________________
૧૨૪
શારદા શિખર એમ લાગવું જોઈએ. ઘણીવાર ગટર ઉભરાય છે ત્યારે કેવી દુર્ગધ છૂટે છે? કઈ માણસ એમ કહે કે હું તમને રોજના ૨૫ રૂપિયા આપીશ પણ તમારે ગટરમાં રહેવાનું, જે ગટર પાસે થઈને નીકળતા પણ સૂગ ચઢે, જેની દુર્ગધથી જીવ ગભરાઈ જાય તેમાં પૈસાના ગમે તેટલા પ્રલોભન મળે તો પણ કોઈ રહેવા માટે તૈયાર થાય? ના, જમવા બેઠા હોય ને કોઈ તમારી સામે વિષ્ટાને ટેપલો મૂકી જાય તો કેવી સૂગ ચઢે ? નાક આડા કૂચા દઈ દે. આંખ બંધ કરી દે છતાં મીટ થાય. જેવી એ સૂગ ચઢે છે તેનાથી પણ અધિક તમને આ સંસાર રૂપી આવની ગંધાતી ગટરમાં રહીને પાપનું સેવન કરવાની સૂગ ચઢવી જોઈએ. ચતુર્ગતિના ફેરાને ત્રાસ થે જોઈએ. સંસારમાં રમનાર જીવ સંસારના મન માન્યા સુખે મળે તે મન મૂકીને ભોગવે. તેમાં નાચે કૂદે ને આનંદ માને છે, પરિણામે નરક અને તિર્યંચ ગતિના આમંત્રણ સ્વીકારી ત્યાંના મહેમાન બને છે. અને સંસારમાં રહેનારે જીવ જેમ કવીનાઈનની ગોળી ખાવાથી મેં બગડી જાય તે રીતે સંસારમાં પાપનું કાર્ય કરતાં તેનું મેટું બગડી જાય. ભગવાન કહે છે, મારે શ્રાવક પાપની સગવાળો હોય એટલે પાપભીરુ હોય. શ્રાવકના ૨૧ ગુણમાં પાપભીરુ એ શ્રાવકને ગુણ છે. શ્રાવક પાપનું કાર્ય કરતાં સાવધાન રહે. કોઈ માણસને કઈ ચીજ ખવાથી એલરજીક થાય તો તે તેને ત્યાગ કરે છે ને ? તેમ કેઈ કાર્ય કરવાથી આત્મામાં એલરજીક થાય તે ત્યાગ કરશેને ? પછી મેક્ષ આપણાથી દૂર નથી. ગીતામાં કહ્યું છે કે
मोक्षस्य नहि वा सोऽस्ति, न ग्रामान्तर मेव वा।।
अज्ञान हृदयग्रन्थि नाश, मोक्षइति स्मृतः ॥ મોક્ષ કોઈ સ્થાનમાં રાખેલ નથી અગર મિક્ષને શોધવા માટે બીજા કેઈ ગામમાં જવાની જરૂર નથી. અજ્ઞાનની ગ્રંથીને નષ્ટ કરવી ને આઠ કર્મોનો ક્ષય એ મોક્ષ છે. ટૂંકમાં મોક્ષ એ કઈ બહાર શોધવાની ચીજ નથી. તમે પ્રત્યક્ષ દેખે છે ને કે કટાઈ ગયેલા વાસણને ખૂબ ઘસીને ઉટકવામાં આવે તે ચકચકાટ બની જાય છે. તે શું એ ચળકાટ બહારથી આવ્યો? ના.” એ ચળકાટ વાસણમાં હતા પણ ઉપર કાટ આવી ગયું હતું. બસ, આ રીતે આત્મા ઉપર ચઢેલી કર્મની કાલીમાને તપ અને સંયમ દ્વારા સંપૂર્ણ રીતે કાઢી નાંખવામાં આવે તે આત્મા શુધ્ધ જ્યોતિર્મય બને છે. આત્માની શુધ્ધ અવસ્થા એ મોક્ષ છે.
આપણે ચાલુ અધિકાર-ધારિણી રાણીએ એક પુત્રને જન્મ આપે છે. તેનું નામ મહાબલકુમાર રાખવામાં આવ્યું છે. ખૂબ લાડકેડથી મહાબલ કુમાર મેટા થાય છે. સમય જતાં વાર લાગતી નથી.