________________
શારદા શિખર સગવડે પ્રત્યેના રાગથી જે ધર્મ થાય તે ધર્મ આત્માને ભવાટવીમાં ભ્રમણ કરાવે. ભવનું વિસર્જન કરવાને બદલે નવા નવા ભવનું સર્જન કરે.
બંધુઓ! કનક, કામિની અને કીર્તિ પરના પ્રેમથી તે મારાને તમારા જીવે અનંતી વાર ધર્મ કર્યો. પણ મેક્ષ પરના પ્રેમથી આ જીવે એકાદ વાર પણ ધર્મ કર્યો હોય એવું આપણા આત્માની દશા ઉપરથી જણાતું નથી. ધર્મ કરીએ ને આત્માની દશા બદલાય નહિ તે તે ધર્મ કર્યો કહેવાય ? ધર્મ કરીએ અને આપણા વિચાર, વાણી અને વર્તન સુધરે નહિ તે ધર્મ કર્યો કેવી રીતે કહેવાય? ખાઈએ ને ભૂખ ભાંગે નહિ તે ખાવું શા કામનું ? દવા લઈએ ને દર્દ દૂર ન થાય તો દવા લીધાનું પ્રયોજન શું? પાણું પીએ ને તૃષા ન છીપે તે પાણી પીધું શા કામનું? એ રીતે ધર્મ ઘણે કરીએ પણ સ્વભાવ ન સુધરે, વિચાર અને જીવન ન સુધરે તે ધર્મ કર્યાને શો અર્થ?
સત્ય સમજીને ધર્મ કરે જ્યારે તમને એમ લાગશે કે ધર્મ એ મેક્ષ સુખ આપનારે છે. ધર્મ પરમ હિતકારી છે, ધર્મ મારું સાચું અને શાશ્વતું ધન છે. પરમ આદરણીય છે. એ અચિંત્ય ચિંતામણી છે. ધર્મ કામધેનુ, કલ્પવૃક્ષ અને કામકુંભ સમાન છે, એ માતા છે, પિતા છે, બાંધવ છે, આ ધર્મ પ્રત્યે ભાવ રાખીને ધર્મ થાય તે માનવજીવન ધન્ય બને અને સાર્થક બને. કોઈ પણ જાતના બદલાની આશા વગર નિષ્કામ ભાવથી ધર્મ કરે. આ ઉત્તમ માનવભવ પામીને ધર્મ એ મારું પરમ કર્તવ્ય છે એવું માનીને ધર્મ કરે. માછલીને પાણી સિવાય બીજે કયાંય ચેન ન પડે તેમ ધર્મના સાચા પ્રેમીને ધર્મ સિવાય કયાંય ચેન ન પડે. માટે ઉત્તમ પુરૂષે ધર્મ પરના સહજ પ્રેમથી પોતાની મેળે ધર્મ કરે છે. મધ્યમ પુરૂષને કોઈ પ્રેરણું કરે તે ધર્મ કરે છે. જ્યારે અધમ પુરૂષે કઈ ધર્મ કરવાની પ્રેરણું કરે તે પણ ધર્મ કરતા નથી. ધર્મ આપણું જીવનમાં ચંદનની સુગધના ન્યાયે વણાઈ જ જોઈએ. જેમ ચંદનથી ચંદનની સુગંધ જુદી ન પડે તેમ ધમીંથી ધર્મ હેજ પણ જુદો ન પડે જઈએ. શરીરથી છાયા જુદી ન પડે તેમ ધમથી ધર્મ છૂટે ન પડવો જોઈએ. ધર્મી જ્યાં જ્યાં જાય ત્યાં ધર્મ તેની પાછળ જાય. જીવનમાં ધર્મ અસ્થિ મજજા બની જ જોઈએ. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ ધર્મ છૂટ ન જોઈએ. ભલે, સંસારનું સમગ્ર સુખ સળગી જાય, અરે આ દેહ પણ સળગી જાય તે પણ ધર્મ ન છૂટે ઈએ. જે ધર્મ પાસે છે તે મર્યા પછી પણ ઉત્તમ સુખના સ્થાને તેના માટે તૈયાર છે.
ખૂબ ધર્મ કરે ને કદાચ કષ્ટ આવે તે કષ્ટથી ગભરાવું નહિ. આપણે ધર્મ કરીએ તેથી દુઃખ ન આવે એ કેઈ નિયમ નથી. કારણ કે પૂર્વભવમાં જે પાપ