________________
શારદા શિખર પ્રત્યે પિતાને પ્રેમ હોય તે સ્વાભાવિક છે. કામ ખૂબ કરતી પણ ગમે તેમ તે ય અળક છે ને! રાત્રે ખૂબ થાકી જતી હતી. કયારેક એકલી કંટાળી જતી.
માતાની ચાહના કરતી પુત્રી એક દિવસ તેણે એના પિતાને કહ્યું પિતાજી! તમે ફરીને લગ્ન કરે તે મારે બા આવશે ને હું ગાયે ચરાવવા જાઉં તે એ રસોઈ કરશે ને મને માતાના લાડ મળશે. પિતાજી ફરીને લગ્ન કરશે ને નવી મા આવશે તે પ્રેમ આપશે કે ત્રાસ આપશે તેવી આ ફૂલ જેવી દયાને કયાંથી ખબર હોય? એના બાપે કહ્યું બેટા ! નવી મા આવશે તે તેને ખૂબ દુઃખ થશે. મારે લગ્ન નથી કરવા. પણ દયા કહે છે તમારે લગ્ન કરવા પડશે. છોકરીએ ખૂબ હઠ કરી. ત્યારે એના પિતાના મનમાં વિચાર થે કે બિચારી એકલી દીકરીને કેટલું કામ કરવું પડે છે. તેના કરતાં પરણું તે એને સહારે થાય. એમ વિચારીને લગ્ન કરવાને નિર્ણય કર્યો.
અપર માતાએ ગુજારેલે ત્રાસ” બંધુઓ ! દુનિયામાં દરેક માનવ પિતાના સુખ માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે, પણ એ પ્રવૃત્તિ કંઈક દુઃખરૂપ ને ઉપાધિ રૂપ બને છે. આનું નામ સંસાર. દયાદેવીના પિતાએ ફરીને લગ્ન કર્યા. ઘરમાં ઓરમાન માતા આવી. દયાને હર્ષને પાર નથી. હાશ... હવે મને શાંતિ મળશે. ઓરમાન માતા દયાદેવીને સહાય રૂપ થાય છે કે ત્રાસરૂપ થાય છે તે જુઓ. નામ જ તેનું કેવું છે! એાર મન. મન જેમનું એર એટલે જુદું હોય ત્યાં સહાયરૂપ થવું દૂર રહ્યું પણ નવી માતા કેવા કેવા હુકમે છોડવા લાગી. પરણીને આવ્યા પછી અઠવાડીયું તે બરાબર ચાલ્યું. દયા સમજતી હતી કે હવે મારી માતા મને કામમાં સહાયક બનશે. પણ એની એ ધારણ બેટી પડી. ઉલ્ટી તે દયા ઉપર ઓર્ડર છોડવા લાગી. એક મિનિટે પણ શાંતિથી બેસવા દેતી ન હતી. કામ કરતાં સહેજ વાર લાગે તે ધમકાવે ને માર મારે. ખાવાપીવા પણ પૂરું આપે નહિ. ફૂલ જેવી દયા ખૂબ મૂંઝાઈ ગઈ. પણ હવે શું થાય? તે છાનીમાની રડી લેતી પણ પિતાજીને કંઈ વાત કરતી ન હતી. એનું હૃદય ભરાઈ જાય ત્યારે એકાંતમાં બેસીને વિચાર કરતી કે મેં મારા પિતાને મારા સુખ માટે પરણવા વિનંતી કરી. પિતાજી પરણ્યા, પણ મને તે સુખના બદલે દુઃખ આવ્યું. પણ એમાં બીજાને શો દેષ ? મારા અશુભ કર્મ મને ઉદયમાં આવ્યા છે. તે મારે શાંતિથી ભેગવવા જોઈએ. ભગવ્યા વિના છૂટકે નથી. બીજા તે નિમિત્ત માત્ર છે.
બાળાની નાગદેવે કરેલી પરીક્ષા” દયાદેવી દરેજ ગાયો ચરાવવા જતી હતી. બપોરે થાકી-પાકી ઘેર આવે ત્યારે અપર મા વધે ને લૂખ બટકું રોટલો અને છાશ આપે તે ખાઈ લેતી. આમ કરતાં તેની ઉમર બાર વર્ષની થઈ. એક