SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર બંધુઓ ! તમારા સંસાર વ્યવહારમાં પણ કઈ વસ્તુ મેળવવી હોય તે તે જ્યાં મળતી હોય ત્યાંથી મેળવવા પુરૂષાર્થ કરે છે. તે મોક્ષ મેળવવા માટે કેટલે પુરૂષાર્થ જોઈશે! મહાન પુરૂષે બેલ્યા છે કે દર્દ કેણ છે ને દવા કેણુ છેદર્દી છે પરઘર અને દવા છે સ્વઘર, પરદ્રવ્યને રાગ એ દર્દ છે અને સત્સંગ, વીતરાગ વાણીનું પાન, શાસ્ત્રનું વાંચન એ દવા છે. પરસંગ એ બિમારી છે પરંતુ સત્સંગ એને કાઢવાની દવા છે. આજે જીવ દુઃખી કેમ છે? કર્મની વિટંબણાથી. એ વિટંબણા શાથી આવી? પરના સંગરૂપી રેગથી. જીવ જગતના વિષયના સંગમાં મૂઝા, વિષયોનો સંગ થતાં રાગાદિ મલીન ભાવવાળો બન્ય, વળી એ વિષયને માટે હિંસા, આરંભ સમારંભાદિ પાપ આચરનારે બન્ય, તેથી ઘણા કર્મોનું ઉપાર્જન કરી એની વિટંબણાઓને આમંત્રણ આપ્યું. પછી આત્મા દુઃખી જ બને ને ? આનું મૂળ કારણ શું? સમજાયું? પરને સંગ. તેથી વીતરાગવાણી રૂપી દવા કહે છે કે હે આત્મા ! તું પર દ્રવ્યને સંગ અને રાગ છેડ. અરે, બીજાની તે વાત કયાં કરવી પણ જે કાયમ તારી સાથે રહે છે તેવા શરીરને પણ રાગ છૂટે તે દર્દ દૂર થાય. જ્યારે શરીરને રાગ છૂટી જાય ત્યારે નિરાગી અવસ્થા આવી જાય છે. . દેહ છતાં જેની દશા વતે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, વંદન છે અગણિત જ્યાં સુધી કર્યો છે ત્યાં સુધી દેહ છે. કર્મોથી સંપૂર્ણ મુક્ત નહિ બનીએ ત્યાં સુધી દેહ ધારણ કરવો પડે છે. જ્યારે પર દ્રવ્યને રાગ છૂટી વીતરાગ દશાને આત્મા પામી જાય ત્યારે તેના દર્દી દૂર થઈ જાય છે. માથું દુખે ત્યારે એસ્પે કે એનેસન ખાવ ત્યારે થોડીવાર આરામ મળે છે. ડોકટર ઈંજેકશન આપે તો પણ છેડે સમયે રાહત થાય છે. અહીંએ વિચારવાની જરૂર છે કે માથાની વેદના મંદ પડવાની હોય ને ગાળી લઈએ તો માથાનું દર્દ મટી જાય છે. આ તે આ ભવ પૂરતી વેદના છે. પણ કાયમના ભવભવના દર્દ દૂર કરવા હોય તે સત્સંગ કરે. તે સત્સંગ ભૂખ સૂકે નહિ. પણ જે સંતે વીતરાગવાણીનું મંથન કરી વીતરાગી સંતે બની જે ઔષધિ આપે તેનું પાન કરવાથી દર્દ દૂર થયા વિના નહિ રહે. પર દ્રવ્યનો રાગ એ આત્મબિમારી છે. જેમ કેઈના દીકરાની વહું બહાર ફરતી થઈ જાય તે તેની કિંમત રહેતી નથી, ચૈતન્ય આત્મા અનંત શક્તિનો સ્વામી છે. દરેક વસ્તુ પિતા પોતાના સ્વભાવમાં પરિણમન થાય છે. શરીરને સારું રાખવા ગમે તેવા સુંદર મેવા-મિષ્ટાન ખવડાવે છતાં તેને સ્વભાવ સડન-પડન અને વિધ્વંસનને છે. રાજાને પુત્ર હેય, શ્રેષ્ઠી પુત્ર હોય કે મહાન સંત હોય છતાં શરીરને સ્વભાવ તે જે છે તે રહેવાને છે. ઔદારિક શરીરને સ્વભાવ ક્ષીણ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy