SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગારેવ ત્રીજું- દ્વિહીય લંડ સtવેઃ સેના ના રસ્તા પર આ તળાવે છે. રણું તળાવ રેત્નાકરના રસ્તે છે. મીર પુરના પ્રાચીન શ્રી સોમનાથ મહાદેવના દેવળ બહાર પરથાળ, પગથીયા બાંધેલ એક સુંદંર તેળવે છે. (પંગથીયાંવાળ કું પણું એક છે.) પૂર્વે અતિસરીયા દરવાજેથી ડાબે હાથે જતાં એક કશનપુરા આવે છે ત્યાં સાથે જ લલ્લુપરૂ નામે એક નાનકડું પરૂ છે. આ જગા પાસે એક તળાવ છે, જે કેરણખાણની તલાવડી કહેવાતી. ત્યાંથી ખેદકામ કરતાં કેરણ સારી નીકળતી. સાવતી ટેક તાલુકાનું જોવા જેવું તળાવ કપડવણજથી ડાકેર જવાના રસ્તા પર આશરે પાંચ માઈલ દૂર સાવલી નામનું એક નાનકડું ગામ છે. સંવત ૧૫૬ ઈસ. ૧૯૦૨ છપ્પનિયા નામને ભયંકર દુષ્કાળ ગુજરાતમાં પહેલે. આ ભયંકર દુષ્કાળમાં આમજનતાને રોજી રોટી મળે તે માટે-“દુષ્કાળ રાહત માટે આ તળાવ બાંધવામાં આવેલું. દુષ્કાળ પુરે થતાં આ બાંધકામ બંધ પડેલું, પણ પાછળથી ફરી પુર્ણ કરવામાં આવેલું. ઈ.સ. ૧૯૧૦ લગભગ સુધી કામ ચાલુ રાખવામાં આવેલું. જેને ખર્ચ ૨,૩૨,૨૫૧–રૂ. સરકારે મંજુર કરેલ. ભવ્ય વિશાળ ક્ષેત્રફળમાં તૈયાર કરેલ આ તળાવ છે. આ તળાવ ખેડા જીલ્લામાં મેટામાં મેટું છે. આ બંધની લંબાઈ ૭૫૫૦ ફુટ છે, પહોળાઈ મથાળે ૧૦ ફુટ છે. બંધને પાણી તરફને ઢાળ ૩ ફુટે ૧ ફુટ અને પાછળને ઢાળ ૨ ફૂટે ૧ ફૂટ છે. આ બંધને મજબૂત બનાવવા તેની બહારની બાજુએ ૨૧ ફુટ પહોળે અને ૧૧ ફુટ ઉંચે એક પાળ બનાવવામાં આવ્યું છે. પાળાની અંદરના ઢાળ ઉપર પત્થરનું એક પડી પાથરી તે ઉપર મોટો પત્થરે બેસાડવામાં આવેલ છે, તળાવનું ઉંડાણ ૧૬-૮૬ ફુટ છે. પાણીના નિકાલ માટેની દિવાલ ઉંચી બનાવવા માટે બારાઓ નીકને મથાળે મૂકવામાં આવ્યાં છે. તેમાંથી નાનાં બાર મારફતે પાણી નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનો નિકાલ બે ભાગમાં વહેંચેલે છે. એકમાં પાછળ કુંડી સાથેની ૩૦૦ ફુટ લાંબી દિવાલ છે, તેમાં પ/૩ ફુટનાં છ બાર છે, બીજા ભાગમાં ૭૦૦ ફુટ લાંબી દિવાલ છે, તેના ઉપર થઈને પાણી વહી જાય છે. વધારાના પાણીના નિકાલ માટે બે થી ત્રણ ફુટ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy