________________
શારદા શિખર
૨૪૫ થેંક્યા એ કંઈ તેમની રીત છે! બિલકુલ એ વિચાર નથી આવતે પણ મનમાં એક વિચાર કરે છે કે અહો ! હું તે ગળીયા બળદ કરતાં પણ ભંડો છું. ગળીયા બળદને એક ચાબખો મારે તે થોડી વાર સરખો ચાલે પણ મારા વડીલે મને તપ કરવા માટે વારંવાર ટકોર કરે છે છતાં આવા પવિત્ર દિવસે પણ ઉપવાસ કરતો નથી. આ મારી ભૂલ છે. બીજું મેં તેમના માટે ભાજન લાવીને ન રાખ્યું ત્યારે એમને મારા પાતરામાં થુંકવું પડયું ને ? ખૂબ પશ્ચાતાપ કર્યો.
છેવટે પિતે ભાતનું પાત્ર લઈને આહાર કરવા બેસે છે. ત્યારે એક મુનિ તેમનું બાવડું પકડીને કહે છે નફફટ ! તને લાજ છે કે નહિ ? આ સમયે પણ કુરગડુ મુનિએ એ વિચાર કર્યો કે મારા વડીલેની મારા ઉપર કેટલી કૃપા છે ! આટલું સમજાવે છતાં ન સમજ્યો ત્યારે મારો હાથ પકડીને મને તપમાં જોડવા મહેનત કરે છે પણ મારે આત્મા કેટલે બધે નફફટ છે કે મારા મહાન વડીલે ચાર મહિના, ત્રણ મહિના, બે મહિના અને મહિના મહિનાના ઉપવાસ કરે છે. તે મહાન તપસ્વીઓને જોઈને પણ હું તપમાં વર્ષોલ્લાસ વાળે થતું નથી. ખરેખર ઈશારાથી સમજે તે માનવ, ધોકાથી સમજે તે ઢેર અને જે ધેકાથી પણ ન સમજે તે ઢોરથી પણ બેદ છે. તપ વિના કર્મોને ક્ષય થવાને નથી છતાં હું તપ કરી શકતા નથી તે મારી મેટામાં મોટી ખામી છે. હું હેરથી પણ હલકે છું. હું ન સમયે ત્યારે એ તપસ્વીને તકલીફ વેઠીને અહીં આવવું પડ્યું ને ? મેં તેમની કેટલી અશાતના કરી ! મેં પૂર્વે કેવા કર્મો કર્યા હશે કે હું તપ કરી શક્તા નથી. ભાત ખાતાં ખાતાં આત્માની નિંદા કરવા લાગ્યા. આવી ક્ષમા અને પશ્ચાતાપ જોઈને દેવ પ્રસન્ન થયો , ને આવીને તેમના ચરણમાં પડે છે ત્યારે પેલા તપસ્વી મુનિરાજે કહે છે હે દેવ ! એ તે ખાઉધરે છે. તપસ્વી અહીં બિરાજે છે. તેઓ માનતા હતા કે અમારી આવી ઉગ્ર વપશ્ચર્યા જેઈને દેવ અમારા ઉપર પ્રસન્ન થયા છે. એટલે કહેવા લાગ્યા પણ દેવ કહે છે તમે ગમે તેટલી તપશ્ચર્યા કરી પણ હજુ તમારો આત્મા એટલે ઉજજવળ બન્યું નથી. ખાતાં ખાતાં પણ એમને કેટલે પશ્ચાતાપ થાય છે. એમ કહીને દેવ કુરગડુના ચરણમાં પડે છે. ત્યાં કુરગડુમુનિ પશ્ચાતાપ કરતાં ક્ષેપક શ્રેણએ ચઢીને બારમે ગુણસ્થાનકે આરૂઢ થયા. ત્યાં ઘાતી કર્મોને ખપાવી તેમાં ગુણસ્થાનકે જઈ . કેવળજ્ઞાન પામી ગયા. આકાશમાં દેવ દુર્દુભી વાગી. કુરગડુ મુનિને કેવળજ્ઞાન મહોત્સવ - ઉજવવા સેંકડે દેવ સ્વર્ગમાંથી નીચે ઉતર્યા. આ જોઈને પેલા તપસ્વી મુનિઓ સ્તબ્ધ બની ગયા. અહ ! આપણે આવા ઉગ્ર તપ કરનારા રહી ગયા ને રોજ ઘડો ભરીને ભાત ખાનારે પામી ગયો. કુરગડુ મુનિ રોજ ખાતાં હતા. પણ ખાવા કરતાં પશ્ચાતાપ ઘણે હતે. પશ્ચાતાપના પાવકમાં એમના પાપ પ્રજળી ગયા ને ક્ષમા તે હતી જ,