________________
ચારા શિખર
૧૩૮ ત્યારે અભયકુમારે પૂછયું–ભાઈ! તે આ સિવાય બીજું કંઈ પાપ કર્યું છે? ત્યારે કહે છે “ના” મેં બીજું એક પણ પાપ કર્યું નથી.
બંધુઓ ! બારણું ખેલતાં અજાણ પણે ચકલી મરી ગઈ તેને કેટલો પશ્ચાતાપ છે ! તમને આ પશ્ચાતાપ થાય છે ખરો? આ પશ્ચાતાપ જીવને થશે ત્યારે કર્મથી જલદી છૂટકારો થશે. પણ આજે કેવી દશા છે ! પાપ કરીને ઢાંકતા ફરે છે.
પાપ કીધા અઘોર છુપાવ્યા બહ, પુણ્ય કીધાને દેખાવ કીધે બહુ, ભર્યા અંતરમાં ઝેર બહાર અમૃત પણ વૈર, એવા કામો જીવનમાં મેં આચરીયા... શું એ શોભી રહ્યા છે મારા જિનવરીયા
પાપ કરીને પાપને છૂપાવવું એ પાશવી વૃત્તિ છે. એક છાણને પોદળે ઢાંકવા માટે તેના ઉપર ત્રણ ટેપલા ધૂળ નાંખવી પડે છે, તેમ એક પાપ કરીને તેને છૂપાવવા જતાં બીજા કેટલાં નવા પાપ ઉભા થાય છે ! ભગવાન કહે છે સંસારી હોય કે સાધુ હોય પણ પાપ થયું હોય તો પાપ તરીકે કબૂલ કરી તેને પશ્ચાતાપ કરીને પ્રાયશ્ચિત કરી લેજે પણ પાપને કદી છૂપાવશે નહિ. પાપ કરીને પાપને છૂપાવનાર મહાપાપી છે. આજે નાનું પાપ થશે તે કાલે મેટું થવાનું છે. બાળક નાનકડી પેન ચિરીને લાવે ને તેના મા-બાપ તેને કંઈ ન કહે તે કાલે પાટી–પુસ્તક અને પૈસા ચેરી લાવશે. ધીમે ધીમે મટી ચોરી કરતાં શીખી જશે. માટે પહેલેથી શિખામણ આપવી તે એ આગળ વધે નહિ. નાવમાં નાનકડું છિદ્ર પડેને તેને પૂરી દેવામાં ન આવે તે ધીમે ધીમે છિદ્ર મેટું થતાં નાવ ડૂબી જવાની. તે રીતે નાના પાપ કરતાં નહિ અટકે તે એક દિવસ મેટાં પાપ કરતાં પાછા નહિ પડે. ને બાજી બગડી જ. માટે જાણે અજાણે પાપ થઈ જાય તે પાપનો એકરાર કરે. પેલા ભાઈથી એક ચકલી મરી ગઈ તેને આટલે બધે પશ્ચાતાપ જોઈને શક રાજાના દિલમાં થયું કે અહો ! મેં અજ્ઞાન દશામાં શિકાર કરતાં કેટલા જીવોને વીંધી નાખ્યા. ગર્ભવંતી હરણીને મારી નાંખી, હું તે આના કરતાં પણ ભયંકર પાપી છું.
હવે રાજાએ બીજા માણસને પૂછયું–‘ભાઈ! તે શું પાપ કયું છે? એ ઉભો થયો. આંખ કરતાં આંસુ મોટા. પાપ કરતાં પશ્ચાતાપ ખૂબ છે. બે હાથ જોડીને કહે છે મહારાજા ! આ તંબુના કપડાં કરતાં પણ મારું કાળજુ ઘણું કાળું છે. ચોરને ચાર અને શાહકારને શાહુકાર છું. મારા જે કઈ અધમ નથી. એક વખત એક ગરીબ માણસ એના પગારના રૂ. ૨૦૦) લઈને ઘેર જતો હતો. મેં તેનું ખિસું કાપી લીધું. થોડીવાર પછી એણે ખિસ્સામાં હાથ નાંખે તે ખિસું કપાયેલું દીઠ. એટલે કરૂણ કલ્પાંત કરવા લાગે. અરેરે...ઘરે પત્ની છેકરાં બધા ચાર ચાર દિવસથી