________________
વ્યાખ્યાન નં : ૩ અષાડ સુદ ૧૧ ને બુધવાર
તા. ૭-૭-૭૬ વિષય : “સાચું સુખ સંયમ માર્ગમાં છે.” સુસ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
જગતના સમસ્ત જીવને આત્મનિતિ અને આત્મકલ્યાણને સત્ય પંથ બતાવનાર, પરમકૃપાનિધી વીતરાગ પ્રભુએ વિશ્વ સમક્ષ અધ્યાત્મને સુંદર આદર્શ ખડે કર્યો અને સ્વાવાદ શૈલીથી આગમવાણીનું પ્રકાશન કર્યું. આગમ એ આત્મદર્શન કરવાનો અરિસો છે. આત્મ નિરીક્ષણ કરવા માટે આગમમાં દષ્ટિ કરવી પડશે. મુખ ઉપર રહેલા ડાઘ જોવા માટે અરિસો રાખે છે. જેવું મુખ હશે તેવું અરિસામાં પ્રતિબિંબ પડશે, તે જ રીતે આગમ રૂપી અરિસે પણ આત્મા ઉપર પડેલા ડાઘ બતાવશે.
ભગવાનની વાણી રૂપી આગમ વર્તમાન કાળમાં બત્રીસ છે. તેમાં ૧૧ અંગમાં છઠું સૂત્ર જ્ઞાતાજી છે. જેને ધર્મકથાનુગ કહેવામાં આવે છે. તેમાં મહાન પુરૂષના જીવનનું વર્ણન છે. જીવને અનંતકાળથી સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા અને રાજસ્થા એ ચાર વિકથામાં જેટલે રસ છે તેટલે ધર્મકથામાં નથી. ભગવાન કહે છે કે હે જીવ! તમે કથા કરે તો એવી કરકે કર્મના બંધન કાપે. કર્મકથા-વિકથા સંસાર વધારે છે અને ધર્મકથા સંસારના બંધનને કાપે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે હું મારા નાથ !
- "धम्मकहाए णं भन्ते जीवे कि जणयइ ? धम्मकहाणं निज्जरं जणयइ, धम्मकहाएणं पवयणं पभावेइ, पवयणपभावेणं जीवे आगमिसस्स भट्टत्ताए कम्मं निवन्धइ।"
ધર્મકથા કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાને કહ્યું. હે ગૌતમ! ધર્મકથા કરવાથી કર્મોની નિજર અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનની પ્રભાવના કરવાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે. - જ્ઞાતાજી સૂત્રમાં કાચબાને ન્યાય આપ્યો છે. કાચબાને કોઈ પકડવા આવે ત્યારે પિતાની ઈન્દ્રિઓ ગોપવીને બેસી જાય છે. તે તે બચી જાય છે. તે ન્યાય આપણું ઉપર ઉતારવાનો છે. જે મનુષ્ય પિતાની ઈન્દ્રિઓ ઉપર કંટ્રોલ રાખે છે તે મહાન સુખ પ્રાપ્ત કરે છે ને પરમ પવિત્ર બને છે.
સુધર્માસ્વામીના સુશિષ્ય જંબુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછે છે ભગવંત! જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં ભગવંતે કયા ભાવનું નિરૂપણ કર્યું છે? વીતરાગ વાણીનું ભજન પીરસનારા ઉત્તમ હતા ને તેને ઝીલનારા પણ ઉત્તમ હતા. એ બંને મહાન પુરૂષ હતા. સિંહણનું દૂધ સુવર્ણપાત્રમાં ટકી શકે છે. એ