________________
૨૪
શારદા શિખર સાહેણું ” આ પદમાં અઢીદ્વીપમાં જેટલા સાધુ-સાધ્વી છે તે બધાને આપણે નમસ્કાર થાય છે. સાધુ એટલે કોણ? જે મોક્ષને સાથે તે સાધુ. પિતે મોક્ષને સાથે ને બીજાને મેક્ષમાર્ગની સાધના કરાવે તે સાધુ. પણ તમારી દષ્ટિ ક્યાં છે? જે તમને ધન અપાવે, પૈસા કમાવા માટે વહેપારની સિદ્ધિ કરી આપે ને સંસાર સુખને માર્ગ બતાવે તે સાધુ. જ્ઞાની કહે છે કે તે સાધુ નથી. જે કેવળ મેક્ષને સાથે તે સાધુ.
આજે ઘણાં એમ બોલે છે કે મોક્ષને સાધે તે સાધુ, તે તેમાં એમણે પોતાનું કર્યું ને? એમાં અમારું શું વન્યુ ? જે ખાય તેનું પેટ ભરાય છે પણ ભજનના થાળ જેવાથી ભૂખ ભાંગતી નથી. તેવી રીતે જે મોક્ષને સાધશે તેનું કલ્યાણ થશે, એમાં અમને શું લાભ? તમારે કરવું હોય તે ભગવાનના વચન ઉપર શ્રધ્ધા કરે. આ ચૌદ રાજલોકમાં આરંભ-પરિગ્રહ અને વિષય-કષાયથી બચાવનાર કેઈ હોય તે વીતરાગ ધર્મ અને વીતરાગ વચન છે. તેના ઉપર શ્રધ્ધા કરશે ને તે પ્રમાણે આચરણ કરશો તે તરશે. બાકી સાધુ તે પોતે તરે ને બીજાને તારે પણ પિતે ડૂબે ને બીજાને તારે એવું ન બને. તમે આ સંસારમાં ગમે ત્યાં દષ્ટિ કરે. એવો એક પણ પદાર્થ નથી કે પોતે ડૂબે ને બીજાને તારે. એક પાંદડું પાણીમાં મૂકીએ તે તે તરે છે પણ એ પાંદડા ઉપર કોઈ ચીજ મૂકીએ તો એ ચીજ ભલે ડૂબી જાય છે પણ પાંદડું પિતે ડૂબતું નથી. એ તો તરે છે કારણકે એને સ્વભાવ તરવાને છે. આવા પદાર્થો આ જગતમાં ઘણાં છે પણ એ એક પણ પદાર્થ નથી કે પિતે ડૂબે ને બીજાને તારે. તેમ સાચા સાધુ પણ કેવા હોય ? ભગવાનના વચનને સત્ય માનીને તેના ઉપર શ્રધ્ધા કરીને તરી જાય છે.
તમારે કરવું છે ને? જે કરવું હોય તે પ્રભુના વચન ઉપર શ્રધ્ધા કરે. ભગવાનના મીઠા વચનામૃત સંભળાવનારા સંત પિતે શ્રધ્ધા કરે ને બીજાને કરાવે. પણ તમારા ભેગા આરંભ-સમારંભમાં તણાઈને પોતાનું બગાડે નહિ. પાણીના પ્રવાહમાં પાંદડું તરે છે તેમ સાચા સાધુ સંસારને તરી જાય છે. હવે તરવું છે પણ શેનાથી તરવું છે ને કેણ તયું છે તે જોઈએ.
संसारा अण्णवा वुत्तो, जं तरन्ति महेसिणो॥ આ સંસારને મહાન જ્ઞાનીઓએ અને તત્વચિંતકોએ જુદી જુદી જાતની ઉપમાઓ આપેલી છે. તેમાં સંસારને સાગરની ઉપમા આપી છે ને કહ્યું છે કે
शरीरमाहु नावत्ति, जीवा बुच्चइ नाविओ। સંસાર અળવો પુરો, તરન્તિ મહેસિનો | ઉત્ત. સૂ. અ. ૨૩ ગાથા ૭૩ આ દેહ નૌકા છે. અને આત્મા એ નૌકાને ચલાવનાર નાવિક છે. સંસાર