________________
શારદા શિખર
૧૩૭ ઘેટાનું ટેનું છોડી છલાંગ મારીને વનમાં ચાલ્યા ગયા. તેમ આત્માની અનંત શકિતને
ખ્યાલ કરીને એ શકિતને જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપમાં ફેરવી આ દેહ રૂપી પિંજર છોડીને શાશ્વત સુખ પ્રાપ્ત કરવું છે તે આવી કાયરતા કેમ ચાલશે ?જેટલું બને તેટલું ધર્મનું જ્ઞાન વધુ મેળવે. જ્ઞાન વધશે એટલે ધર્મનું સ્વરૂપ આપે આપ સમજાશે. ધર્મ સમજાશે ત્યારે આ અન્યાય, અનીતિ, અધર્મ કરતાં જીવ અટકી જશે ને હેજ પાપ થયું હશે તે પણ તેને દિલમાં ખટકશે. આજે તે માણસ પાપ કરીને પિતે ધર્મો છે તે ડેળ કરે છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક વખત શ્રેણીકરાજા અને અભયકુમાર બંને ફરવા જતા હતા. માર્ગમાં તત્વની ચર્ચા કરતાં હતા. તે વખતે શ્રેણીક રાજાએ કહ્યું અભય! આ દુનિયામાં ધમ મનુષ્ય વધારે હશે કે અધમ ? ત્યારે ચાર બુદ્ધિના નિધાન અભયકુમારે કહ્યુંપિતાજી ! આ દુનિયામાં ધમી કરતાં અધમી મનુષ્ય ઘણાં છે ને ધમી ઓછાં છે. પણ પિોતે ધમ ન હોવા છતાં ધમને બિલે લઈને ફરનારા, પિતાને ધમ કહેવડાવનારા મનુષ્ય ઘણાં છે. એક ભકતે ભજનમાં ગાયું છે ને કે :
અરે ઓરે...અરે ઓરે... ડગલે ડગલે હું દંભ કરે મને દુનિયા માને ધર્માત્મા, પણ શું ભર્યું મારા મનડામાં, એકવાર જુઓને પરમાત્મા (૨) હું ઢાંગ કરું છું ધમીને, પણું ધરમ વસ્યો ના હૈયામાં, બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શયામાં.અરે એરે.
ઉપરથી ધમ દેખાતે માનવ અંદર કેવા કેવા પાપનું આચરણ કરતા હોય છે એ તે એનો આત્મા જાણે છે. આવા માણસોની સંખ્યા વધારે છે. અભયકુમાર કહે છે પિતાજી ! જે આપને આ વાત સાચી ન લાગતી હોય તે પરીક્ષા કરો. હવે શ્રેણીક રાજાને પરીક્ષા કરવાનું મન થયું. એટલે બીજે દિવસે રાજગૃહી નગરીની બહાર બે પ્રકારના તંબુ બનાવ્યા. એક કાળે તંબુને બીજે ધોળે તંબુ. હજારે માણસની મેદની બેસી શકે તેવા મોટા તંબુ છે. તંબુ તૈયાર કરાવીને રાજગૃહી નગરીમાં એ ઢઢેરે પીટાવ્યો કે શ્રેણીક મહારાજાને મારી નગરીમાં ધમ જી કેટલા છે ને અધમ છે કેટલા છે તે જાણવાની ઈચ્છા થઈ છે. તેથી નગરીની બહાર બે તંબુ બંધાવ્યા છે. તેમાં જે ધમ હોય તે ધળા તંબુમાં જાય ને જે અધમી હોય તે કાળા તંબુમાં જાય. ધર્મી હોય કે અધમ હોય દરેકે ફરજીયાત આવવાનું છે. જે નહિ આવે તે રાજા દંડ કરશે. આ બધા ધમષ્ટ હેવાને દાવો કરતાં સફેદ તબુમાં થયેલી ભીડ મહારાજા શ્રેણીકનું ફરમાન થયું એટલે બધાને જવું પડે. આખી રાજગૃહી નગરીની
૧૮