________________
શારદા શિખર
૧૦૮ ખૂબ થતું હતું એટલે ગાયોને લીલું ઘાસ શોધવા દૂર જવું પડતું નહિ. એટલામાં ગાયે ચરતી હતી ને દયાદેવી બગીચાના બાંકડા ઉપર સૂતી હતી. એ સમયે એને ઉંઘ આવી ગઈ. તે સમયે પાટલીપુત્રને જિતશત્રુ રાજા કેઈ શત્રુ ઉપર વિજય મેળવી પિતાના નગર તરફ જઈ રહ્યો હતો. તે હાથી-ઘોડા–પાયદળ-રથ આદિ મોટું સૈન્ય લઈને આ રસ્તેથી નીકળે. આ સુંદર બગીચે જોઈ તેના મનમાં થયું. આપણે ગયા ત્યારે આ સુંદર બગીચો અહીં ન હતું. એક વૃક્ષ પણ ન હતું. તે આ બગીચે કોણે બનાવ્યું હશે? કે સુંદર છે! બગીચાની શભા જોઈને તેની છાયામાં વિસામો લેવા માટે રાજાએ ત્યાં પડાવ નાંખે. હાથી-ઘોડા-બળદ બધાને બગીચાના ઝાડ સાથે બાંધી દીધાં.
બગીચામાં રાજાનું સૈન્ય ઉતરવાથી ખૂબ અવાજ થયે. એટલે દયાદેવી જાગી ગઈ. ચારે તરફ મોટું સૈન્ય, હાથી-ઘોડા એ બધામાં એની ગાયે દેખાતી ન હતી. એટલે તે ગભરાઈ ગઈ. હાથી–ઘેડા આ બધું જોઈને ગાયે ડરીને દૂર જતી રહી હતી. એટલે એ એકદમ ઉભી થઈને દૂર ગયેલી પિતાની ગાયને પાછી વાળવા દેડી. એટલે બગીચો પણ એની પાછળ દોડવા લાગે. ઝાડે બાંધેલા હાથી, ઘેડા, બળદ પણ દેડવા લાગ્યા. રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું ? આવું તે મેં કદી જોયું નથી. મંત્રી પણ આશ્ચર્ય પામી ગયે. રાજા કહે પ્રધાનજી ! આ બધું શું આશ્ચર્ય છે ? તમે એની તપાસ કરો. પ્રધાન બુધ્ધિશાળી હતું. તેણે કહ્યુંસાહેબ ! આપણે આવ્યા ત્યારે પેલી છોકરી બાંકડા ઉપર સુતી હતી. એ અત્યારે દેડે છે. એટલે મને લાગે છે કે એની પાછળ આ બધું દેડતું હોય તેમ લાગે છે. રાજા કહે-તે એ છે કરીને બેલાવીને પૂછો. પ્રધાન મટેથી કહે છે તે બહેન ! તું ઉભી રહે ! હવે તે ઉભી રહેશે કે નહીં ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
. વ્યાખ્યાન નં. ૧૨ અષાડ વદ ૫ ને શુક્રવાર
તા. ૧૬-૭–૭૬ અનંત કરૂણાના સાગર, સમતાના સાધક, વિષયેના વારક, મમતાના મારક અને સ્વાદુવાદના સર્જક એવા ભગવંતે જ્ઞાતાજી સુત્રના આઠમાં અધ્યયનમાં ગૂઢ ભાવ સમજાવ્યા છે. એ ગૂઢ ભાવે આપણને ક્યારે સમજાય ? જ્યારે આત્મા વિભાવનું વિસ્મરણ કરી સ્વભાવના ઘરમાં આવે ત્યારે. આત્મા સ્વભાવમાં આવે ત્યારે એને પિતાનું ભાન થાય છે. દેવેને પણ દુર્લભ એવો માનવભવ પામીને માનવીએ આત્માને વિચાર કરવાનું છે. આત્માને વિચાર એટલે આત્માના સ્વભાવને વિચાર