આવશે. પણ ફિલ્મ જોતાં તમને ધર્મનું ગીત યાદ નહિ આવે. વૈરાગીને સંસારનાં નાટક વિડંબના જેવા લાગે છે. અને હીરા-માણેક–મતી અને સેનાના દાગીના ભાર રૂપ લાગે છે, ને કામગ તે નરકની ખાણ જેવા દુઃખરૂપ લાગે છે. પણ તમને તે સંસાર એ સાકરના ટુકડા જે મીઠે લાગે છે કે છેડવાનું મન થતું નથી. અહીં એક કલાક માંડ માંડ આવે છે. વધુ બેસવું પડે તે કંટાળો આવે છે. પણ હું તમને પૂછું છું કે તમારે દરરોજ ઘાટકેપરથી મુંબઈ જવું પડે છે. ગાડીમાં એટલી ભીડ હોય કે જાણે બેકડા પૂર્યા, ઘણીવાર એવી પરિસ્થિતિ હોય છે કે સળીયા પકડીને બહાર લટકતાં હોય છે. એકસીડન્ટ થવાના ભયમાંથી મુક્ત થઈને ઘેર આવે છે છતાં એમ થાય છે કે આવી રીતે આવતાં કેઈક દિવસ મરી જઈશ. હવે કંટાળે આવ્યું. તે કાલે મારે નોકરી કરવા નથી જવું ? ત્યાં તે ટાઈમ થયે કે તૈયાર. હર્ષભેર દેડો છે ને ? પણ આટલી ભાવનાનો વેગ વ્યાખ્યાનમાં આવવાનો કે ધર્મ આરાધના કરવામાં આવ્યું છે ખરો?
મહાબલ રાજાના મનમાં એક લગની લાગી છે કે ક્યારે આશ્રવના ઘરમાંથી છૂટું ને શાશ્વત સુખ અને શાંતિનું સ્થાન એવા સંવરના ઘરમાં જાઉં. એટલે સ્થવિરેને કહ્યું હે ભગવંત! હું તો અહીં દીક્ષા લઈ લઉં તેમ છું પણ મારા છ મિત્રોથી બંધાયેલ છું કે જે કંઈ કરીએ તે સાથે કરવું એટલે મારા મિત્રોને વાત કરું ને બીજું મારા પુત્રને ગાદીએ બેસાડું. પછી તરત આપની પાસે દીક્ષા લેવા