SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા વરાંસીનું વહેલ અખંડ ચાલુ જ રહે છે. દંતકથા કહે છે કે હાલ જે વીરપુરમાં દરીઆઈ સાહેબ નામના ચમત્કારીક પીર થઈ ગયા. તેઓ એક વખત બહીયલથી વીરપુર જતા હતા, નમાઝને સમય થતાં આ નદીના કાંઠે-કિનારે “વ” કર્યું (નમાઝ પઢતાં પહેલાં હાથ પગ દેવાની ક્રિયા) પાણી પીધું, તેમણે નમાઝ પઢીને કહ્યું કે હે ખુદા ! તું આ નદીને હંમેશને માટે આ સ્થળે વહેતી રાખજે. આ શહેરમાંથી તેને સુકાવા દઈશ નહીં.” છપ્પનીયા જેવા દુષ્કાળના ભયંકુર સમયમાં જ્યારે કુવાના અને નદીઓના જળ સુકાયાં ત્યારે પણ આ નદીનું વહેણ અખંડજ હતું. હાલ પણ આ પ્રવાહ ચાલુ જ રહે છે. કપડવણજથી ઉતરમાં આશરે ત્રણ માઈલ દુર માર્ગમાં કુદરતી ઝરણું છે. પાણી કુટે છે એટલે પાણીનું વહેણ ચાલુ રહેતું હોય તેમ સંભવે છે. પવિત્ર પુરૂષના આશીર્વાદે કે અખંડ વહેતાં ઝરણુમાં ઈશ્વરેચ્છાએ આ જળ અખલિત વહ્યા કરે છે. સિદ્ધરાજ–સેલંકી યુગમાં કપડવણજને પ્રતિષ્ઠા અપાવનાર કિતી કાટડાં સમાન જળસ્થતિને કંડવાવ સોલંકી યુગની કપડવણજની પ્રતિષ્ઠાના પ્રતીક સામાન આ ગેરવવંતી ક્ષત્રિયાણી મેળે શણગાર સજીને જરૂળે બેઠી બેઠી રણજોદ્ધાની વાટ જોતી જોતી દુરદુરની રેખાઓને આંબતી સ્વપ્ન દેળતી દેળતી ઢળી પડી. જયારે જાગી ત્યારે સૈકાઓ વિની ગયાં ત્યારે ન હતે એ વેશ ન હતુ એ ગૌરવ ન હતી એ આંખમાં ચમક પણ વિરહની વેદના વૃદ્ધત્વ, તવાળ પણ ખરવા લાગ્યા યૌવનની ચમકે રૂઆબ ન હતાં, પણ કરેળિયાના જાળા જેવી કરચલીઓથી જાળ ગુંથાયાં હતાં. આંખમાં કાજળની નહી પણ અંધત્વની કાળાશ હતી. આ ભવ્ય સ્થાપત્યની કળા ફક્ત પથ્થરો અને ધુળમાં રગદોળાઈ રહી છે. રેશમ કે કિનખાબના પડદા નથી, પણ કેટલાક અજ્ઞાન માનવીઓ આવા સ્થાપત્ય પાસે કચરે નાખે છે. સૈકાઓથી અડગ ઉભેલી અતિવૃદ્ધ મહારાણી આ સહન કરતી ઉભી છે. જનતા જનાર્દન ખ્યાલ કરે એને મને ભાવ જાણે. ભગવાન શ્રીનીલકંઠેશ્વર, નારાણદેવ, શ્રી મહાલક્ષમીજી, શ્રીગુપ્તેશ્વરની મુર્તિઓએ આપણને દર્શન કરાવ્યાં, જેના પવિત્ર જળથી રક્તપિતને રેગ મટતે કહેવાય છે. તે ભવ્ય
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy